- National
- અમદાવાદ પ્લેન ક્રેશ પર અમેરિકન રિપોર્ટમાં મોટો દાવો- ‘કેપ્ટને બંધ કર્યું હતું વિમાનના એન્જિનનું ફ્યૂ...
અમદાવાદ પ્લેન ક્રેશ પર અમેરિકન રિપોર્ટમાં મોટો દાવો- ‘કેપ્ટને બંધ કર્યું હતું વિમાનના એન્જિનનું ફ્યૂલ

અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયા વિમાનના 2 પાયલટો વચ્ચેની છેલ્લી વાતચીતનું કોકપીટ રેકોર્ડિંગ એ તરફ ઈશારો કરે છે કે, ‘કેપ્ટને વિમાનના એન્જિનમાં ફ્યૂલ બંધ કરી દીધું હતું. આ જાણકારી અમેરિકન મીડિયા વૉલ સ્ટ્રીટ જર્નલ તરફથી આપવામાં આવી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, બોઇંગ 787 ડ્રીમલાઇનર ઉડાવી રહેલા ફર્સ્ટ ઓફિસરે વધુ અનુભવી કેપ્ટનને પૂછ્યું કે, તેમણે રનવે પરથી ઉડાણ ભર્યાના તુરંત બાદ જ સ્વીચને કટઓફ સ્થિતિમાં કેમ કરી દીધી. રિપોર્ટ મુજબ, ફર્સ્ટ ઓફિસરે ગભરાટ બતાવ્યો, જ્યારે કેપ્ટન શાંત રહ્યો.
વિમાન દુર્ઘટનામાં કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરનો પણ જીવ ગયો, જેમને કુલ 15,638 કલાક અને 3,403 કલાક ઉડાણનો અનુભવ હતો. વૉલ સ્ટ્રીટ જર્નલે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)ના પ્રાથમિક અહેવાલના સંદર્ભ આપ્યો, જેમાં બતાવવામાં આવ્યું છે કે બંને એન્જિનના ફ્યૂલ કટઓફ સ્વીચ ઉડાણ ભર્યાની થોડી જ ક્ષણો એક બાદ એક કટઓફ પોઝિશન પર પહોંચી ગઈ હતી. રિપોર્ટ મુજબ, ઉડાણ ભરવા અને દુર્ઘટના વચ્ચેનો સમય માત્ર 32 સેકન્ડ હતો.

વૉલ સ્ટ્રીટ જર્નલે આ બાબતથી પરિચિતો, અમેરિકન પાઇલટો અને તપાસ પર નજર રાખી રહેલા સુરક્ષા વિશેષજ્ઞોના સંદર્ભે જણાવ્યું છે કે પ્રાથમિક અહેવાલમાં આપવામાં આવેલી વિગતોથી જાણવા મળે છે કે કેપ્ટને જ સ્વીચ બંધ કરી હતી. તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે, રિપોર્ટમાં એ બતાવવામાં આવ્યું નથી કે સ્વીચ બંધ કરવાનું ભૂલથી થયું કે જાણીજોઇને કરવામાં આવ્યું.
ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ (FIP)ના અધ્યક્ષ સી.એસ. રંધાવાએ ગુરુવારે વૉલ સ્ટ્રીટ જર્નલના પાયાવિહોણા રિપોર્ટની આકરી નિંદા કરી અને કાર્યવાહીની પણ વાત કહી. રંધાવાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે AAIBના પ્રાથમિક અહેવાલમાં પાયલટો દ્વારા એન્જિનમાં ઈંધણ પ્રવાહને નિયંત્રિત કરનારી સ્વીચ બંધ કરવાનો કોઈ ઉલ્લેખ નથી. અંતિમ રિપોર્ટ આવે તે અગાઉ લોકોએ કોઈ નિષ્કર્ષ ન કાઢવો જોઈએ.

તો નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, રિપોર્ટ માત્ર પ્રાથમિક તારણો પર આધારિત છે અને અંતિમ રિપોર્ટ જાહેર થવા સુધી કોઈ પણ પ્રકારના અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું ન જોઈએ.
Top News
બજાજ ઑગસ્ટથી બંધ કરી શકે છે EV પ્રોડકશન; આ છે કારણ
બીલ્ડિંગમાં જેટલું ઉપર રહેવા જશો એટલો વધુ ટેક્સ આપવો પડશે
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Opinion
