સુરતમાં યોગદા સત્સંગ સોસાયટીનો ક્રિયાયોગ કાર્યક્રમ સંપન્ન, 5 આધ્યાત્મિક પુસ્તકોનું વિમોચન

સુરતઃ પરમહંસ યોગાનંદજીએ સ્થાપેલી યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયાના સુરત દ્વારા આજરોજ ઇચ્છાનાથ–ડુમસ રોડ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ગેસ્ટ હાઉસ ખાતે ક્રિયાયોગ પર વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. “આનંદમય અને સફળ જીવનની કુંજી - ક્રિયાયોગ વિજ્ઞાન” વિષયક આ ધાર્મિક કાર્યક્રમમાં શહેરના અનેક જિજ્ઞાસુઓ ઉપસ્થિત રહ્યા હતા.

45

સાંજે 6થી 6:30 વાગ્યા દરમિયાન ભજનોથી કાર્યક્રમની શરૂઆત થઈ. ત્યારબાદ 6:30થી 7 વાગ્યા દરમિયાન આધ્યાત્મિક સાહિત્ય પર આધારિત પાંચ પુસ્તકોનું વિમોચન કરાયું, જેને હાજર શ્રોતાઓએ તાળીપાડી આવકાર્યું.

IMG_5262

મુખ્ય વક્તા સ્વામી શુદ્ધાનંદગીરીએ તેમના પ્રેરક સંદેશમાં જણાવ્યું કે પરમહંસ યોગાનંદજીએ શીખવેલ ક્રિયાયોગ વિજ્ઞાન મન, પ્રાણ અને ચેતનાને શુદ્ધ કરીને જીવનમાં શાંતિ અને સફળતાના દ્વાર ખોલે છે. તેમણે ગીતામાં ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને “તુ યોગી બન” કહેવાયેલી પ્રેરણાની વ્યાખ્યા કરતા યોગના વિવિધ માર્ગોમાં રાજયોગની વિશિષ્ટતા સમજાવી.

IMG_5240

સ્વામીએ વધુમાં કહ્યું કે ક્રિયાયોગ એ પ્રાણાયમની સર્વોચ્ચ રીત છે, જેનાથી મેરુદેહમાં સ્થિત ચક્રો જાગૃત થઈને ભક્ત આત્મસાક્ષાત્કારના માર્ગે આગળ વધે છે. આ માર્ગ જીવનના “કુરુક્ષેત્ર” જેવા આંતરિક સંઘર્ષોને જીતવામાં મદદરૂપ બને છે.

46

યોગદા સત્સંગ ઘ્યાન કેન્દ્ર, સુરત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લઇ આધ્યાત્મિક લાભ મેળવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સુખદ, શાંત અને આધ્યાત્મિક ઊર્જાથી ઓતપ્રોત માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.