- Gujarat
- હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે જણાવ્યું ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે
હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે જણાવ્યું ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે
ગુજરાતમાં શિયાળાની શરૂઆત તો થઈ ગઈ છે, વાતાવરણ ઠંડુ થઈ ગયું છે, પરંતુ હજી ઠંડી જોઈએ તેવી જામી નથી. આ દરમિયાન આગાહીકાર અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી મુજબ, ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનની દિશાને કારણે સવારે અને સાંજે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત આખા ગુજરાતમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. ગુજરાતમાં આગામી 7 દિવસ ક્યાંય વરસાદ પડવાની શક્યતા નથી. આગામી 7 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની કોઈ શક્યતા નથી.
ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, હિમાલયના રાજ્યોમાંથી આકાશી પવનો મેદાની વિસ્તારોમાં ઠંડી વધારી રહ્યા છે. પંજાબ અને હરિયાણા પહેલાથી જ તીવ્ર ઠંડીનો સામનો કરી રહ્યા છે. જોકે, દિલ્હી-NCRમાં સવાર અને સાંજ સિવાય મધ્યમથી તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દિલ્હી-NCRમાં આગામી અઠવાડિયા સુધી તાપમાન ઘટવાની અપેક્ષા નથી. સરેરાશ લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી ઉપર રહેવાની અપેક્ષા છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ સિવાય ખાસ કરીને પૂર્વી અને મધ્ય ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ઠંડી વધી રહી છે.
ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, હિમાલયના રાજ્યોમાંથી આકાશી પવનો મેદાની વિસ્તારોમાં ઠંડી વધારી રહ્યા છે. પંજાબ અને હરિયાણા પહેલાથી જ તીવ્ર ઠંડીનો સામનો કરી રહ્યા છે. જોકે, દિલ્હી-NCRમાં સવાર અને સાંજ સિવાય મધ્યમથી તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દિલ્હી-NCRમાં આગામી અઠવાડિયા સુધી તાપમાન ઘટવાની અપેક્ષા નથી. સરેરાશ લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી ઉપર રહેવાની અપેક્ષા છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ સિવાય ખાસ કરીને પૂર્વી અને મધ્ય ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ઠંડી વધી રહી છે.
આ સાથે હવામાન વિભાગે માહિતી આપી છે કે, પૂર્વી રાજસ્થાનથી છત્તીસગઢ અને ઝારખંડ સુધી ઠંડીની સ્થિતિ રાજ્યના વિસ્તારોમાં પણ અસર કરી રહી છે. હવામાન વિભાગે તીવ્ર ઠંડીને ધ્યાનમાં રાખીને યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનો વિંધ્યાચલ પર્વતોને પાર કરીને મધ્ય પ્રદેશના આંતરિક ભાગોમાં પહોંચી રહ્યા છે. જેમ જેમ તેઓ વિંધ્યાચલ અને સાતપુરા પર્વતમાળાઓમાંથી પસાર થાય છે, તેમ તેમ ઠંડી હવા વધુ ગાઢ બને છે, જેનાથી તાપમાનમાં વધુ ઘટાડો થાય છે. આ ઠંડા પવનો છત્તીસગઢ અને ઝારખંડમાં ઠંડીને વધુ તીવ્ર બનાવે છે.
હવામાન વિભાગે સંકેત આપ્યો છે કે, આગામી અઠવાડિયામાં હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વિકસિત બે હવામાન સિસ્ટમને કારણે તાપમાનમાં વધારો થઈ શકે છે. સમુદ્રમાંથી ગરમ અને ભેજવાળા પવનો ઓડિશા, છત્તીસગઢ, પૂર્વી મધ્ય પ્રદેશ, તેલંગાણા અને પૂર્વી મહારાષ્ટ્રમાં ફેલાશે, જેના કારણે તાપમાનમાં થોડો વધારો થશે. આ સાથે, છત્તીસગઢ અને પૂર્વી મધ્ય પ્રદેશમાં ઠંડીની સ્થિતિ ધીમે ધીમે ઓછી થશે.
રાજ્યમાં શિયાળાની ઋતુની દસ્તક વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે કહ્યું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઘટવાની શક્યતા છે. યુરોપ અને એશિયા ખંડમાંથી આવતા ઠંડા પવનના કારણે ઠંડી પડી રહી છે. 18 નવેમ્બરથી 20 નવેમ્બર તાપમાનમાં વધારો થશે. હાલમાં લગભગ વાતારવરણ શુષ્ક રહેવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 18 થી 24 નવેમ્બરે વાતાવરણમાં પલટો આવશે. ત્યારે રાજ્યના વાતાવરણમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં આજથી હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, 19 નવેમ્બર આસપાસ આરબ સાગરમાં લો પ્રેશર બનશે. તો બીજી તરફ, 24 નવેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન અથવા સાયક્લોન બનવાની શક્યતા છે. આ કારણે દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. નવેમ્બરના અંત તબક્કા વાતાવરણમાં મોટો પલટો આવશે. ડિસેમ્બરની શરૂઆતમાં પણ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની શક્યતા છે.
તેમણે ખેડૂતોને સલાહ આપતા કહ્યું કે, રવિ પાકોમાં માટે સાનુકુળ વાતાવરણ રહશે. ઘઉં, જીરું સહિતના પાકો માટે હવામાન સારું રહેવાનું અનુમાન છે. ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે અને 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડશે. જાન્યુઆરી સુધીમાં લાનીનો બનવાના સંકેતને કારણે ઠંડી વધારે પડવાની શક્યતા છે.

