મા-દીકરીને એક જ યુવક સાથે પ્રેમ હતો, લગ્નના એક મહિનામાં સામે આવ્યો બંનેનો અસલ ચહેરો

આંધ્ર પ્રદેશના કુરનૂલથી એક હચમચાવનારો કેસ સામે આવ્યો છે, જ્યાં લગ્નના ફક્ત એક મહિનાની અંદર જ એક નવી દુલ્હને પોતાના પતિની હત્યા કરી નાખી. વધુ ચોંકાવનારી વાત એ છે કે, આ હત્યામાં માત્ર દુલ્હન નહીં પરંતુ તેની માતા પણ સામેલ હતી. બંનેએ એક જ યુવક સાથે પ્રેમસંબંધ હોવાની કબૂલાત કરી છે.

32 વર્ષના તેજેશ્વર નામના યુવકના લગ્ન 18 મે, 2025ના રોજ એશ્વર્યા સાથે થયા હતા. તે એક ડાન્સ ટીચર અને પ્રાઈવેટ લેન્ડ સર્વેયર તરીકે કામ કરતો હતો. લગ્નના ફક્ત એક મહિનામાં જ 17 જૂને તેની લાશ નહેરમાંથી મળી આવી. પરિવારજનોના શંકાસ્પદ નિવેદનો બાદ પોલીસે એશ્વર્યા અને તેની માતા સુજાતાની ધરપકડ કરી.

marriage2
motiontoday.com

તેજેશ્વરના પરિવારજનોનું કહેવું છે કે એશ્વર્યાનો એક બેન્કકર્મી સાથે પ્રેમસબંધ હતો, જેની સાથે લગ્ન પહેલા તે ભાગી ગઈ હતી. ત્યારબાદ પાછી આવી અને માફી માગી અને કહ્યું કે તેની માતા પર કરિયાવરના પ્રેશરના કારણે તે તેની ફ્રેન્ડના ઘરે જતી રહી હતી. ત્યારબાદ તે બંનેના લગ્ન થયા.

પરંતુ લગ્ન બાદ એશ્વર્યાએ અસલી ચહેરો બતાવવાનું શરૂ કર્યું. તે મોટા ભાગના સમય કોઈ અજાણ્યા સાથે ફોન પર વાત કરતી રહેતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે એશ્વર્યા અને બેન્કકર્મી વચ્ચે 2000થી વધુ વાર ફોન પર વાતચીત થઈ હતી.

photo_2025-06-24_17-13-20

હત્યા માટે પણ બેન્કકર્મીનો જ હાથ હોવાનું સામે આવ્યું છે. તેણે તેજેશ્વરને જમીનના સર્વે બહાને બોલાવીને હત્યારાઓના હાથે મારી નહેરમાં લાશ ફેંકી દીધી હતી.

વધુ એક ખુલાસો એ થયો કે એશ્વર્યા અને તેની માતા સુજાતા બંને એ એક જ બેન્ક કર્મચારી સાથે પ્રેમમાં હતા. પ્રથમ સુજાતા અને બાદમાં એશ્વર્યા એ યુવકના પ્રેમમાં આવી ગઈ હતી. હાલમાં પોલીસે બંને મા-દીકરીને ઝડપી લીધા છે અને વધુ તપાસ ચાલી રહી છે.

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ 11-8-2025વાર સોમવારઆજની રાશિ - કુંભ ચોઘડિયા, દિવસઅમૃત  06:17 - 07:54કાળ  07:54 - 09:30...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે ખોલ્યો નવો મોરચો! બનાવી વેબસાઇટ અને મિસ્ડ કોલ નંબર જાહેર કર્યો

કોંગ્રેસના સાંસદ અને વિરોધી પક્ષ રાહુલ ગાંધીએ 'મત ચોરી' સામે ઝુંબેશ શરૂ કરી છે. આ માટે, તેમણે...
National 
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે ખોલ્યો નવો મોરચો! બનાવી વેબસાઇટ અને મિસ્ડ કોલ નંબર જાહેર કર્યો

વરસાદ હવે ક્યારે પાછો આવશે? જાણો હવામાન વિભાગની આગાહી

જૂન અને જુલાઇ મહિનામાં ગુજરાતમાં મન મુકીને વરસેલો મેહુલિયો છેલ્લાં કેટલાંક દિવસોથી ગાયબ થઇ ગયો છે. ખેડુતોના મનમાં સવાલ છે...
Gujarat 
વરસાદ હવે ક્યારે પાછો આવશે? જાણો હવામાન વિભાગની આગાહી

ચોરી બાદ ઘર માલિકના નરમ-નરમ ગાદલા પર જ ઊંઘી ગયો ચોર, સવારે ઉઠ્યો તો મળ્યો મેથીપાક

ઉત્તર પ્રદેશના કણપૂર્ણ નાઝીરાબાદ વિસ્તારમાં ચોરીની એક એવી ઘટના સામે આવી છે, જેણે બધાને હેરાન કરી દીધા છે. રાત્રે...
National 
ચોરી બાદ ઘર માલિકના નરમ-નરમ ગાદલા પર જ ઊંઘી ગયો ચોર, સવારે ઉઠ્યો તો મળ્યો મેથીપાક
Copyright (c) Khabarchhe All Rights Reserved.