‘હિન્દુ નહીં રહે તો દુનિયા નહીં રહે....’, મણિપુરમાં મોહન ભાગવતે આવું શા માટે કહ્યું?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત મણિપુરની મુલાકાતે છે. શુક્રવારે પોતાના સંબોધનમાં તેમણે સભ્યતા, સમાજ અને રાષ્ટ્રની શક્તિનો ઉલ્લેખ કર્યો. આ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે આપણે સમાજનું એક બેઝિક નેટવર્ક બનાવ્યું છે અને તેના કારણે હિન્દુ સમાજ રહેશે. જો હિન્દુઓ નહીં રહે તો દુનિયા નહીં રહે. દરેક વ્યક્તિએ પરિસ્થિતિઓનો વિચાર કરવો પડે છે. પરિસ્થિતિઓ આવે છે અને જાય છે. વિશ્વના બધા દેશો પર વિવિધ પરિસ્થિતિઓ આવી અને ગઈ. તેમાં કેટલાક દેશો નષ્ટ થઈ ગયા. ગ્રીસ, ઇજિપ્ત અને રોમ બધા મટી ગયા, પરંતુ કંઈક વાત છે કે આપણું અસ્તિત્વ અખંડ છે.

Mohan-Bhagwat2
thehindu.com

તેમણે કહ્યું કે, ‘ભારત એક અમર સમાજ, અમર સભ્યતાનું નામ છે. બાકી બધા આવ્યા, ચમક્યા અને જતા રહ્યા. પરંતુ આપણે તે બધાના ઉદય અને પતન જોયા છે. આપણે હજુ પણ અસ્તિત્વમાં છીએ અને અસ્તિત્વમાં રહીશું કારણ કે આપણે સમાજનું એક બેઝિક નેટવર્ક બનાવ્યું છે. તેના કારણે, હિન્દુ સમાજ રહેશે. જો હિન્દુઓ અસ્તિત્વમાં નહીં રહે, તો દુનિયા નહીં. કારણ કે હિન્દુ સમાજ જ સમય સમય પર વિશ્વને ધર્મનો સાચો અર્થ અને માર્ગદર્શન પૂરું પાડે છે. આ આપણી ભગવાન દ્વારા આપવામાં આવેલી ફરજ છે.

ભાગવતે કહ્યું કે, દરેક સમસ્યાનો અંત સંભાવ છે.બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય ક્યારેય આથમ્યો નહીં. પરંતુ ભારતમાં તેના સૂર્યાસ્તની શરૂઆત થઈ. તેના માટે આપણે 90 વર્ષ સુધી પ્રયાસ કર્યા. 1857 થી 1947 સુધી, આપણે બધા આટલા લાંબા સમય સુધી સ્વતંત્રતા માટે લડ્યા. આપણે ક્યારેય તે અવાજને દબાવા ન દીધો. ક્યારેક ઓછો થઇ ગયો, ક્યારેક વધી ગયો, પરંતુ ક્યારેય દબાવા ન દીધો.

Mohan-Bhagwat
hindustantimes.com

તેમણે આત્મનિર્ભર અર્થતંત્ર પર ભાર મૂકતા કહ્યું કે દેશ એવો હોવો જોઈએ, જે કોઈ પર નિર્ભર ન રહે. આપણી અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે આત્મનિર્ભર હોવી જોઈએ. આપણે કોઈના પર નિર્ભર ન હોવા જોઈએ. આપણી પાસે આર્થિક ક્ષમતા, લશ્કરી ક્ષમતા અને જ્ઞાન ક્ષમતા હોવી જોઈએ. તે વધાવી જોઈએ. આપણું લક્ષ્ય હોવું જોઈએ કે, દેશ સુરક્ષિત રહે, સમૃદ્ધ રહે અને કોઈ પણ નાગરિક દુઃખી, ગરીબ કે બેરોજગાર ન રહે. બધા લોકો દેશ માટે કામ કરે અને સુખી જીવન જીવે.

About The Author

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.