લાલો, કૃષ્ણ સદાય સહાયતેની ટીમ પહોંચી Primex મીડિયાની ઓફિસે, ગીતા- કૃષ્ણ ચરિત્ર સાથે કરાયું સન્માન

સુરત. ગુજરાતી ફિલ્મ જગતમાં વખણાઈ રહેલી ફિલ્મ લાલો કૃષ્ણ સદાય સહાયતેની ટીમ આજે સુરતની મુલાકાતે હતી.આ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર અંકિત સખીયા અને કૃષ્ણનું પાત્ર જીવંત કરનાર શ્રૂહદ ગોસ્વામીએ દેશના અગ્રણી 360° બિઝનેસ કમ્યુનિકેશન નેટવર્ક અને પીઆર એજન્સી Primex મીડિયા પ્રાઈવેટ લિમિટેડની મુલાકાત લીધી હતી.

27

Primex મીડિયાના ડાયરેક્ટર રંજના દેસાઈ અને નિતેશ દેસાઈએ બંને કલાકારોનું પરંપરાગત રીતે શ્રીમદ ભગવદ્ ગીતા અને કૃષ્ણ ચરિત્ર પુસ્તક ભેટ આપી સ્વાગત કર્યું હતું. મુલાકાત દરમિયાન ફિલ્મની પાછળ રહેલા વિચારો, તેમની ટીમનું મહેનતભર્યું કાર્ય અને ફિલ્મ રિલીઝ બાદથી મળતો ઉષ્માભર્યો પ્રતિસાદ સહિત અનેક મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા કરાઇ હતી.

28

અંકિત સખીયાએ જણાવ્યું કે, ફિલ્મ સોશિયલ મેસેજ અને આધ્યાત્મિક ભાવના સાથે જોડાયેલી હોવાથી દર્શકોનો પ્રેમ સતત વધતો જાય છે. અભિનેતા શ્રૂહદ ગોસ્વામીએ પણ દર્શકોની પ્રશંસા બદલ આભાર વ્યક્ત કર્યો. Primex મીડિયાના સમગ્ર સ્ટાફે ફિલ્મની ટીમને આવનારા સમયમાં વધુ સફળતા અને વિશાળ પહોંચ મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

29

ઉલ્લેખનીય છે કે Primex મીડિયાના સુરત સ્થિત હેડકવાર્ટર્સની અત્યાર સુધી સુપરસ્ટાર હિતેન કુમાર સહિત ઢોલીવુડના અનેક જાણીતા કલાકારોએ મુલાકાત લીધી છે.  દેશના ઝડપી વિકસતા  360° બિઝનેસ કમ્યુનિકેશન નેટવર્ક,  પીઆર એજન્સી તરીકે Primex મીડિયા હાલમાં સુરત અને અમદાવાદમાં ઓફિસ ધરાવે છે. અને ટૂંક સમયમાં મુંબઈ તથા દિલ્હીમાં નવી ઓફિસ શરૂ કરવાની તૈયારીમાં છે.

About The Author

Related Posts

Top News

ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ટાટા ગ્રુપે રાજકીય પાર્ટીઓને મોટા પ્રમાણમાં ફંડ આપ્યું હતું. કુલ 914 કરોડ રૂપિયાના ફંડમાંથી ભાજપને...
Politics 
ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.