સુરતનો એક એવો ટોલ પ્લાઝા, જ્યાં ટોલ ભરવા રોકાવું નહીં પડે; કલેક્શન માટે રસ્તા વચ્ચે નથી કોઈ બૂથ

ટોલ પ્લાઝા પાસે લાગતો જામ હકીકતમાં એક આફત જ છે. લાઈનમાં ઉભા રહો, તમારો વારો આવે ત્યાં સુધી રાહ જુઓ, અને પછી તમારો ટોલ કપાવો. ક્યારેક-ક્યારેક ખરેખર તે કંટાળાજનક છે. પરંતુ હવે એવું લાગે છે કે, ટૂંક સમયમાં આ સિસ્ટમમાંથી રાહત મળવાની છે. ફાસ્ટેગથી પૈસા કપાતા રહેશે, પરંતુ તમારે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે.

ગુજરાતમાં દેશનો પહેલો મલ્ટી-લેન બેરિયર-ફ્રી ટોલ પ્લાઝા બનાવવામાં આવ્યો છે. મતલબ કે ટોલ બૂથ પર પૈસા ચૂકવવા માટે રોકાવાની જરૂર નથી. કારણ કે સિસ્ટમ તો હવામાં છે. ટોલ ત્યાં જ કપાઈ જશે. જેઓ પ્રામાણિકપણે ટોલ ચૂકવે છે તેમનો પણ, જેઓ ગુંડાગીરી અને ધાકધમકી બતાવીને ટેક્સ આપતા બચે છે તેમનો ટોલ પણ કપાશે. લડાઈની કોઈ શક્યતા નથી, કારણ કે સિસ્ટમ તો હવામાં છે.

Toll-Plaza1
deshgujarat.com

આ સિસ્ટમ NH48ના સુરત-ભરૂચ વચ્ચે આવતા ચોર્યાસી ટોલ પ્લાઝા પર લાગૂ કરવામાં આવી છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) 2 ફેબ્રુઆરીથી આ સિસ્ટમનું પરીક્ષણ કરી રહી છે. સોશિયલ મીડિયા પર બાધા રહિત ટોલ સિસ્ટમનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, રસ્તા વચ્ચે કોઈ ટોલ કલેક્શન બૂથ નથી. ત્યાં માત્ર એક મેટલ સ્ટ્રેચ એટલે કે એક થાંભલો છે, જે પર કેમેરા, સેન્સર અને RFID રીડર્સથી સજ્જ છે. જ્યારે વાહનો અહીથી પસાર થાય છે, ત્યારે તેમને ધીમી ગતિએ વાહન ચલાવવાની જરૂર નહીં રહે.

Toll-Plaza2
constructionweekonline.in

આ સેન્સર અને રીડર્સ એ વાહનોની નંબર પ્લેટને વાંચીને FASTagથી ટોલ કાપશે. આ સિસ્ટમમાં હાઇ-સ્પીડ FASTag RFID રીડર, ANPR કેમેરા અને લેન સ્ટેટસ ઈન્ડિકેટર પણ શામેલ છે. ANPR કેમેરા એટલે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન. આ સ્પીડ કેપ્ચર કેમેરામાં વપરાતી ટેક્નોલોજી છે. આ ઇમેજ-પ્રોસેસિંગ ટેક્નોલોજી વાહન નંબર પ્લેટ વાંચવા માટે ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન (OCR)નો ઉપયોગ કરે છે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં બેરિયર-ફ્રી ટોલ પ્લાઝાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘2026ના અંત સુધીમાં દેશભરમાં AI-આધારિત હાઇવે મેનેજમેન્ટ પૂર્ણ કરી લેવામાં આવશે, ત્યારબાદ લાંબી લાઈનમાં ઊભા રહેવું નહીં પડે.

Nitin Gadkari
jansatta.com

તેમણે કહ્યું હતું કે, ‘બેરિયર વિનાની ટોલ સિસ્ટમ એક સારી સુવિધા છે. પહેલાં, આપણે ટોલ પર ચૂકવણી કરવી પડતી હતી, અને તેમાં 3-10 મિનિટનો સમય લાગતો હતો. પછી, FASTagને કારણે, સમય ઘટીને 60 સેકન્ડ કે તેથી ઓછો થઈ ગયો. આવકમાં પણ ઓછામાં ઓછા 5,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે. (MLFF) આવ્યા બાદ FASTagsની જગ્યા લેતા હવે કારો મહત્તમ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટોલ પ્લાઝા પાર કરી શકશે, અને ટોલ પ્લાઝા પર કોઈને રોકવામાં નહીં આવે.

આ સિસ્ટમ હાલમાં સુરતમાં માત્ર ટ્રાયલ માટે લાગી છે. જો સફળ થશે, તો તે દેશભરના વિવિધ ટોલ પ્લાઝા પર લાગૂ કરવામાં આવશે. ત્યારબાદ, તમે જેવા જ હાઇવેને સ્પર્શ કરશો, ત્યાં લાગેલા કેમેરા નંબર પ્લેટ વાંચી લેશે. પછી, તમે જેટલી મુસાફરી કરશો, એટલો ટોલ તમારા ફાસ્ટેગમાંથી કાપી લેવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ભારતની જમીનમાં 500 કરોડ ટન કાચું સોનું દબાયેલું છે! શશિ થરૂરના દાવાથી મચ્યો ખળભળાટ

કોંગ્રેસના નેતા શશિ થરૂર પોતાના નિવેદનોને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેમણે કંઈક એવો દાવો કરી દીધો...
Politics 
ભારતની જમીનમાં 500 કરોડ ટન કાચું સોનું દબાયેલું છે! શશિ થરૂરના દાવાથી મચ્યો ખળભળાટ

25 લાખ લઈને ટિકિટ ખેંચી લો... કોંગ્રેસના ઉમેદવાર બીના મોદીને મળી ઓફર પણ તેમણે...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ખેચવાનો છેલ્લો દિવસ છે ત્યારે પાર્ટીઓ અન્ય ઉમેદવારોને ફોર્મ ખેચાવવા માટે સામ, દામ અને...
Gujarat 
25 લાખ લઈને ટિકિટ ખેંચી લો... કોંગ્રેસના ઉમેદવાર બીના મોદીને મળી ઓફર પણ તેમણે...

ઈનોવાને ટક્કર મારવા આવી 7-સીટર ઇલેક્ટ્રિક કાર, એક ચાર્જ પર 517 Km રેન્જ, 10 વર્ષની બેટરી વોરંટી અને કિંમત...

ભારતીય કાર બજારમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા સતત વધી રહી છે. આ દરમિયાન, વિયેતનામી કાર ઉત્પાદક VinFastએ તેની નવી...
Tech and Auto 
ઈનોવાને ટક્કર મારવા આવી 7-સીટર ઇલેક્ટ્રિક કાર, એક ચાર્જ પર 517 Km રેન્જ, 10 વર્ષની બેટરી વોરંટી અને કિંમત...

2 કરોડના બંગલામાં રહેતા પોલીસકર્મીને ત્યાં દરોડો; તાજ હોટેલમાં મજા માણતો, કરોડોની 'બેનામી' સંપત્તિ મળી

બિહાર પોલીસના વધુ એક અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. આર્થિક ગુના એકમ (EOU)એ કિશનગંજ સદર પોલીસ સ્ટેશનના...
National 
2 કરોડના બંગલામાં રહેતા પોલીસકર્મીને ત્યાં દરોડો; તાજ હોટેલમાં મજા માણતો, કરોડોની 'બેનામી' સંપત્તિ મળી
Copyright (c) Khabarchhe All Rights Reserved.