દીકરીના સપનાની સ્કુટી ખરીદવા માટે ચા વેચનાર પિતાએ વર્ષો સુધી સિક્કા બચાવ્યા, ડ્રમમાં ભરી ખરીદવા શોરૂમ પહોંચ્યો!

પશ્ચિમ બંગાળના મિદનાપુરથી એક દિલને સ્પર્શી જાય તેવી એક વાત સામે આવી છે. અહીં એક ચા વેચનારે પોતાની દીકરીના સ્વપ્નને પૂરું કરવાના પ્રયાસોએ લોકોના દિલને સ્પર્શી લીધા છે. પોતાની દીકરીના સપનાની સ્કુટી ખરીદવાની આ વાત હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વાર્તામાં એક પિતાના અતૂટ પ્રેમ, વિશ્વાસ અને સંકલ્પ છુપાયેલો છે, ઘણા લોકોને આ હકીકતની વાર્તાએ પ્રેરણા આપી છે.

એક ગામમાં એક નાના ચા વેચનાર માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. જોવામાં ભલે તે ફક્ત એક ટુ-વ્હીલર હોઈ શકે છે, પરંતુ તેણે તેને ખરીદવા માટે એક એક પૈસો ભેગો કર્યો અને તેના માટે ચાર વર્ષ રાહ જોઈ.

ચંદ્રકોનાના મૌલા ગામના ચાની દુકાનના માલિક બચ્ચુ ચૌધરી, સિક્કાઓથી ભરેલા એક ડ્રમ સાથે ટુ-વ્હીલર શોરૂમમાં પહોંચ્યા, જે તેમણે તેમની દીકરીને તેના સપનાની સવારી ખરીદવા માટે વર્ષોથી કરેલી તેમની એકમાત્ર બચત હતી.

Tea Seller-Scooty
indiatoday.in

શનિવારે, શોરૂમના કર્મચારીઓએ એક દ્રશ્ય જોયું જે તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં. પોતાના ગામમાં એક નાની ચાની દુકાન ચલાવતા ચૌધરી, સ્કૂટર ખરીદવા માટે ખુબ વિનમ્ર ભાવે વિનંતી કરીને અંદર આવ્યા. શરૂઆતમાં, તેમણે પૂછ્યું કે શું તેઓ તેને હપ્તામાં ખરીદી શકે છે.

જ્યારે સ્ટાફ સંમત થયો, ત્યારે તેમણે તેમને અચકાતા અચકાતા એક સવાલ પૂછ્યો, શું શોરૂમ છૂટક સિક્કા સ્વીકારશે. આગળ શું થવાનું છે તેની જાણ વગર જ ત્યાંનો સ્ટાફ સંમત થઇ ગયો.

પછી ચૌધરી 10 રૂપિયાના સિક્કાથી ભરેલો એક મોટો ડ્રમ લઈને પાછા ફર્યા. સ્ટાફે જણાવ્યું કે ડ્રમ એટલો ભારે હતો કે તેને ઉપાડીને ફ્લોર પર ખાલી કરવામાં શોરૂમના 8 કર્મચારીઓને કામે લગાવવા પડ્યા.

Tea Seller-Scooty
aajtak.in

શોરૂમના ઇન્ચાર્જ કર્મચારી અરિંદમે કહ્યું, 'એક માણસ અમારા શોરૂમમાં સ્કૂટર માંગવા આવ્યો. જ્યારે અમે તેને બતાવી રહ્યા હતા, ત્યારે તેણે ખચકાટ સાથે કહ્યું કે તે તેને હપ્તામાં ખરીદવા માંગે છે. અમે સંમત થયા. પછી, થોડી હિંમત એકઠી કરીને, તેમણે પૂછ્યું કે શું અમે છૂટક સિક્કા સ્વીકારીશું. જ્યારે અમે હા પાડી, ત્યારે તેમણે અમને કહ્યું કે રકમ લગભગ 40,000 રૂપિયા હશે.'

'પાછળથી, જ્યારે તે સિક્કાઓથી ભરેલો એક મોટો ડ્રમ લઈને પાછો ફર્યો, ત્યારે અમે બધા સ્તબ્ધ થઈ ગયા. ડ્રમ એટલો ભારે હતો કે અમે તેને સરળતાથી ઉપાડી કે ખાલી કરી શકીએ તેમ ન હતા. શોરૂમના આઠ કર્મચારીઓના પ્રયાસોથી, અમે આખરે સિક્કાઓ ફ્લોર પર ખાલી કર્યા અને તેમને ગણવાનું શરૂ કર્યું. ડ્રમમાં રૂ. 69,000ની કિંમતના રૂ. 10ના સિક્કા, તેમજ અન્ય વિવિધ નોટો હતી. બધું ગણ્યા પછી, કુલ રકમ રૂ. 1 લાખ 10 હજાર થઈ.'

ચૌધરીના જણાવ્યા મુજબ, જ્યારે તેની નાની પુત્રીએ તેની પાસે એક વખત બાઇક માંગી ત્યારે તેણે બચત કરવાનું શરૂ કર્યું, જે ઇચ્છા તે સમયે તે પૂર્ણ કરી શક્યો ન હતો.

Tea Seller-Scooty
jansatta.com

ચૌધરીએ કહ્યું, 'મારી નાની પુત્રીને સ્કુટી જોઈતી હતી, તેથી મેં મારી પાસે જે થોડા પૈસા હતા તેમાંથી ચાની દુકાન ચલાવીને બચત કરવાનું શરૂ કર્યું, તે સમયે મને લાગ્યું કે મારી પાસે બાઇક માટે પૈસા નહીં થાય.'

જોકે, તે તેના સ્વપ્નને સાકાર કરવાનું નક્કી કરી ચુક્યો હતો અને તેની ચાની દુકાનની નજીવી કમાણીમાંથી દરરોજ સિક્કા અલગ રાખવા લાગ્યો. ચાર વર્ષ પછી, તેણે ગર્વથી તેની પુત્રી માટે બાઇક ખરીદી.

કર્મચારીઓએ એ પણ ખુલાસો કર્યો કે સિક્કાઓ ઉપરાંત, ડ્રમમાં વિવિધ નોટો પણ હતી, જેને એકત્રિત કરવામાં અને ગણવામાં શોરૂમના તમામ સ્ટાફને લગભગ બે કલાક અને 25 મિનિટ લાગી. લોકો કહે છે કે, આ એવું છે કે જે ફક્ત એક પિતા જ કરી શકે.

About The Author

Related Posts

Top News

RBIએ રેપોરેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો તેનાથી તમને જાણો શું ફાયદો થશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ મોનિટરી પોલિસીની બેઠકમાં એક મોટો નિર્ણય લીધો છે, જેમાં રેપો રેટમાં 25...
Business 
RBIએ રેપોરેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો તેનાથી તમને જાણો શું ફાયદો થશે

પુતિનની મુલાકાતથી ભારત અને રશિયાને શું ફાયદો થશે?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે અને 5 ડિસેમ્બરે પણ ભારત રહેવાના છે. તેમની 30 કલાકની ભારત...
World 
પુતિનની મુલાકાતથી ભારત અને રશિયાને શું ફાયદો થશે?

ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે દીવાલ બની છે

સુરતમાં ડિમોલીશનનો મુદો અત્યારે ચર્ચામાં છે. ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર પછી મેયર દક્ષેશ માવાણી અને કમિશ્નર અનુપમ સિંહ...
Gujarat 
ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે દીવાલ બની છે

મહારાષ્ટ્રમાં 25,000 શાળાઓ બંધ, ધોરણ 10ની બોર્ડ પરીક્ષા અગાઉ મોટું આંદોલન; જાણો શું છે કારણ

મહારાષ્ટ્રમાં આજે લગભગ 25,000 શાળાઓ બંધ રાખવામા આવી છે. 10મા ધોરણની બોર્ડની પરીક્ષા અગાઉ ખાનગી, આંશિક રીતે અનુદાનિત...
National 
મહારાષ્ટ્રમાં 25,000 શાળાઓ બંધ, ધોરણ 10ની બોર્ડ પરીક્ષા અગાઉ મોટું આંદોલન; જાણો શું છે કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.