ગુજરાતના આ જંગલમાં 9 મહિનાથી વાઘ રહે છે, વર્ષો પછી પહેલો ટાઇગર જોવા મળ્યો

ગુજરાતની ઉત્તરપૂર્વ દિશામાં આવેલા દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભયારણ્યના લીલાછમ જંગલોમાં એક અદ્ભુત કહાણી ઊભી થઈ રહી છે-રાજ્યના આ વિસ્તારમાં ટાઇગર જિન્દા હૈ. નજીકના રાજ્ય મધ્યપ્રદેશના જંગલોથી આવેલો એક ચાર વર્ષનો નર વાઘ ફેબ્રુઆરી 2025માં સૌથી પહેલા અહીં દેખાયો હતો. તે છેલ્લા નવ મહિનાથી અહીં વસવાટ કરી રહ્યો છે. કેમેરા ટ્રેપમાં પાણી પીતો દેખાતો આ એકલો બેંગોલ ટાઇગર 32 વર્ષ પછી ગુજરાતમાં વાઘની હાજરીનો પુરાવો છે.

એક સમયે વાઘોનો આશ્રયસ્થાન રહેલું ગુજરાત આજે ફરીથી તેના પગરવ સાંભળી રહ્યું છે. વાઘ ગુજરાતમાંથી કેવી રીતે અદૃશ્ય થયો? હવે ફરીથી કેમ દેખાઈ રહ્યો છે? અને ભવિષ્યમાં ગુજરાતે શું કરવું જોઈએ? આ સવાલો હવે પૂછાઇ રહ્યા છે. ગુજરાતમાં વાઘોના ભૂતકાળ, વર્તમાન અને વાઘના સંભવિત ભવિષ્યની વાત આપણે કરીએ.

-વાઘ ગુજરાતમાંથી કેવી રીતે અદૃશ્ય થયો

ડાંગ, નર્મદા, સાબરકાંઠા અને ભરૂચ જેવા જિલ્લાઓમાં 1960ના દાયકા સુધી લગભગ 50 વાઘ વસતા હતા. ચિત્તલ, સાંભર અને જંગલી ડુક્કર તેમનો ખોરાક હતા. પરંતુ માનવીની લાલચ અને વનોના નાશે આ સંતુલન તોડી નાખ્યું. છેલ્લે વર્ષ 1983માં ડાંગના વઘઈમાં છેલ્લો વાઘ શિકારીઓએ મારી નાંખ્યો હોવાની જાણકારી મળે છે.

ખેતી, ડેમ અને વસાહતો માટે જંગલો કપાયા, તેમના ખોરાકની સંખ્યા ઘટી અને વાઘ બીજે ભટકવા લાગ્યા. 1989માં વન વિભાગે વાઘને સત્તાવાર રીતે ગુજરાતમાંથી લુપ્ત જાહેર કર્યો.

 -રતનમહાલમાં વાઘની વાપસી

ફેબ્રુઆરી 2025માં મધ્યપ્રદેશથી એક યુવાન નર વાઘ વિંધ્યાચલ કોરિડોર થઈને રતનમહાલ આવ્યો અને અહીં જ રહી ગયો. અહીં જંગલો બચ્યા હોવાથી, ચિત્તલ-નીલગાયની સારી સંખ્યા અને પાણીની સતત ઉપલબ્ધતાએ તેને રોકી રાખ્યો. ગુજરાતના વનમંત્રી અર્જુન મોઢવડિયાએ તેને “ઐતિહાસિક ક્ષણ” ગણાવી છે. તેમણે કહ્યું કે  હવે ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં સિંહ, દીપડો અને વાઘ – ત્રણેય બિગ કેટ્સ એકસાથે છે.

-ભવિષ્ય શું હશે

જો માદા વાઘ આવે તો એક દાયકામાં 10થી 20 વાઘની વસ્તી શક્ય છે. કેન્દ્ર સરકાર રતનમહાલને “ટાઈગર આઉટસાઇડ ટાઇગર રિઝર્વ ” યોજનામાં સામેલ કરવાનું વિચારી રહી છે. પરંતુ પાણીની અછત, માનવ-વન્યજીવ સંઘર્ષ અને અનિયંત્રિત પર્યટન મોટા પડકારો છે.

ગુજરાતે શું કરવું જોઈએ?

ખોરાકની સંખ્યા વધારવી – ગિરથી ચિત્તલ, મધ્યપ્રદેશથી સાંભર લાવવા.

કોરિડોર સુરક્ષિત કરવા – મધ્યપ્રદેશ સાથે મળીને વિંધ્યાચલ કોરિડોર વિસ્તારવો.

માનવ-વાઘ સંઘર્ષ ઘટાડવો – ગ્રામજનોને વૈકલ્પિક આજીવિકા અને પશુઓનું વળતર આપવું.

રતનમહાલને રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપીને સુરક્ષા અને નાણાકીય સહાય મેળવવી.

 

About The Author

Related Posts

Top News

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીની હત્યા કરવામાં આવી. તાજેતરના...
Business 
પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -03-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.