- National
- નોટોથી ભરેલી બેગ સાથે જોવા મળ્યા મહારાષ્ટ્રના મંત્રી, રાઉતે કહ્યું- 'CM ફડણવીસ પર મને દયા આવે છે'
નોટોથી ભરેલી બેગ સાથે જોવા મળ્યા મહારાષ્ટ્રના મંત્રી, રાઉતે કહ્યું- 'CM ફડણવીસ પર મને દયા આવે છે'

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ઉથલપાથલ મચી ગઈ છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતે એક વીડિયો શેર કર્યો છે, જે ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયો DyCM શિંદે જૂથના નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી શિરસાટનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, મંત્રી તેમના ઘરની અંદર બેડરૂમમાં બેસીને સિગારેટ પી રહ્યા છે, અને તેમની પાસે રૂપિયા ભરેલી બેગ છે, જેમાં રાખેલી નોટો સ્પષ્ટ દેખાય છે. આ ઉપરાંત, નજીકમાં એક પાલતુ કૂતરો પણ છે.

શિવસેના ઉદ્ધવ ઠાકરેના નેતા સંજય રાઉતે વીડિયો શેર કરીને લખ્યું, 'મને CM દેવેન્દ્ર ફડણવીસ પર દયા આવે છે! તેઓ હજુ કેટલી વાર બેઠા બેઠા પોતાની પ્રતિષ્ઠાને આ રીતે બરબાદ થતી જોશે? લાચારીનું બીજું નામ છે, CM ફડણવીસ!' આ ઉપરાંત, સંજય રાઉતે એમ પણ લખ્યું, 'આ થ્રિલર વીડિયો દેશના માનનીય PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે જોવો જોઈએ! મહારાષ્ટ્રના મંત્રીનો આ વીડિયો ઘણું બધું કહી જાય છે.'
https://twitter.com/tej_as_f/status/1943603088574865855

શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ વાયરલ વીડિયો પર કહ્યું, 'આજે સંજય શિરસાટ ગંજી અને અન્ડરવેર પહેરીને બેઠા છે. અમે 'ખોખા' (રોકડ પેટીઓ), 50 ખોખા વિશે વાત કરી રહ્યા છીએ, બિલકુલ સાચું, તે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. આ બધી પ્રવૃત્તિઓ ફક્ત એક ગંજી અને અન્ડરવેર પહેરીને થઈ રહી છે, તેની પાસે પૈસા ભરેલી બેગ છે, આ બધા પૈસા ક્યાંથી આવ્યા? કોણે આપ્યા? શું કોઈ આટલી બધી નોટોના બંડલ લઈને ફરતું હોય? અને એક દિવસ પહેલા આવેલી આવકવેરાની નોટિસ વિશે, શું આવકવેરા વિભાગ કોઈ કાર્યવાહી કરશે? શું CMના આદેશ પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં? આ મહત્વપૂર્ણ પ્રશ્નો છે જેના જવાબો જરૂરી છે.'
https://twitter.com/ians_india/status/1943616605654782307
સંજય રાઉતના આરોપો અને વીડિયો પર તેમની પ્રતિક્રિયા જાણવા માટે મીડિયા સૂત્રોએ શિરસાટનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે તેમને ફસાવવાના કાવતરાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેમને પૈસા વિશે કોઈ જાણકારી નથી.

શિરસાટે આગળ કહ્યું, 'હું બહારગામથી પાછો ફર્યો હતો. મેં મારા કપડાં ઉતાર્યા અને મારા બેડરૂમમાં બેઠો. મારો પાલતુ કૂતરો મારી સાથે હતો, કદાચ તે સમયે કોઈએ વીડિયો શૂટ કર્યો હશે. મને પૈસા વિશે ખબર નથી. જો મારે આટલા પૈસા રાખવા પડ્યા હોત, તો હું તેને કબાટમાં રાખત. અમારી પાસે કોઈ માતોશ્રી (ઉદ્ધવ ઠાકરેનું નિવાસસ્થાન) નથી. કોઈએ વીડિયો શૂટ કર્યો હશે, તેઓ જાણી જોઈને વાર્તા ઉભી કરી રહ્યા છે.'
વિડીયો વાયરલ થયાના એક દિવસ પહેલા, શિરસાટે આવકવેરા વિભાગ પાસેથી સમય માંગ્યો છે અને ટૂંક સમયમાં પોતાનો પક્ષ રજૂ કરશે. શિરસાટે કહ્યું, 'કેટલાક લોકોને મારાથી સમસ્યા છે, પરંતુ હું જવાબ આપીશ, સિસ્ટમ તેનું કામ કરી રહી છે અને મને તેનાથી કોઈ સમસ્યા નથી. હું કોઈ દબાણમાં નથી.'
Top News
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Opinion
