- Gujarat
- શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ સુરત દ્વારા આયોજિત પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહ
શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ સુરત દ્વારા આયોજિત પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહ
શ્રી ભાવનગર જિલ્લા પટેલ એજ્યુ & મેડીકલ ટ્રસ્ટ સુરત પ્રેરીત શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ સુરત દ્વારા આયોજિત પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહનું આયોજન
સુરતમાં વસતા પાટીદાર સમાજ દ્વારા શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ સુરતના આયોજન હેઠળ પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહ યોજવામાં આવી રહ્યો છે. આ ભવ્ય સમારોહમાં જળશકિત મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તાજેતરમાં ગુજરાત રાજ્ય સરકારમાં નવ નિયુક્તિ પામેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનું અને સુરત શહેર મેયર દક્ષેશ માવાણીનું પાટીદાર સમાજ તરફથી હાર્દિક અભિનંદન તથા સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે સમાજના વિવિધ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ જેવી કે શૈક્ષણિક સંસ્થાઓ, મેડીકલ એસોસિએશન, ઔદ્યોગિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, બિલ્ડર્સ એસોસિએશન જેવી 200 જેટલી સંસ્થાઓ મળી આ યુવા મંત્રીને ઉત્સાહભેર અભિવાદન આપશે, જેથી તેઓ રાજ્ય અને સમાજના વિકાસમાં વધુ ઉર્જા અને પ્રતિબદ્ધતાથી સેવા આપી શકે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા અને સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિ કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવશે. આ કાર્યક્રમ પાટીદાર સમાજની એકતા, સમાજસેવા અને રાષ્ટ્રીય ઉત્કર્ષના વિચારને વધુ બળ આપશે.
આ કાર્યક્રમને અનુલક્ષીને સુરતમાં કતારગામ વિસ્તારમાં સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં યુવાનો દ્વારા મોટા વરાછા બ્રોકર એસોસિએશન, સરથાણા - લસકાણાના જાગ્રુત નાગરીકો દ્વારા જે.બી ડાયમંડ સ્કુલ ખાતે તથા વીવર્સ એસોસીયેશન દ્વારા અંજની ઇન્ડસ્ટિઝમા મીટીંગ કરવામા આવી હતી.
આ કાર્યક્રમ જે.બી. ડાયમંડ એન્ડ કાર્પ વિદ્યાસંકુલ, ડાયમંડ નગર સામે, કામરેજ રોડ, લસકાણા, સુરત ખાતે શુક્રવાર, 14 નવેમ્બર 2025 - સાંજે 5:00 વાગ્યે યોજાશે.

