ચેમ્બરનો શુક્રવારથી એનર્જી- પાવર, ઇલેક્ટ્રીકલ એક્સ્પો, બિહારના રાજ્યપાલ આવશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે તા. ૬, ૭ અને ૮ ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સુરત ઇન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે 'એનર્જી–પાવર–ઇલેકિટ્રકલ એક્ષ્પો ર૦ર૬'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉદ્‌ઘાટક તરીકે બિહારના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન આ સમારોહમાં કે.પી. ગૃપના ડિરેકટર શ્રી અફાન ફારૂક પટેલ અતિથિ વિશેષ તરીકે હાજરરહેશે. 

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ઊર્જા, પાવર અને ઇલેકિટ્રકલ ક્ષેત્રના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને 'એનર્જી–પાવર–ઇલેકિટ્રકલ એક્ષ્પો ર૦ર૬'નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ષ્પો માત્ર એક એકિઝબિશન નથી, પરંતુ ઊર્જા ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજી, નવીન ઉત્પાદનો અને સસ્ટેનેબલ સોલ્યુશન્સ માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે. સરકારની નીતિઓ, પીએસયુઝની ક્ષમતા અને ઔદ્યોગિક એકમોની નવીનતા આ ત્રણેય વચ્ચે અસરકારક જોડાણ સ્થાપિત કરવાનો અમારો મુખ્ય હેતુ છે. 'પાવરીંગ ધ ફયુચર – ટુડે'ના થીમ હેઠળ આ એકિઝબીશન દ્વારા ગ્રીન એનર્જી, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર અને આત્મનિર્ભર ભારતના વિઝનને મજબૂતી મળશે.

ચેમ્બરના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, સુરતના ર૯ તથા અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, પૂણે, મુંબઇ અને ગાઝિયાબાદના મળી કુલ ૬૦ એકિઝબિટર્સ દ્વારા એક્ષ્પોમાં ભાગ લેવામાં આવ્યો છે, જેમાં ૬પ ટકા મેન્યુફેકચરર્સ અને ૩પ ટકા ટ્રેડર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સનો સમાવેશ થાય છે. એકિઝબિટર્સ દ્વારા રિન્યુએબલ એન્ડ કિલન એનર્જી સેકટર, સપોર્ટીંગ સર્વિસિસ એન્ડ સોલ્યુશન્સ, ઇલેકિટ્રકલ ઇકિવપમેન્ટ અને કોમ્પોનન્ટસ અને સસ્ટેનેબિલિટી અને ગ્રીન ટેક સેગમેન્ટમાં વિવિધ પ્રોડકટનું પ્રદર્શન કરાશે. આ એક્ષ્પોમાં વિવિધ રાજ્યોના ગવર્નમેન્ટ વિભાગો, પીએસયુઝ (પબ્લિક સેકટર અન્ડરટેકિંગ્સ) તેમજ કોર્પોરેટ સેગમેન્ટ્‌સ ભાગ લેશે અને પોતાની નવીન યોજનાઓ, ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરશે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત તમામ સેગમેન્ટ્‌સના એકિઝબિટર્સ આ એક્ષ્પોમાં ભાગ લેશે અને પોતાની અદ્યતન પ્રોડકટ્‌સ, ટેકનોલોજી તથા સેવાઓનું પ્રદર્શન કરશે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત આ એક્ષ્પો ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, નીતિ નિર્માતાઓ, ટેકનોલોજી પ્રોવાઇડર્સ તેમજ વિદ્યાર્થીઓ માટે નેટવર્કિંગ, બિઝનેસની તકો અને જ્ઞાન વિનિમય માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડશે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ એક્ષ્પોનો હેતુ ઉદ્યોગ, સરકાર અને ટેકનોલોજી વચ્ચે મજબૂત સહયોગ સ્થાપિત કરવાનો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો, પીએસયુઝ, ઔદ્યોગિક એકમો, સ્ટાર્ટઅપ્સ અને રિસર્ચ સંસ્થાઓને એક જ પ્લેટફોર્મ પર લાવી નવીનતા અને રોકાણ વચ્ચેનું અંતર ઘટાડવાનો આ એક્ષ્પોનો મુખ્ય ઉદ્દેશ છે. ઊર્જા સુરક્ષા, સસ્ટેનેબલ વિકાસ અને ગ્રીન ટ્રાન્ઝિશનને પ્રોત્સાહન આપતા આ એક્ષ્પો દ્વારા નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગકારો વચ્ચે સીધો સંવાદ શકય બનશે.

 

ચેમ્બરના માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, રિન્યુએબલ એન્ડ કિલન એનર્જી સેકટરમાં સોલાર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ્સ, (પીવી પેનલ્સ, ઇન્વર્ટર્સ, માઉન્ટિંગ સિસ્ટમ્સ), વિન્ડ એનર્જી સોલ્યુશન્સમાં બાયોમાસ અને બાયોએનર્જી ટેકનોલોજી, હાઇડ્રો પાવર સિસ્ટમ્સમાં એનર્જી સ્ટોરેજ (બેટરીઝ, સુપરકેપેસિટર્સ, બીએમએસ), ગ્રીન હાઇડ્રોજન અને ફ્‌યુઅલ સેલ ટેકનોલોજી, ન્યુક્લિયર પાવર સોલ્યુશન્સ અને ઇવી શીટ મેન્યુફેકચરર્સ દ્વારા તેઓની પ્રોડકટનું પ્રદર્શન કરવામાં આવશે.

મ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન કિરણ ઠુંમરે જણાવ્યું હતું કે, સપોર્ટીંગ સર્વિસિસ એન્ડ સોલ્યુશન્સમાં ઇપીસી કોન્ટ્રાકટર્સ અને એન્જિનિયરિંગ સર્વિસિસ, રિન્યુએબલ એનર્જી ફાઇનાન્સ અને ઇન્શ્યોરન્સ, સર્ટિફિકેશન, કોમ્પ્લાયન્સ અને ટેસ્ટિંગ લેબ્સ, કન્સલ્ટિંગ અને પ્રોજેકટ ડેવલપમેન્ટ ફર્મ્સ, ગવર્નમેન્ટ અને પબ્લિક સેકટર, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સ, સર્ટિફિકેશન એજન્સીઝ, પી.એમ.સી. (પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી), એ.એમ.સી. (એન્યુઅલ મેઇન્ટેનન્સ કોન્ટ્રાકટ), સ્કેડયુલિંગ એન્ડ ફોરકાસ્ટીંગ એજન્સીઝ, સ્કાડા સિસ્ટમ પ્રોવાઇડર્સ તેઓની પ્રોડકટનું પ્રદર્શન કરશે.

ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ કો–ચેરમેન શ્રી નિરવ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, ઇલેકિટ્રકલ ઇકિવપમેન્ટ અને કોમ્પોનન્ટસમાં કેબલ્સ અને કન્ડકટર્સ, સ્વિચેસ, સર્કિટ બ્રેકર્સ અને રિલેઝ, કેપેસિટર્સ, ઇન્ડકટર્સ અને રેસિસ્ટર્સ, ઇલેકિટ્રકલ એન્ક્લોઝર્સ અને કંટ્રોલ સિસ્ટમ્સ (વીસીબી પેનલ, એચ.ટી./એલ.ટી. પેનલ્સ), પાવર ટૂલ્સ અને ટેસ્ટ ઇકિવપમેન્ટ, ઇલેકિટ્રક મોટર્સ, ડ્રાઇવ્સ અને જનરેટર્સનું પ્રદર્શન કરાશે. 

એનર્જી–પાવર–ઇલેકિટ્રકલ એક્ષ્પોના એડવાઇઝર દીપક કુમાર શેઠવાલા અને ચેરમેન ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, સસ્ટેનેબિલિટી અને ગ્રીન ટેક સેગમેન્ટમાં એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ્સ (ઇ.એમ.એસ.), આઇ.ઓ.ટી. અને એ.આઇ. આધારિત એનર્જી મોનિટરિંગ, બિલ્ડિંગ એનર્જી એફિશિયન્સી સોલ્યુશન્સ, ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર, બેટરી રિસાયકલિંગ અને સકર્યુલર ટેકનોલોજી, પાવર જનરેશન અને ડિસ્ટ્રિબ્યુશન, પાવર પ્લાન્ટ્‌સ અને જનરેશન ઇકિ્‌વપમેન્ટ (કન્વેન્શનલ અને હાઇબ્રિડ), સ્માર્ટ ગ્રિડ્‌સ અને માઇક્રોગ્રિડ્‌સ, પાવર ટ્રાન્સફોર્મર્સ અને સબસ્ટેશન્સ, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન ઇકિ્‌વપમેન્ટ, કંટ્રોલ પેનલ્સ અને સ્વિચગિયર, લોડ મેનેજમેન્ટ સિસ્ટમ્સ, હાઇ વોલ્ટેજ અને લો વોલ્ટેજ ઇકિવપમેન્ટ, એચ.ટી.એમ.સી., મીટર્સ, ડીજી સેટ્‌સનું પ્રદર્શન કરવામાં આવશે.

 

About The Author

Related Posts

Top News

પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો વૈભવ સૂર્યવંશી... પરંતુ કોચ VVS લક્ષ્મણે જણાવી તેના સૌથી મોટી નબળાઇ

ઝિમ્બાબ્વેના પ્રવાસ દરમિયાન 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ટીમ ઈન્ડિયા માટે વિસ્ફોટક બેટિંગ કરી હતી. T20 સીરિઝની ત્રીજી મેચમાં વૈભવે ...
Sports 
પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો વૈભવ સૂર્યવંશી... પરંતુ કોચ VVS લક્ષ્મણે જણાવી તેના સૌથી મોટી નબળાઇ

કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી

NEET (UG) પરીક્ષામાં ગેરરીતિઓ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતમાં પરીક્ષા સુધારાઓની દેખરેખ માટે ઇન્ફોસિસના...
National 
કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી

સુરતમાં BRTS બસ ચાલકે મુસાફરો બેસતા હતા ત્યારે જ બસ ઉપાડી દીધી, વૃદ્ધ સહિત વિદ્યાર્થીઓ નીચે પટકાયા

સુરતની BRTS બસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં જ્યારે મુસાફરો બસમાં ચઢતા ત્યારે જ બસ ડ્રાઇવરે...
Gujarat 
સુરતમાં BRTS બસ ચાલકે મુસાફરો બેસતા હતા ત્યારે જ બસ ઉપાડી દીધી, વૃદ્ધ સહિત વિદ્યાર્થીઓ નીચે પટકાયા

નર્સરીના વિદ્યાર્થીએ પેન્ટમાં પેશાબ કરી દીધો તો શિક્ષિકાએ છરી ગરમ કરીને ડામ દીધો

શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે સારા સંવાદ સાથે અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ આવશ્યક માનવામાં આવે છે. જોકે, વારાણસીના પાંડેપુર વિસ્તારમાં...
National 
નર્સરીના વિદ્યાર્થીએ પેન્ટમાં પેશાબ કરી દીધો તો શિક્ષિકાએ છરી ગરમ કરીને ડામ દીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.