- National
- ચોરી બાદ ઘર માલિકના નરમ-નરમ ગાદલા પર જ ઊંઘી ગયો ચોર, સવારે ઉઠ્યો તો મળ્યો મેથીપાક
ચોરી બાદ ઘર માલિકના નરમ-નરમ ગાદલા પર જ ઊંઘી ગયો ચોર, સવારે ઉઠ્યો તો મળ્યો મેથીપાક
ઉત્તર પ્રદેશના કણપૂર્ણ નાઝીરાબાદ વિસ્તારમાં ચોરીની એક એવી ઘટના સામે આવી છે, જેણે બધાને હેરાન કરી દીધા છે. રાત્રે અરુણ કુમાર નામનો એક ચોર વિનોદ કુમારના ઘરમાં ઘૂસી ગયો હતો. ચોર નશામાં હતો અને ઘરમાં સેંધ લગાવીને ચોરીના ઇરાદે ઘૂસ્યો હતો. ઘરના લોકો બીજા રૂમમાં સૂતા હતા, તેનો ફાયદો ઉઠાવતા ચોરે કબાટના તાળાં તોડી દીધા અને તેમાં રાખેલા ઘરેણાં કાઢીને પોતાના ખિસ્સામાં મૂકી દીધા. પરંતુ ચોરી બાદ ચોરને ઘરમાં નરમ નરમ ગાદલાં પર જ આરામ કરતાં કરતાં જ ઊંઘી ગયો.
-copy9.jpg)
સવારે જ્યારે વિનોદ કુમારની ઊંઘ ઊડી તો તે રૂમમાં આવ્યો. જોયું તો બેડ કાર કોઈક સૂતું હતું. ત્યારબાદ તેની નજર તૂટેલા કબાટ અને ગાયબ ઘરેણાઓ પર પડી. તેણે તરત જ સમજી લીધું કે ઘરમાં ચોરી થઈ છે. આ જોઈને ઘરના લોકો ગુસ્સાથી લાલચોળ થઈ ગયા અને તેમણે બેડ પર ઊંઘી રહેલા ચોરને જોરદાર મેથીપાક ચખાડ્યો. તેના ખિસ્સામાંથી ચોરીના ઘરેણાં પણ મળી આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હાલમાં પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. વિસ્તારમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. પરિવારજનોએ તરત જ નજીરાબાદ પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપી અરુણ કુમારની ધરપકડ કરી લીધી. અરુણ કુમાર મોહલ્લાના જ બીજી તરફનો રહેવાસી છે. ADCP મહેશ કુમારે કહ્યું કે, અરુણ કુમાર નામનો ચોર ચોરી કરવાના ઇરાદે ઘરમાં ઘૂસ્યો હતો, પરંતુ નશાને કારણે તે ત્યાં બ બેડ પર ઊંઘી ગયો. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને તેની પાસેથી ચોરીના ઘરેણાં પણ મળી આવ્યા છે. આ પહેલી ઘટના નથી જ્યારે ચોર ચોરી બાદ ઊંઘી ગયો હોય. અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે.

