મંડપમાં વરરાજાને જોતા જ કન્યાએ લગ્ન કરવાની ના પાડી દીધી, હેરાન કરી દેશે કારણ

બિહારના બેતિયા જિલ્લાના સહોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના બનબૈરિયા ગામમાં બુધવારે એક લગ્ન સમારોહ અચાનક વિવાદમાં ફેરવાઈ ગયો. બૈતાપુર ગામથી જાન ખૂબ જ ધામધૂમથી પહોંચી હતી. ઘર શણગારવામાં આવ્યું હતું અને સંબંધીઓ તેમનું સ્વાગત કરવા માટે તૈયારી કરી રહ્યા હતા. 'દ્વારપૂજા'ની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે અચાનક એવો વળાંક આવ્યો, જેણે લગ્ન જ રોકી દીધા. કન્યાને મંડપમાં ખબર પડી કે વરરાજા એક આંખે દિવ્યાંગ છે. વર પક્ષે આ વાત છુપાવી હતી અને વરરાજા ચશ્મા પહેરીને પોતાની સમસ્યા છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

marriage2
oyorooms.com

કન્યાને આ વાતની જાણ થતા જ, તેણે સ્પષ્ટ કહી દીધું કે હું આ વરરાજા સાથે લગ્ન નહીં કરું, જો હું લગ્ન થશે તો હું મારું જીવન સમાપ્ત કરી લઇશ. એક બાજુ વર પક્ષ ભોજન કરી રહ્યો હતો. કન્યા અને વરરાજા પહેલાથી જ વરમાળા માટે સ્ટેજ પર બેઠા હતા, પરંતુ કન્યાએ સ્પષ્ટ ના પાડી દીધી હતી.  કન્યાએ ના પાડતા જ બંને પક્ષો વચ્ચે બહેસ શરૂ થઈ ગઈ. જ્યારે વાતાવરણ તંગ બની ગયું ત્યારે સહોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે બંને પક્ષોને શાંત પાડ્યા અને વાતચીત શરૂ કરી.

marriage1
sarkaritel.com

બે કલાક ચાલેલી પંચાયતમાં કન્યાના ભાઈએ પણ કહ્યું કે માહિતી છુપાવીને લગ્ન નહીં થઈ શકે નથી અને તેની બહેનના નિર્ણયને સમર્થન આપ્યું. પંચાયતના નિર્ણય બાદ લગ્ન રદ કરવામાં આવ્યા. વર પક્ષને દુલ્હન વિના જ પરત ફરવું પડ્યું. કહેવામાં આવી રહ્યું છે કે, વરરાજા BPSC શિક્ષક હતો. આખો દિવસ ગામમાં આ ઘટનાની ચર્ચા થતી રહી. લોકો માની રહ્યા છે કે લગ્ન જેવા મોટા નિર્ણયમાં સત્ય અને પારદર્શિતા સૌથી જરૂરી છે અને કોઈપણ માહિતી છુપાવવાથી સંબંધનો પાયો નબળો પડે છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.