‘ગૌમૂત્ર સૌથી સારી દવા છે...’, અમેરિકન યુટ્યુબર એલેક્સ સ્ટેને હિન્દુ ધર્મની ઉડાવી મજાક

અમેરિકન દક્ષિણપંથી લોકો માટે ભારતીય સંસ્કૃતિ, અહીંના લોકો, તેમના ઉચ્ચારણો અને આસ્થાની મજાક ઉડાવવી કોઈ નવી વાત નથી. ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે, જ્યાં કોમેડીના નામે ભારત, હિન્દુઓ અને તેની સંસ્કૃતિની મજાક ઉડાવવામાં આવી છે. અમેરિકન હાસ્ય કલાકાર અને રૂઢિચુસ્ત યુટ્યુબર એલેક્સ સ્ટેનનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અમેરિકન રાજ્ય ટેક્સાસમાં પ્લાનો સિટી કાઉન્સિલની બેઠકમાં, એલેક્સ સ્ટેને કંઇક એવું કર્યું કે જેની વ્યાપક ટીકા થઈ રહી છે. તેણે હિન્દુ ધાર્મિક માન્યતાઓની મજાક ઉડાવી હતી, જેના કારણે હાજર રહેલા ઘણા ભારતીય-અમેરિકનો વિરોધમાં કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા હતા.

Comedian
americankahani.com

એલેક્સ સ્ટેન પીળો કુર્તો, કાળી શોટ્સ, ચંપલ અને લાલ તિલક લગાવીને બેઠકમાં પહોંચ્યો હતો. તે પોતાના અભિનયમાં પોતાને ભારતની પવિત્ર ભૂમિ, ખૂબ દૂરથી આવેલા ભારતીય છોકરા તરીકે રજૂ કર્યો. અને પછી શરૂ કર્યો ભારતીય સંસ્કૃતિની મજાક ઉડાવવાનો સિલસિલો. તેના ભાષણ દરમિયાન, સ્ટેન વારંવાર ગાયો પ્રત્યે હિન્દુઓની ઊંડી ભક્તિની મજાક ઉડાવી રહ્યો હતો. તેણે કહ્યું કે ગાય દિવ્ય માતા છે, તેનું મૂત્ર, ગૌમૂત્ર, દવાનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે, અને તેનું છાણ, ગાયનું છાણ, પવિત્ર સોનું છે.

તેણે કહ્યું કે, હું ગાયની પૂજા કરું છું, પરંતુ ગાય કોઈ સામાન્ય પ્રાણી નથી. ગાય દિવ્ય માતા છે, તેનું દૂધ અમૃત છે, તેનું મૂત્ર, ગૌમૂત્ર દેવતાઓથી પ્રાપ્ત ઔષધિનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે, અને તેનું છાણ પવિત્ર સોનું છે, જે સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે વરદાન છે. આ બધું તે નકલી અને રૂઢિગત ભારતીય ઉચ્ચારણમાં બોલી રહ્યો હતો.

Comedian2
x.com/adarshahgd

એલેક્સ સ્ટેને 10 ફેબ્રુઆરીના રોજ પોતાના X એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો હતો, અને ત્યારથી તેની વ્યાપક ટીકા થઈ રહી છે. ઘણા યુઝર્સે તેને જાતિવાદી અને ઇરાદાપૂર્વક અપમાનજનક ગણાવ્યું છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, યુવાન ભારતીય છોકરો પ્લાનોના મેયરને મુસ્લિમ બ્રધરહુડ અને તેના HOA એસોસિએશનના હુમલાને રોકવામાં મદદ માટે વિનંતી કરી રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક ભારતીય પ્રેક્ષકો બેઠક વચ્ચે જ છોડીને જતા જોવા મળ્યા, કદાચ સ્ટેન દ્વારા ભારત અને તેની સંસ્કૃતિની મજાક ઉડાવવાને કારણે આમ કર્યું હોય શકે છે.

About The Author

Related Posts

Top News

અજમેર મેયર ચૂંટણીઃ BJPના 32 કોર્પોરેટર હતા, કોંગ્રેસના 37 કોર્પોરેટર હતા, છતા મેયર ભાજપના બન્યા

રાજસ્થાનમાં 9 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી નાગરિક ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી શહેરમાં સરકારો ચૂંટવાની પ્રક્રિયા શરૂ થઈ. સોમવારે રાજ્યની મ્યુનિસિપલ...
National 
અજમેર મેયર ચૂંટણીઃ BJPના 32 કોર્પોરેટર હતા, કોંગ્રેસના 37 કોર્પોરેટર હતા, છતા મેયર ભાજપના બન્યા

શું સામાન્ય CBC ટેસ્ટથી બ્લડ કેન્સર પકડી શકાય?

ઘણા લોકો નિયમિત હેલ્થ ચેકઅપ દરમિયાન કરાવવામાં આવતો CBC (Complete Blood Count) રિપોર્ટ હાથમાં આવ્યા પછી તેની કેટલીક માહિતી જોઈને...
Charcha Patra 
શું સામાન્ય CBC ટેસ્ટથી બ્લડ કેન્સર પકડી શકાય?

'ખિસ્સામાંથી લાંચના પૈસા નીકળવા જ પૂરતા નથી, પરંતુ લાંચ માંગી હોવાનું સાબિત થવું જરૂરી છે'; લાંચ કેસમાં હાઇ કોર્ટનો નિર્ણય

છત્તીસગઢ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સ્પષ્ટતા કરી છે કે, લાંચ તરીકે લેવામાં આવેલી નોટોનું મળી આવવું ભ્રષ્ટાચાર નિવારણ કાયદા...
National 
'ખિસ્સામાંથી લાંચના પૈસા નીકળવા જ પૂરતા નથી, પરંતુ લાંચ માંગી હોવાનું સાબિત થવું જરૂરી છે'; લાંચ કેસમાં હાઇ કોર્ટનો નિર્ણય

અમેરિકામાં માતા અને પુત્રએ શારીરિક સંબંધ બનાવતા ધરપકડ, મહિલાએ પોલીસને કહ્યું, 'ફક્ત 100 વખત બન્યું'

દુનિયા કેટલી વિચિત્ર છે. તે આપણી કલ્પનાની પણ બહાર છે. કેટલાક લોકો એવી બાબતો વિશે જાણીને ચોંકી જાય છે જેને...
World 
અમેરિકામાં માતા અને પુત્રએ શારીરિક સંબંધ બનાવતા ધરપકડ, મહિલાએ પોલીસને કહ્યું, 'ફક્ત 100 વખત બન્યું'
Copyright (c) Khabarchhe All Rights Reserved.