અમદાવાદ પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસ કુમારને ઉંઘ નથી આવતી, કોઈને મળતા નથી

આજે દુનિયાના ઘણા લોકો તેમને સૌથી ભાગ્યશાળી વ્યક્તિ માને છે, પરંતુ 12 જૂનના રોજ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર મુસાફર વિશ્વાસ કુમાર રમેશ માટે, આ ઘટના એક મોટી દુર્ઘટના બની ગઈ છે, જેનાથી તેમના માટે સ્વસ્થ થવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. તેમના પિતરાઇ ભાઇએ જણાવ્યું કે, વિશ્વાસ હવે આ આઘાતમાંથી બહાર આવવા માટે મનોચિકિત્સકની મદદ લઈ રહ્યા છે.

ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક 40 વર્ષીય વિશ્વાસ, અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડમાં લંડન જતું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું ત્યારે બચી ગયેલા એકમાત્ર મુસાફર હતા. આ અકસ્માતમાં તેમના ભાઈ અજય, વિમાનમાં 241 અન્ય લોકો અને જમીન પર 19 લોકો માર્યા ગયા હતા.

Ramesh-Vishwas-Kumar2
ndtv.in

વિશ્વાસના પિતરાઇ ભાઇ સનીએ કહ્યું, 'દુર્ઘટના સ્થળનું દૃશ્ય, તેમના બચી જવાની યાદો અને ભાઈના મૃત્યુનો આઘાત હજુ પણ વિશ્વાસને ડરાવે છે. વિદેશમાં રહેતા અમારા ઘણા સંબંધીઓ પણ ઘણીવાર ફોન કરીને વિશ્વાસ વિશે પૂછે છે. પરંતુ તે કોઈની સાથે વાત કરતો નથી. અકસ્માત અને તેના ભાઈના મૃત્યુથી તે હજુ પણ માનસિક રીતે અસ્વસ્થ છે.'

તેણે કહ્યું, 'તે હજુ પણ અડધી રાતે જાગી જાય છે અને ફરીથી ઊંઘી શકતો નથી. બે દિવસ પહેલા, અમે તેને મનોચિકિત્સક પાસે લઈ ગયા હતા. તેની સારવાર હમણાં જ શરૂ થઈ છે, તેથી તેણે લંડન પાછા ફરવાનો કોઈ નિર્ણય લીધો નથી.'

Ramesh-Vishwas-Kumar1
abplive.com

વિશ્વાસને 17 જૂને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તે જ દિવસે, તેના ભાઈ અજયનો મૃતદેહ DNA મેચિંગ પછી પરિવારને સોંપવામાં આવ્યો હતો. વિશ્વાસ અને અજય કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં આવેલા દીવમાં તેમના પરિવારને મળ્યા પછી લંડન પરત ફરી રહ્યા હતા.

18 જૂને દીવમાં તેમના ભાઈના અંતિમ સંસ્કાર દરમિયાન, વિશ્વાસ તેના ભાઈના મૃતદેહને ખભા પર સ્મશાનગૃહ લઈ જતા જોવા મળ્યા હતા જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અકસ્માતના બીજા દિવસે, PM નરેન્દ્ર મોદી હોસ્પિટલમાં વિશ્વાસને મળ્યા હતા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી.

Ramesh-Vishwas-Kumar4
ndtv.in

અકસ્માતની થોડી મિનિટો પછી શૂટ કરાયેલા એક વીડિયોમાં, વિશ્વાસ કાટમાળમાંથી દૂર એમ્બ્યુલન્સ તરફ જતો જોઈ શકાય છે. કદાચ, આ ભયાનક યાદોથી છુટકારો મેળવવો તેના માટે કાટમાળમાંથી બહાર નીકળવા કરતાં પણ વધુ મુશ્કેલ હશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.