- National
- 2 સગા ભાઈઓએ એક જ યુવતી સાથે લીધા 7 ફેરા, દેશમાં થયા અનોખા લગ્ન
2 સગા ભાઈઓએ એક જ યુવતી સાથે લીધા 7 ફેરા, દેશમાં થયા અનોખા લગ્ન
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના શિલાઈ ગામમાં તાજેતરમાં જ એક અનોખા લગ્ને બધાનું ધ્યાન ખેંચ્યું, જ્યાં એક દુલ્હને 2 ભાઈઓ સાથે લગ્ન કર્યા. શિલાઈ ગામના પ્રદીપ નેગી અને કપિલ નેગીએ નજીકના કુનહાટ ગામની સુનિતા ચૌહાણ સાથે લગ્ન કર્યા. લગ્ન સમારોહ પૂરી સહમતિ અને સમુદાયની ભાગીદારીથી સંપન્ન થયો હતો. આ સમારોહ હાટી સમુદાયની બહુપતિત્વ (પોલીએન્ડ્રી) પરંપરા પર આધારિત હતો, જેમાં બે કે તેથી વધુ ભાઈઓ એક જ પત્નીને અપનાવે છે.
ટ્રિબ્યૂનના અહેવાલ મુજબ, પ્રદીપ નેગી જળ શક્તિ વિભાગમાં કાર્યરત છે અને તેનો નાનો ભાઈ કપિલ વિદેશમાં હોસ્પિટાલિટી સેક્ટરમાં કાર્યરત છે. જો કે, બંનેની દિનચર્યા અને દેશ અલગ છે. છતા બંને ભાઈઓએ મળીને આ પરંપરાને નિભાવવાનો નિર્ણય લીધો. પ્રદીપે કહ્યું કે તે અમારો સંયુક્ત નિર્ણય હતો. આ વિશ્વાસ, દેખરેખ અને સહિયારી જવાબદારીનો સંબંધ છે. અમે આ પરંપરાને ખુલ્લેઆમ અપનાવી કારણ કે અમને અમારા મૂળ પર ગર્વ છે.
કપિલે કહ્યું કે હું ભલે વિદેશમાં છુ, પરંતુ આ લગ્નના માધ્યમથી અમે પોતાની પત્નીને સ્થિરતા, સમર્થન અને પ્રેમ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. દુલ્હન સુનિતાએ કહ્યું કે, આ મારો પોતાનો નિર્ણય હતો. મારા પર કોઇ દબાણ નહોતું. હું આ પરંપરા જાણું છું અને તેને પોતાની ઇચ્છાથી અપનાવી છે. તમને જણાવી દઈએ કે આ અનોખા લગ્નમાં સેકડો ગ્રામજનો અને સંબંધીઓ સામેલ થયા હતા. 3 દિવસ સુધી ચાલેલા સમારોહમાં પરંપરાગત ટ્રાન્સ-ગિરી વ્યંજન પીરસવામાં આવ્યા હતા અને પહાડી લોકગીતો પર નાચતા ગ્રામજનોએ લગ્નને ઉત્સવનો રૂપ આપી દીધો હતો.
સ્થાનિક લોકોનું કહેવું છે કે અમારા ગામમાં જ, ત્રણ ડઝનથી વધુ પરિવારોમાં 2-3 ત્રણ ભાઈઓની એક પત્ની હોય છે. પરંતુ આવા લગ્ન સામાન્ય રીતે ચૂપચાપ થાય છે. આ લગ્ન ઈમાનદારી અને ગરિમા સાથે સાર્વજનિક રૂપે મનાવવામાં આવ્યા, જે તેને ખાસ બનાવે છે.
ટ્રાન્સ-ગિરી ક્ષેત્રમાં પોલીએન્ડ્રી પરંપરા પાછળ ઘણા વ્યાવહારિક કારણો છે. જેમ કે પૂર્વજોની જમીનનું વિભાજન રોકવું, મહિલાઓને વિધવા થતી બચાવવી અને પરિવારમાં એકતા જાળવી રાખવી. ખાસ કરીને ત્યારે જ્યારે ભાઈઓને કામ માટે દૂર જવું પડતું હતું. હવે હાટી સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો મળી ચૂક્યો છે.

