ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની રહેવાસી 34 વર્ષીય જેની નામની આ મહિલા તેની બહેન સાથે દિલ્હીમાં લગ્નમાં હાજરી આપવા માટે જઈ રહી હતી, તે વિમાનમાં મુસાફરી કરી રહી હતી. ટેકઓફ થયાના માત્ર 10 મિનિટ પછી, લગભગ 1:30 વાગ્યે, જેનીએ અસ્વસ્થતા અને ધ્રુજારીની ફરિયાદ કરી, અને થોડીક સેકન્ડ પછી, તે બેભાન થઈને પડી ગઈ.

Dr-Anjali-Nimbalkar1
english.mathrubhumi.com

ડો. અંજલિ નિમ્બાલકર, કર્ણાટકના ભૂતપૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય, જે રાજકારણમાં પ્રવેશતા પહેલા તબીબી વ્યાવસાયિક હતા, તરત જ તેમની સીટ પરથી ઉભા થયા અને આકાશ વચ્ચે હવામાં મેડિકલ ઇમર્જન્સીની મદદ માટે દોડી ગયા. તેઓ 2018માં બેલાગવી જિલ્લાના ખાનપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા હોવા ને લીધે, ફ્લાઇટ ક્રૂ વિમાનમાં ફોન પર ડૉક્ટરની જાહેરાત કરે તે પહેલા જ તેમને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો હતો અને જેનીને મદદ કરવા માટે તેમની સીટ છોડી દીધી હતી, તેઓએ જોયું કે જેની બેભાન થઇ ગઈ હતી, તેના હાથની મુઠ્ઠીઓ બંધ થઇ ગઈ હતી અને તેનું શરીર પીળું પડી ગયું હતું. તે ખૂબ જ ડિહાઇડ્રેટેડ હતી અને તેમને હૃદયરોગના હુમલાના લક્ષણો દેખાઈ ગયા હતા.

Dr-Anjali-Nimbalkar2
freepressjournal.in

ડૉ. અંજલિ નિમ્બાલકરે જેનીની બહેન, જે તેની સાથે મુસાફરી કરી રહી હતી, તેનો તબીબી ઇતિહાસ પૂછ્યો અને પછી CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) શરૂ કર્યું, જેનાથી જેની ભાનમાં આવી ગઈ. જેનીની બહેને ડૉ. નિમ્બાલકરને કહ્યું કે મહિલાને તાજેતરમાં પેટમાં ચેપ લાગવાની સમસ્યા થઇ હતી. ત્યારપછી ડૉક્ટરે જેનીને ઓરલ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન આપ્યું. જ્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં લાગવા લાગી ત્યારે ડૉ. અંજલિ તેની સીટ પર પાછા ફર્યા, પરંતુ લગભગ 30 મિનિટ પછી, જેનીની સ્થિતિ ફરીથી બગડી ગઈ, અને તે બીજી વાર બેહોશ થઈને પડી ગઈ.

Dr-Anjali-Nimbalkar3
thehindu.com

ડૉ. અંજલિ નિમ્બાલકર તરત જ મદદ માટે દોડી ગયા અને મહિલાની હાલતને સ્થિર કરી. જેનીએ ડૉક્ટરનો હાથ મજબૂત રીતે પકડી રાખ્યો અને એકદમ ધીમા અવાજે કહ્યું, 'મહેરબાની કરીને ક્યાંય જતા નહીં.' ડૉ. નિમ્બાલકરે ફ્લાઇટની આખી મુસાફરી દરમિયાન જેની સાથે રહીને તેની બાજુમાં રહ્યા. કેબિન ક્રૂએ મુખ્ય પાઇલટને તબીબી કટોકટીની જાણ કરી, ત્યારપછી ફ્લાઇટનું દિલ્હીમાં પ્રાથમિકતા લેન્ડિંગ કરવામાં આવ્યું અને જેનીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ડૉ. અંજલી નિમ્બાલકરની હાજરીથી અમેરિકન મહિલાનો જીવ બચી ગયો. ફ્લાઇટના પાઇલટ, ક્રૂ અને સહ-મુસાફરોએ તેમની પ્રશંસા કરી.

કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ પણ ડૉ. અંજલીની પ્રશંસા કરી. તેમણે X પર પોસ્ટ કર્યું, 'ખાનપુરના ભૂતપૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ડૉ. અંજલી નિમ્બાલકરની વાત સાંભળીને મને ગર્વ થયો, જેમણે ગોવા અને નવી દિલ્હી વચ્ચેની ફ્લાઇટ દરમિયાન એક અમેરિકન મહિલા માટે તાત્કાલિક તબીબી સહાયની જરૂરિયાતને ઓળખી અને તાત્કાલિક CPR આપી, જેનાથી તેમનો જીવ બચી ગયો. અંજલીની સેવાની ભાવના અને સમયપાલન, જેના કારણે તેઓ તબીબી વ્યવસાય છોડીને રાજકારણમાં સક્રિય થયા છતાં દર્દીને મદદ કરવા માટે તાત્કાલિક પગલાં લઈ શક્યા, તે ખૂબ જ પ્રશંસનીય છે.'

Dr-Anjali-Nimbalkar5
siasat.com

CM સિદ્ધારમૈયાએ કહ્યું, 'અંજલી જેવા લોકો સમાજ માટે રોલ મોડેલ છે, સત્તામાં હોય કે ન હોય, તેઓ હંમેશા જાહેર સેવા માટે ઉભા રહે છે અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે, તેઓ અંજલિને લાંબુ અને સ્વસ્થ જીવન આપે અને વધુ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા સક્ષમ બનાવે.' અહીં તમને બતાવી દઈએ કે, ડૉ. અંજલિ નિમ્બાલકર પાસે MBBS અને ગાયનેકોલોજી અને લેપ્રોસ્કોપીમાં MDની ડિગ્રી છે. 2023ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ખાનપુર બેઠક પર BJPના K. વિઠ્ઠલ સોમન્ના હલગેકર સામે તેમનો પરાજય થયો હતો.

About The Author

Related Posts

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.