સુરતના ઉદ્યોગપતિની દીકરીઓના શિક્ષણ માટે 7500 અને ગણોત ખેડૂતોને પ્રતિ ખેડૂત 7500 રૂપિયાની આર્થિક સહાય

સુરત. દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ “હિરાબાનો ખમકાર” અભિયાન હવે લોકઅભિયાનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષ ભૂરા દેસાઈ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત અત્યાર સુધી 551 વ્યક્તિઓને શિક્ષણ સહાય આપવામાં આવી હતી, જ્યારે વધુ 551 દીકરીઓને સહાય અર્પણ કરતાં કુલ લાભાર્થીઓની સંખ્યા 1102 સુધી પહોંચી ગઈ છે. આ સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈને પણ પિયુષ દેસાઇએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા 7500 ગણોત ખેડૂતોને પ્રતિ ખેડૂત 7500 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે.

13

ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધનતેરસના શુભ દિવસે દરેક દીકરીને રૂ. 7,500ની શૈક્ષણિક સહાય આપવામાં આવી હતી. આ રીતે અત્યાર સુધીમાં કુલ રૂ. 41,32,500ની સહાય વિતરણ કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન દીકરીઓ અને તેમના માતાપિતાના ચહેરા પર આનંદ અને ગૌરવની ઝલક જોવા મળી હતી.

14

પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, “દીકરીને શિક્ષણ આપવું એ રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. હિરાબાના આશીર્વાદથી આ યજ્ઞ સતત આગળ વધારવાનો મારો સંકલ્પ છે.” તેમણે જણાવ્યું કે આ અભિયાન દ્વારા કુલ 21,000 દીકરીઓને શિક્ષણ સહાય પહોંચાડવાનો અને તેના માટે કુલ રૂ. 1575 કરોડની સહાય વિતરણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે.

12

કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ, સમાજસેવી અને શિક્ષણપ્રેમી વ્યક્તિઓએ પિયુષભાઈની આ અનોખી પહેલને બિરદાવી હતી અને તેને સમાજના અન્ય ઉદ્યોગપતિઓ માટે પ્રેરણારૂપ ગણાવી હતી.

15

ઉલ્લેખનીય છે કે, મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પિયુષભાઈ હાલમાં સુરતમાં ટેક્સટાઇલ, બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળ વ્યવસાય કરે છે. તેમ છતાં, સમાજસેવાની ભાવનાથી શરૂ કરાયેલ “હિરાબા નો ખમકાર” અભિયાન તેમની જીવનયાત્રાનું સૌથી સંતોષકારક અને અર્થપૂર્ણ કાર્ય બની રહ્યું છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.