હવે કોઈ ભારતને તોડી શકશે નહીંઃ મોહન ભાગવત

મુંબઈમાં આયોજિત 'મુંબઈ વ્યાખ્યાનમાળા'ના બીજા દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે '100 Years of Sangh Journey - New Horizons' વિષય પર આયોજિત આ કાર્યક્રમમાં તેમણે જાતિવાદ, ભાષા વિવાદ અને ધર્માંતરણ જેવા ગંભીર વિષયો પર સંગઠનનું વલણ સ્પષ્ટ કર્યું હતું.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે ભારતની બદલાતી વસ્તી ગતિશીલતાને સંબોધવા માટે સરકારના પ્રયાસો વિશે વાત કરી. મોહન ભાગવતે જણાવ્યું હતું કે સરકારે અગાઉ દેશના વસ્તી માળખાને બદલવા માટે પૂરતું કામ કર્યું નથી. આ દિશામાં ગંભીર પ્રયાસો છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં જ શરૂ થયા છે. ભારતમાં પોપ્યુલેશન ડાયનામિક્સ બદલવા પાછળનું કારણ જન્મ દરમાં અસંતુલન અને ગેરકાયદેસર ઘૂષણખોરી છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે હવે સરકારે આના પર કામ શરૂ કરી દીધું છે, તો તે ચોક્કસપણે સફળ થશે. તેમણે વધુમાં કહ્યું, "હવે કોઈ ભારતને તોડી શકશે નહીં. જે કોઈ ભારતને તોડવાનો પ્રયાસ કરશે તે પોતે જ તૂટી જશે."

જાતિવાદ અને સંગઠનનું માળખું

જાતિના પ્રશ્ન પર ભાગવતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, "સંઘમાં કોઈપણ જાતિની વ્યક્તિ સર્વોચ્ચ પદ સુધી પહોંચી શકે છે. અનુસૂચિત જાતિ કે જનજાતિ હોવું એ કોઈ અવરોધ નથી અને બ્રાહ્મણ હોવું એ કોઈ વિશેષ લાયકાત નથી." તેમણે સ્વીકાર્યું હતું કે શરૂઆતના તબક્કે સંઘમાં બ્રાહ્મણોની સંખ્યા વધુ હતી, પરંતુ આજે સંગઠન તમામ જાતિઓ માટે સમાન રીતે કામ કરે છે.

02

RSSના ફંડિંગ અંગે ચાલી રહેલી જિજ્ઞાસા પર વિરામ મુકતા તેમણે કહ્યું કે, સંગઠન મુખ્યત્વે સ્વયંસેવકોના સહયોગથી ચાલે છે. પ્રવાસ દરમિયાન પણ કાર્યકરો હોટલમાં જમવાને બદલે સ્વયંસેવકોના ઘરે રોકાય છે અને તેમના દ્વારા આપવામાં આવેલ ભોજન જ લે છે.

ભાષા વિવાદ અને ધર્માંતરણ

  • ભાષા: અંગ્રેજી ભાષા અંગે તેમણે કહ્યું કે, "અમારે અંગ્રેજી સાથે કોઈ વેર નથી. જ્યાં તેના વિના કામ ન ચાલે ત્યાં અમે તેનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ અમારો આગ્રહ હંમેશા માતૃભાષા અથવા હિન્દીના પ્રયોગ પર જ હોય છે." તેમણે ભાષા વિવાદને 'સ્થાનિક બીમારી' ગણાવી હતી.
  • ધર્માંતરણ (ઘર વાપસી): ધર્માંતરણ પર બોલતા તેમણે જણાવ્યું કે અલગ-અલગ ધાર્મિક વિચારોનું સન્માન થવું જોઈએ. જોકે, જેમનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે, તેમને તેમની ઈચ્છાથી પરત લાવવા જોઈએ (ઘર વાપસી). તેમણે કવિ નારાયણ વામનરાવનું ઉદાહરણ આપીને કહ્યું કે તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હોવા છતાં અમે તેમનું સન્માન કરીએ છીએ.

03

મુસ્લિમ વિસ્તારો અને ગેરકાયદેસર પ્રવાસીઓ

મુસ્લિમ વિસ્તારોમાં કામ કરતી વખતે આવતા પડકારો વિશે તેમણે સલાહ આપી કે જો કોઈ અપશબ્દો કહે તો તેની પ્રતિક્રિયા ન આપવી જોઈએ, કારણ કે તેનાથી ટકરાવ વધે છે. ગેરકાયદેસર પ્રવાસીઓ મુદ્દે તેમણે સરકારને અપીલ કરી કે તેમની ઓળખ કરી તેમને દેશનિકાલ કરવા જોઈએ. સાથે જ ભારપૂર્વક કહ્યું કે, ભારતમાં વેપારની તકો ભારતીયોને જ મળવી જોઈએ, પછી ભલે તેઓ ગમે તે ધર્મના હોય.

About The Author

Top News

ગુજરાત કોંગ્રેસના નેતા બોલ્યા- ‘એક માણસથી કોંગ્રેસ ન ચાલે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ...’

ગુજરાતના રાજકારણમાં આગામી સમયમાં જાહેર થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, તેવા ટાણે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ...
Politics 
ગુજરાત કોંગ્રેસના નેતા બોલ્યા- ‘એક માણસથી કોંગ્રેસ ન ચાલે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ...’

શું પેટ્રોલના ભાવ 100ને વટાવી જશે? ટ્રમ્પના કારણે એક ઝટકે વધવાની થઈ રહી છે ચર્ચા

ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલી ટ્રેડ ડીલની ખૂબ જ ચર્ચા ચર્ચા ચાલી રહી છે. તેની કિંમત કદાચ સામાન્ય...
Business 
શું પેટ્રોલના ભાવ 100ને વટાવી જશે? ટ્રમ્પના કારણે એક ઝટકે વધવાની થઈ રહી છે ચર્ચા

45 લાખની અંડરવિયર જોઈ છે તમે? અમદાવાદ એરપોર્ટ ભેજાબાજને કસ્ટમે પકડ્યો

એરપોર્ટ પર સોના-ચાંદીની તસ્કરીના કિસ્સા પણ સામે આવતા હોય છે. લોકો અલગ અલગ પેંતરા અજમાવતા હોય છે, પરંતુ કસ્ટમ...
Gujarat 
45 લાખની અંડરવિયર જોઈ છે તમે? અમદાવાદ એરપોર્ટ ભેજાબાજને કસ્ટમે પકડ્યો

‘PM Cares ફંડ પર કોઈ સવાલ નહીં પૂછી શકાય’, PMOએ લોકસભા સચિવાલયને સ્પષ્ટ સૂચના આપી, કારણ પણ જણાવ્યું

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ લોકસભા સચિવાલયને PM CARES ફંડ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. PMOએ જણાવ્યું છે કે...
Politics 
‘PM Cares ફંડ પર કોઈ સવાલ નહીં પૂછી શકાય’, PMOએ લોકસભા સચિવાલયને સ્પષ્ટ સૂચના આપી, કારણ પણ જણાવ્યું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.