સીટેક્સ પ્રદર્શનમાં મેયરે કહ્યું, આગામી 4 મહિનામા સુરતમાં 100 ફલાઇટ ઉડશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર અને સુરત ટેક્ષમેક ફેડરેશનના સંયુકત ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦રપ–ર૬ના ત્રીજા વિશાળ પ્રદર્શન તરીકે સુરત ટેક્ષ્ટાઇલ મશીનરી એક્ષ્પો 'સીટેક્ષ– ર૦રપ'નો શનિવારથી ભવ્ય શુભારંભ થયો છે. સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે તા. રર, ર૩ અને ર૪ નવેમ્બર, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સીટેક્ષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

શનિવાર, તા. રર નવેમ્બર, ર૦રપના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સીટેક્ષ એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી ઉદ્‌ઘાટક તરીકે પધાર્યા હતા અને તેમના વરદ હસ્તે સીટેક્ષ એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશન સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી તેમજ સુરતના ઉદ્યોગોના વિકાસ અને વૈશ્વિક કનેકિટવિટીને ગતિ આપતું મહત્વપૂર્ણ માધ્યમ છે. સુરત શહેર ટેક્ષ્ટાઇલ ક્ષેત્રમાં દેશનો લીડર છે અને આવનારા સમયમાં આધુનિક મશીનરી અને નવી ટેકનોલોજીને કારણે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગમાં મોટા પાયે પરિવર્તન આવશે. ઉદ્યોગકારો દ્વારા અપનાવવામાં આવતી નવીનતા સુરતને વૈશ્વિક ટેક્ષ્ટાઇલ હબ તરીકે વધુ સશક્ત બનાવશે.

સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી નવી મશીનરી અને આધુનિક ટેકનોલોજી સાથે આગામી સમયમાં સુરત શહેરના વિકાસમાં અત્યંત મહત્વપૂર્ણ ફાળો આપશે. સુરત નજીક પી.એમ. મિત્રા પાર્ક માટે ભારતના કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલ તથા ગુજરાતના ઉપ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી સતત મિટિંગો કરી રહ્યા છે. બુલેટ ટ્રેન, દિલ્હી–મુંબઈ કોરિડોર, હજીરા ખાતે બંદરની ઝડપી વિકાસ પ્રક્રિયા અને સુરત એરપોર્ટ પર આગામી ૪૮ નવી ફલાઇટ્‌સ, આ બધા કામોને કારણે સુરત આગામી સમયમાં દેશના સૌથી વધુ કનેકિટવ સિટીમાં રૂપાંતરિત થશે. તેમણે જણાવ્યું હતું કે, આગામી ત્રણ–ચાર મહિનામાં સુરતમાંથી ૧૦૦ ફલાઇટ્‌સનું સંચાલન થવાનું આયોજન છે.

મેયરે વિશ્વાસ વ્યકત કર્યો કે આગામી પાંચ વર્ષમાં સુરતનું જીડીપી ડબલ થશે, કારણ કે સુરત જેટલું કનેકટીવિટી નેટવર્ક દેશના અન્ય કોઈ શહેર પાસે નથી. તેમણે કહયું હતું કે, સુરતનો સૂર્ય મધ્યાહને તપી રહ્યો છે, જેનો અર્થ છે કે સુરત વિકાસની શિખર પર આગળ વધી રહ્યું છે. સુરતના યુવાઓ અને ઉદ્યોગકારો સતત નવા ઇનિશિયેટિવ લઈ રહ્યા છે તે બાબતે તેમણે પ્રશંસા વ્યક્ત કરી હતી. ચેમ્બર ઉદ્યોગોના વિકાસ માટે જે રીતે સક્રિયતાપૂર્વક વિવિધ એકઝીબીશનો અને કાર્યક્રમો આયોજિત કરે છે, તેના માટે તેમણે ચેમ્બરને અભિનંદન આપ્યા હતા.

તેમણે કહ્યું હતું કે,સુરત શહેરને ભારત વર્ષની નંબર–વન સિટી કહેવાનું કારણ એ છે કે છેલ્લા દોઢ વર્ષમાં સુરત શહેરે ૧પ નેશનલ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. દેશમાં વાયુ સર્વેક્ષણ અને પાણી સ્વચ્છતા તેમજ ગુજરાત રાજ્યમાં રેઇન વોટરને ભૂગર્ભમાં ઉતારવાના મોડેલમાં સુરત પ્રથમ નંબરે રહ્યું છે. આવનારા સમયમાં સુરત દેશની સૌથી ઝડપી કનેકિટવિટી ધરાવતું શહેર બનશે.

મેયરે કહ્યું કે,, બુલેટ ટ્રેન પ્રોજેકટની પ્રગતિ માટે ભારત સરકારના રેલ્વે મંત્રી માત્ર એક જ મહિનામાં ત્રણ વખત સુરતની મુલાકાતે આવી ગયા છે. બુલેટ ટ્રેનનો સૌથી વધુ લાભ જો કોઈ શહેરને મળશે તો તે સુરતને મળશે, કારણ કે સુરતથી માત્ર એક કલાકમાં અમદાવાદ અને મુંબઈ પહોંચવાની સુવિધા ઉપલબ્ધ થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દર પંદર દિવસે કોઈ એક મહાનગરપાલિકા સુરતના મોડેલને શીખવા માટે અને અભ્યાસ કરવા માટે અહીં આવી રહે છે, જેમાં હૈદરાબાદ અને ચંડીગઢ મહાનગરપાલિકાનો પણ સમાવેશ થાય છે.

ચેમ્બરના ઉપ પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશન વર્ષોથી ઉદ્યોગોને બિઝનેસ–ટુ–બિઝનેસ પ્લેટફોર્મ પૂરું પાડતું રહ્યું છે, જેના કારણે સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી તક અને નવા બજારો પ્રાપ્ત થઈ રહ્યા છે. ચેમ્બર દ્વારા આવા પ્રદર્શન અને કાર્યક્રમો દ્વારા ઉદ્યોગકારોને સતત પ્રોત્સાહન આપવાની પરંપરા આગળ પણ જળવાશે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી બિજલ જરીવાલાએ સીટેક્ષ એકઝીબીશનના ઉદ્‌ઘાટન સમારોહનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ વિજય મેવાવાલા, માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદી, ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન કિરણ ઠુંમર, સીટેક્ષ એક્ષ્પોના ચેરમેન સુરેશ પટેલ તથા સુરત ટેક્ષમેક ફેડરેશનના જોઇન્ટ સેક્રેટરી ભાવેશ વઘાસિયા, ટ્રેઝરર મહેન્દ્ર કુકડિયા તથા કમિટી મેમ્બર્સ મનોજ ગઢીયા, દિનેશ નલિયાધરા, દિનેશ મોવલિયા અને શ્રી યોગેશ સુખડિયા, ચેમ્બરના પૂર્વ પ્રમુખો એકઝીબીટર્સ, ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકો સમારોહમાં ઉપસ્થિત રહયા હતા.

About The Author

Related Posts

Top News

ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ટાટા ગ્રુપે રાજકીય પાર્ટીઓને મોટા પ્રમાણમાં ફંડ આપ્યું હતું. કુલ 914 કરોડ રૂપિયાના ફંડમાંથી ભાજપને...
Politics 
ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.