- National
- ખાલી દંડ ભરી દેશો એટલું નહીં ચાલે, હેલમેટ લાવીને બતાવવું પડશે પછી ગાડી છૂટશે, આ શહેરમાં લાગૂ થયો નિય...
ખાલી દંડ ભરી દેશો એટલું નહીં ચાલે, હેલમેટ લાવીને બતાવવું પડશે પછી ગાડી છૂટશે, આ શહેરમાં લાગૂ થયો નિયમ

સાહિબગંજ જિલ્લામાં માર્ગ અકસ્માતોમાં થતા મોતો ઘટાડવા માટે TDO મિથલેશ ચૌધરીએ એક અનોખી પહેલ કરી છે. હવે હેલમેટ વિના પકડાવા પર બાઇક ચાલકોએ દંડ તો ભરવો જ પડશે, સાથે જ હેલમેટ પણ બતાવવું પડશે. જો ડ્રાઇવરે હેલમેટ ઘરે છોડી દીધું હોય, તો તેણે જઈને લાવવું પડશે અથવા દુકાનમાંથી ખરીદવું પડશે. ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં જિલ્લામાં માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ઝડપથી વધી છે. આંકડાના વિશ્લેષણ દરમિયાન એ વાત સામે આવી છે કે, દારૂ પીને વાહન અને સગીરો દ્વારા વાહન ચલાવવાને કારણે માર્ગ અકસ્માતો થાય છે. હેલમેટ ન પહેરવાને કારણે, માથામાં ઇજા થવાને કારણે મોત થઈ જાય છે. તેને ધ્યાનમાં રાખતા, સતત વાહન ચેકિંગ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

દર મહિને સરેરાશ 150-175 બાઇક ચાલક હેલમેટ વિના પકડાય છે. આમ તો, બાઇક ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે. આ દંડ 1000 રૂપિયાથી 1650 રૂપિયા સુધી હોય છે. તેમાં હેલમેટ વિના વાહન ચલાવવાનો 1000 અને અધિકારીના આદેશનો અનાદર કરવા માટે 650 રૂપિયાનો દંડ સામેલ છે. બીજી તરફ, દંડ ભર્યા બાદ પણ બાઇક ચાલકો હેલમેટ ખરીદતા નથી અને ફરીથી પકડાય છે. તેને ધ્યાનમાં રાખતા જિલ્લા પરિવહન અધિકારીએ પકડાવા પર હેલમેટ બતાવવાનું અનિવાર્ય કરી દીધું છે. તેમને આશા છે કે આ પહેલથી માર્ગ અકસ્માતોમાં મોટોમાં ઘટાડો થશે.

આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં, માર્ગ અકસ્માતમાં લગભગ 45 લોકોના મોત થઈ ચૂક્યા છે. જાન્યુઆરીમાં 6, ફેબ્રુઆરીમાં 15, માર્ચમાં 7, એપ્રિલમાં 9 અને મે મહિનામાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે. સાહિબગંજના TDO મિથિલેશ ચૌધરીએ જણાવ્યુ હતું કે, માર્ગ અકસ્માતમાં મૃત્યુનો આંકડો ખૂબ ઝડપથી વધી રહ્યો છે. તેના પર કાબૂ મેળવવા માટે ઘણા સ્તર પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં, તપાસ અભિયાન દરમિયાન હેલમેટ વિના પકડાયેલા બાઇક ચાલકો પાસેથી દંડ વસૂલવાની સાથે-સાથે, તેમના માટે હેલમેટ ખરીદવું પણ અનિવાર્ય કરી આવ્યું છે.
Related Posts
Top News
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Opinion
