જમ્મુ-કાશ્મીરમાં નવેસરથી ચૂંટણી કરાવવા તૈયાર CM ઓમર અબ્દુલ્લા, બોલ્યા- ‘મેં અખબારમાં વાંચ્યું છે કે..’

જમ્મુ-કાશ્મીર રાજ્યના દરજ્જાને પુનઃસ્થાપિત કરવાને લઈને ફરી એક વખત રાજ્યની રાજનીતિ ગરમાઈ ગઈ છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મંગળવારે (24 જૂન) કહ્યું હતું કે, જો જમ્મુ-કાશ્મીરના રાજ્ય દરજ્જાને પુનઃસ્થાપિત કર્યા બાદ, વિધાનસભા ભંગ કરીને નવેસરથી ચૂંટણીઓ કરાવવામાં આવે છે, તો તેમને કોઈ આપત્તિ નથી. શ્રીનગરથી 52 કિમી દૂર ગુલમર્ગમાં મીડિયા સાથે વાત કરતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, ‘મેં અખબારમાં વાંચ્યું છે કે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે, પરંતુ વિધાનસભાની ચૂંટણીઓ ફરીથી કરાવવી પડશે. તેમને એમ કરવા દો, કોણે રોક્યા છે.

Omar-Abdullah
facebook.com/OmarAbdullah

ગયા વર્ષે ઓક્ટોબરમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પહેલા મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે રાજ્યનો દરજ્જો જમ્મુ-કાશ્મીરના લોકોનો અધિકાર છે. મને ખબર છે કે આ સમાચાર ક્યાંથી આવ્યા છે. મને ખબર છે કે અહીં અખબારમાં આ સમાચાર કોણે પ્રકાશિત કરાવ્યા.

Omar-Abdullah2
facebook.com/OmarAbdullah

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, ‘આ માત્ર ધારાસભ્યોને ડરાવવા માટે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. રાજ્યનો દરજ્જો કોઈ ધારાસભ્ય કે સરકાર માટે નથી. આ રાજ્યનો દરજ્જો જમ્મુ-કાશ્મીરના લોકો માટે છે અને અમે ધારાસભ્યો તેમાં અવરોધ નહીં બનીએ. જો ધારાસભ્યોને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે વિધાનસભા ભંગ કરવાની ધમકી આપવામાં આવી રહી છે, તો એમ કરો.

Omar-Abdullah4
facebook.com/OmarAbdullah

ઓમર અબ્દુલ્લાએ એમ પણ કહ્યું કે, ‘જે દિવસે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત થઈ જશે, તેના બીજા જ દિવસે અમે રાજ્યપાલ પાસે જઈશું અને વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરીશું. અમને ડરાવવાનો પ્રયાસ ન કરો. રાજ્યનો દરજ્જો અમારો અધિકાર છે અને તે અમને પાછો આપો. અખબારોમાં સમાચારો છપાવવાના બંધ કરો, આ કામ નહીં કરે.

About The Author

Related Posts

Top News

ગુજરાત ફોર્મ્યૂલાનો ઉપયોગ કરીને કેરળ જીતશે BJP! જાણો PM મોદીએ કેરળમાં શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શુક્રવારે) કેરળની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં ઇનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપ હબનો...
Politics 
ગુજરાત ફોર્મ્યૂલાનો ઉપયોગ કરીને કેરળ જીતશે BJP! જાણો PM મોદીએ કેરળમાં શું કહ્યું

શું ભારતમાં OnePlus કંપની બંધ થવાની છે?

વનપ્લસ, જે એક સમયે તેના લોન્ચ અને ચાહકોમાં થયેલી ભારે ચર્ચા સાથે સ્માર્ટફોન માર્કેટમાં ખલેલ પહોંચાડવા માટે જાણીતું થયું...
Tech and Auto 
શું ભારતમાં OnePlus કંપની બંધ થવાની છે?

ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનું પલટવું એ કંઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી; જાણો 'U-Turn'ની વાર્તા!

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, જે કોઈપણ કિંમતે ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ધમકી આપી રહ્યા હતા, તેમણે અચાનક U-...
Business 
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનું પલટવું એ કંઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી; જાણો 'U-Turn'ની વાર્તા!

ઇન્દોરમાં હોટલ બહાર મહિલાએ રોહિત શર્માનો હાથ પકડ્યો, સુરક્ષા તોડવાનું કારણ પણ જણાવ્યું

રવિવારે ઇન્દોરમાં ભારતીય ક્રિકેટ ટીમની હોટલ બહાર એક ચોંકાવનારી સુરક્ષા ભૂલ થઈ, જ્યારે એક મહિલા પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત...
Sports 
ઇન્દોરમાં હોટલ બહાર મહિલાએ રોહિત શર્માનો હાથ પકડ્યો, સુરક્ષા તોડવાનું કારણ પણ જણાવ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.