AI ટેક્નોલોજી આધારિત જ્વેલરી ડિઝાઇનનો યુગ શરૂ: ISGJએ કતારગામમાં નવું GenZ કેમ્પસ શરૂ કર્યું

સુરત. સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે એક નવો અને ટેક્નોલોજીથી સમૃદ્ધ અધ્યાય શરૂ થયો છે. ઇન્ટરનેશનલ સ્કૂલ ઑફ જેમ્સ એન્ડ જ્વેલરી (ISGJ)એ કતારગામ ખાતે પોતાના નવા Next GenZ કેમ્પસનો પ્રારંભ કર્યો છે, જ્યાં AI આધારિત જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ કોર્સિસ શીખવાડવામાં આવશે.

ડાયમંડ અને જ્વેલરી ક્ષેત્રમાં વિશ્વસ્તરીય શિક્ષણ આપતી આ પ્રતિષ્ઠિત સંસ્થા હવે શહેરના હીરા ઉદ્યોગના હૃદયસ્થાન સમા કતારગામ સુધી પહોંચી છે.
નવા કેમ્પસમાં વિદ્યાર્થીઓને 15 પ્રકારના અલગ અલગ જેમ્સ, જ્વેલરી, ડાયમંડ, ડાયમંડ ગ્રેડિંગ, વેલ્યુએશન અને એઆઈ–બેઝ્ડ ડિઝાઇન કોર્સિસ શીખવાડવામાં આવશે. આ કોર્સિસ નવી પેઢીને વૈશ્વિક જ્વેલરી માર્કેટની માંગ પ્રમાણે હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ પૂરી પાડશે.

39

ISGJ વતી કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે, “કતારગામ ખાતે શરૂ થયેલું આ નવું જ્વેલરી ડિઝાઇન અને રિસર્ચ સેન્ટર આવનારા સમયમાં કતારગામ અને આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો યુવાનોને રોજગારી અને આત્મનિર્ભરતાની તક આપશે. અહીં નવીનતમ હાઈ-ટેક અને AI ટેક્નોલોજીના આધારે ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ શીખવાડવામાં આવશે.”

કતારગામ કેમ્પસ 5,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાં સ્ટેટ-ઓફ-દ-આર્ટ વર્ગખંડો, અદ્યતન લેબોરેટરી, મશીનરી અને ટેક્નોલોજીની સુવિધાઓ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓને રિયલ ઈન્ડસ્ટ્રી જેવી પરિસ્થિતિમાં કામ કરવાનો અનુભવ મળે તે રીતે આ ઈન્સ્ટિટ્યૂટ ડિઝાઇન કરાયું છે.

40

ISGJના કેમ્પસ હાલમાં અમદાવાદ, હૈદરાબાદ, શ્રીલંકા અને રશિયામાં કાર્યરત છે અને હવે આફ્રિકામાં પણ તેની હાજરીની તૈયારી છે. સંસ્થા હાલમાં 27થી વધુ વિશિષ્ટ કોર્સિસ આપે છે, જેમાં ભારતનો પ્રથમ BBA in Jewellery Design & Management અને MBA in Jewellery Business Managementનો સમાવેશ થાય છે. અત્યાર સુધી 25,000થી વધુ વિદ્યાર્થીઓ ISGJમાંથી ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે.

 

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.