જૈનમ બ્રોકિંગની ઈન્ડિયન ઓપ્શન્સ કોન્ક્લેવ 7.0 દેશવ્યાપી બહોળા પ્રતિસાદ સાથે સુરતમાં યોજાવા સજ્જ

ભારત/સુરત, 11 ફેબ્રુઆરી, 2026: રોકાણ ક્ષેત્રે વ્યાપક ઉકેલો પ્રદાન કરતી દેશની અગ્રણી ફાઈનાન્સિયલ સર્વિસિઝ કંપની જૈનમ બ્રોકિંગ લિમિટેડ આગામી 13-14 ફેબ્રુઆરી, 2026ના રોજ સુરતના સીઆઈઈસીસી ખાતે ઈન્ડિયન ઓપ્શન્સ કોન્ક્લેવ (આઈઓસી 0.7)ની સાતમી આવૃત્તિનું આયોજન કરવા સજ્જ છે. ભારતના અગ્રણી પ્લેટફોર્મ તરીકે ઓળખ સ્થાપિત કરનારી ઓપ્શન્સ ટ્રેડિંગ એજ્યુકેશન અને સમુદાયો સાથે જોડાણ કરતી આઈઓસી 7.0 રિટેલ ટ્રેડર્સ, બજારના અનુભવી સહભાગીઓ, રોકાણકારો, ફિનટેક ખેલાડીઓ અને એક્સચેન્જોને એકમંચ પર એકઠા કરશે.

20,000થી વધુ રજિસ્ટ્રેશન અને "સૌથી મોટા નાણાકીય રોકાણ પાઠ" બદલ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરનારી આઈઓસી 6.0ની સફળતા પર આધારિત આઈઓસી 7.0 કોન્ક્લેવની આગામી તબક્કાની યાત્રાનું નેતૃત્વ કરશે. "ઇવોલ્વ" થીમ પર આધારિત અને લર્ન, ટ્રાન્સફોર્મ (શીખો અને પરિવર્તન), ઇવોલ્વ" દ્વારા અનુવાદિત આગામી આવૃત્તિ પ્લેટફોર્મની કેન્દ્રિત ઓપ્શન્સ ટ્રેડિંગના શિક્ષણથી વધુ સર્વગ્રાહી, ભવિષ્ય માટે સજ્જ ટ્રેડિંગ અને રોકાણ ઇકોસિસ્ટમ તરફની પ્રગતિને પ્રતિબિંબિત કરે છે.

6

આ આગામી આવૃત્તિ પર ટીપ્પણી કરતાં જૈનમ બ્રોકિંગ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન મિલન પરીખે જણાવ્યું હતું કે, “આઈઓસીની કલ્પના શિક્ષણ-આધારિત પહેલ તરીકે કરવામાં આવી હતી, પરંતુ વર્ષોથી, તે એક રાષ્ટ્રીય પ્લેટફોર્મમાં તરીકે વિકાસ પામી છે. જે ભારતના વેપાર સમુદાયના વિકાસ અને પરિપક્વતાને પ્રતિબિંબિત કરે છે. જેમ જેમ બજારો, ટેકનોલોજી અને ભાગીદારી વિકસિત થઈ રહી છે, તેમ તેમ ટ્રેડર્સે શીખવા અને જોડાવવાની રીત પણ બદલવી જોઈએ. IOC 7.0 એ સહભાગીઓને જ્ઞાનથી આગળ પરિવર્તન તરફ આગળ વધવામાં મદદ કરવા માટે રચાયેલી છે, જે તેમને ગતિશીલ બજારના માહોલમાં આત્મવિશ્વાસ સાથે અનુકૂલન, સહયોગ અને વિકાસ સાંધવા સક્ષમ બનાવે છે.” 1500 સહભાગીઓ સાથે વર્ષ 2020માં શરૂ કરેલી આઈઓસી દેશવ્યાપી ચળવળ બની છે. જે ભારતના ડેરિવેટિવ્ઝ માર્કેટમાં વ્યૂહાત્મક ભાગીદારીને આકાર આપી રહી છે. વર્ષોથી આઈઓસીએ બજારનું પ્રેક્ટિકલ શિક્ષણ, લાઇવ ટ્રેડિંગ એક્સપોઝર અને પીઅર-આધારિત શિક્ષણની વધતી માંગને પ્રતિભાવ આપતા સ્કેલ, અવકાશ અને અસરમાં સતત વિસ્તરણ કર્યું છે. આઈઓસી 7.0 માટે પ્રારંભિક રજિસ્ટ્રેશનના વલણો દેશભરમાં તેની વિસ્તરી રહેલી હાજરી તથા સમાવિષ્ટ પહોંચને પ્રકાશિત કરે છે. 25થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, જેમાં મેટ્રો શહેરો તેમજ ટીઅર-2 અને ટીઅર-3 શહેરોમાંથી રજિસ્ટ્રેશન નોંધાયા છે, તે ભારતના ટ્રેડિંગ સમુદાયમાં આઈઓસીની સ્થિતિને મજબૂત બનાવે છે.

સુરતની આગેવાની હેઠળ ગુજરાત એક મજબૂત ભાગીદારી હબ તરીકે આગળ રહ્યું છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, આસામ, દિલ્હી એનસીઆર અને મધ્યપ્રદેશમાંથી પણ નોંધપાત્ર રૂચિ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, આ રજિસ્ટ્રેશન ફક્ત મુખ્ય શહેરો સુધી સીમિત રહ્યા નથી. નાગપુર અને નાસિક (મહારાષ્ટ્ર), લખનઉ અને કાનપુર (ઉત્તર પ્રદેશ), જયપુર અને ઉદયપુર (રાજસ્થાન), ગુવાહાટી અને દિબ્રુગઢ (આસામ) જેવા ઉભરતા ટ્રેડિંગ સેન્ટર્સમાંથી વધતી ભાગીદારી ભારતના નોન-મેટ્રો બજારોમાં ઓપ્શન ટ્રેડિંગના વધતા વલણ પર ભાર મૂકે છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં કુલ રજીસ્ટ્રેશનમાં મહિલાઓની ભાગીદારી 15 ટકાથી વધુ છે. જે ભારતના ઓપ્શન ટ્રેડિંગ ઇકોસિસ્ટમમાં ધીમા દરે પણ અર્થપૂર્ણ પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. રજિસ્ટ્રેશનમાં સતત વૃદ્ધિને ધ્યાનમાં લેતાં અંદાજ છે કે, આઈઓસી  7.0ના  બે દિવસીય કાર્યક્રમમાં 10,000 થી વધુ મુલાકાતીઓ ભાગ લેશે. જે તેને અત્યારસુધીની કોન્ક્લેવની સૌથી મોટી આવૃત્તિ બનાવશે.

8

શા માટે આઈઓસી 7.0 અત્યંત ખાસ છે? હર્ષુભ ટેક પ્રા.લિ.ના ડિરેક્ટર હર્ષુભ શાહ, મેરેથોન ટ્રેન્ડ્સ એડવાઈઝરીના સીઈઓ અતુલ સુરી, ફર્સ્ટ ગ્લોબલના ફાઉન્ડર અને સીએમડી દેવિના મેહરા, ટર્ટલ વેલ્થના સીઈઓ અને પોર્ટફોલિયો મેનેજર રોહન મહેતા, માર્કેટ વિઝાર્ડના ફાઉન્ડર આદિબ નુરાણી, મુલ્તિફીના સીઓઓ દર્શન રાઠોડ, ક્યુસીઆલ્ફાના ફાઉન્ડર અને સીઈઓ તનમય કુર્તકોતી અને બજારના અન્ય નિષ્ણાતો સહિત 50થી વધુ પ્રચલિત પ્રવક્તા અને લાઈવ ટ્રેડર્સ દ્વારા લાઈવ ટ્રેડિંગ સેશન્સ. ફિનટેક સોલ્યુશન્સ, ટ્રેડિંગ પ્લેટફોર્મ, એનાલિટિકલ ટુલ્સ, એજ્યુકેશન, ગ્લોબલ માર્કેટ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ સમર્થિત એક્ઝિબિશન, કોન્ફરન્સ, નેટવર્કિંગ ઝોન્સ સેગમેન્ટમાં આઈઓસીના 70થી વધુ પ્રદર્શનકારો દ્વારા ભારતનું પ્રથમ લાઈવ કોમોડિટી ટ્રેડિંગ સેશન નોન મેટ્રો અને ઉભરતા ટ્રેડિંગ હબ્સમાંથી વધતા પ્રતિનિધિત્વ સાથે દેશભરમાંથી મજબૂત ભાગીદારી અગ્રણી બજાર સંસ્થાઓ અને ઇકોસિસ્ટમ ભાગીદારો દ્વારા સમર્થિત, જેમાં ટાઇટલ પાર્ટનર, મલ્ટી ટ્રેડ્સ ઓફ ટેકના પ્લેટિનમ પાર્ટનર તરીકે ધ મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (MSEI); એક્સચેન્જ પાર્ટનર તરીકે NSE, BSE, MCX અને NCDEX; ક્લિયરિંગ પાર્ટનર તરીકે ICCL; ડિપોઝિટરી પાર્ટનર તરીકે CDSL; ટેક્નોલોજી પાર્ટનર તરીકે સિમ્ફની ફિનટેક અને કોમટેલ ઇન્ડિયા; નોલેજ પાર્ટનર તરીકે મલ્કન્સ વ્યૂ; અને સહાયક ભાગીદાર તરીકે SGCCI આઈઓસી 7.0 પ્રારંભિક, મધ્યવર્તી અને એડવાન્સ ટ્રેડર્સ  તેમજ રોકાણકારો, વ્યાવસાયિકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ખુલ્લું છે. તેની કેન્દ્રીય થીમ ઈવોલ્વ તથા લર્ન. ટ્રાન્સફોર્મ.ઈવોલ્વ તેની માર્ગદર્શક વાર્તા તરીકે રજૂ કરતી આ કોન્ક્લેવ બહુવિધ ભાગીદારીના ફોર્મેટ ઓફર કરે છે. જેમાં મફત મૂળભૂત ઍક્સેસથી લઈને પ્રીમિયમ અને વિશેષાધિકાર અનુભવો સુધીનો સમાવેશ થાય છે જે વર્ગખંડમાં શિક્ષણ, લાઇવ માર્કેટ સેશન્સ અને ક્યુરેટેડ નેટવર્કિંગ દ્વારા ઊંડા જોડાણને સક્ષમ બનાવે છે.

રજિસ્ટ્રેશન અહીં ખુલ્લું છે: https://www.jainam.in/indian-options-conclave- HYPERLINK "https://www.jainam.in/indian-options-conclave-7-0/?referral=PressRelease#ioc_plans"7-0 HYPERLINK "https://www.jainam.in/indian-options-conclave-7-0/?referral=PressRelease#ioc_plans"/?referral=PressRelease#ioc_plans

About The Author

Related Posts

Top News

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

મધ્ય પૂર્વમાં યુદ્ધના ઘર્ષણને કારણે મહારાષ્ટ્રના ખેડૂતો અને નિકાસકારોને ખુબ ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. દુબઈના જેબેલ...
Business 
યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.