મોબાઈલ ચોરીની FIR નોંધાવવા જતો હતો યુવક, બાઇક પણ ગુમાવી બેઠો

કહેવાય છે ને કે નસીબ ખરાબ હોય તો ઊંટ પર બેઠા વ્યક્તિને પણ કૂતરું બચકાં ભરી લે છે. પૂણેના એક વ્યક્તિનું નસીબ એટલું ખરાબ હતું કે તે માત્ર થોડી જ મિનિટના ગાળામાં 2 ઘટનાઓનો શિકાર થઈ ગયો. પહેલા મદદ માગનાર એક વ્યક્તિ તેનો મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયો. ઘટનાનો શિકાર થયા બાદ તેની ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન જઈ રહેલા પીડિતને મદદના નામ પર એક અન્ય વ્યક્તિ તેની બાઇક ઉઠાવી લઈ ગયો.

પૂણેના ભોસારી પોલીસ સ્ટેશનમાં આ સંબંધમાં ઇન્ડિયન પિનલ કોડ (IPC)ની કલમ 406 (ગુનાહિત વિશ્વાસઘાત) અને 420 (છેતરપિંડી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ જણાવ્યા મુજબ, આ ઘટના 20 જુલાઇના રોજ થઈ હતી. પીડિતે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, એક વ્યક્તિ તેની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે તેને પોતાના ઘરે જરૂરી વાત કરવી છે. તેની પાસે ફોન પણ નથી. સારી નિયત સાથે તેના પર પીડિત વ્યક્તિએ પોતાનો મોબાઈલ કોલ કરવા માટે આપી દીધો.

મોબાઈલ હાથ લાગતા જ તે તેને લઈને ફરાર થઈ ગયો. આ વ્યક્તિની સમસ્યાનો અંત અહીં જ ન થયો. પીડિત ત્યાં ઉપસ્થિત લોકોને સ્થાનિક પોલીસ સ્ટેશનની જાણકારી પૂછી રહ્યો હતો. ગેંગ સાથે જોડાયેલો અન્ય એક વ્યક્તિ ત્યાં ઉપસ્થિત હતો. તે પીડિત પાસે આવ્યો અને તેને બોલ્યો કે, પોલીસમાં આ ઘટનાક્રમની ફરિયાદ નોંધાવવામાં તે તેની મદદ કરી દેશે. પોલીસ સ્ટેશનમાં તે ઘણા પોલીસકર્મીઓને જાણે છે. બદલામાં એ ઠગે કહ્યું કે, તે તેને એક સિગારેટ પીવાડી દે.

જેવો જ પીડિત પાસેની દુકાન પર સિગારેટ લેવા પહોંચ્યો, તે ઠગ તેની બાઇક લઈને ફરાર થઈ ગયો. આ કેસમાં પોલીસે બે અજાણ્યા લોકોની ધરપકડ કરી લીધી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ, પીડિત યુવક નોકરી માટે પૂણે ગયો હતો. ઘટનવાળા દિવસે તે બાઇકથી ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં આરોપીએ તેને રોક્યો અને કહ્યું કે, તેણે બુલઢાણા પરત જવું છે. તેની પાસે પૈસા નથી. ત્યારબાદ પીડિતે ચોરને 500 રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા. આ દરમિયાન ચોરે પીડિત વ્યક્તિ પાસે કોલ કરવા ફોન માગ્યો અને મોબાઈલ મળતાની સાથે જ ચોર મોબાઈલ લઈને ફરાર થઈ ગયો.

Top News

શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
Business 
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

વૈજ્ઞાનિકોએ એક અદભુત સફળતા હાસંલ કરી છે. યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશનના વૈજ્ઞાનિકોએ સીસા જેવી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવી દીધું છે....
Science 
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

ઓપરેશન સિંદુર પછી ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) રાજીવ ઘઇ ચર્ચામાં છે. પાકિસ્તાનના DGMOએ રાજીવ ઘઇ...
National 
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.