- National
- ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
અલીગઢ જિલ્લાના એક ગામમાં પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખતી વખતે 11 સોનાના સિક્કા મળી આવતા અફરતફરી મચી ગઈ હતી. લોકો ખોદકામ સ્થળ પર દોડતા દોડતા પહોંચી ગયા અને જેને જેટલા સિક્કા મળ્યા, તે સિક્કા લઈને જતા રહ્યા. બાદમાં, પોલીસે કેટલાક સિક્કા કબજે કરીને સીલ કરી દીધા. આ ઘટના બપોરે 1:00 વાગ્યાની આસપાસની બતાવવામાં આવી રહી છે, જ્યારે સ્થાનિક રહેવાસીઓ પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાનું કામ કરી રહ્યા હતા. ગ્રામજનોએ ફંડ એકત્રિત કર્યું હતું અને ખોદકામ શરૂ કરાવ્યુ હતું. અચાનક, ખોદકામ કરતી વખતે, માટી નીચેથી ચમકતી ધાતુની વસ્તુઓ નીકળી, દાવો કરવામાં આવે છે કે તે જૂના સોનાના સિક્કા છે.
ગામના જમીરે જણાવ્યું કે અમે,5-6 ઘરોના લોકોએ મળીને પાઇપ નાખવા માટે ફંડ એકત્ર કરીને એક નાળું બનાવડાવ્યું હતું. જ્યારે અમે સૂકી માટી ભરવા માટે ખાડો ખોદ્યો, ત્યારે જ અમને સિક્કા દેખાયા. પહેલા અમને 11 સિક્કા મળ્યા, પરંતુ પછી જેમ-જેમ ખોદકામ થતું રહ્યું લોકોને વધુ સિક્કા મળ્યા. જે લોકોએ સિક્કા જોયા, જાણે કે તેમના શ્વાસ થંભી ગયા. અફરાતફરીમાં બધા ખોદકામ સ્થળ તરફ દોડ્યા, કેટલાકે હાથથી ખોદવાનું ચાલુ કરી દીધું, જ્યારે અન્યોએ વાંસ અને પાવડાથી ખોદકામ કરવા લાગી ગયા.
ખોદકામમાં સોનાના સિક્કા મળવાના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. સ્થાનિક પોલીસ સ્ટેશન ક્વાર્સીના SHOને જેવી જ માહિતી મળી, તેઓ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. ખોદકામવાળી જગ્યા પાસે રહેતા અકરમે જણાવ્યું કે, પોલીસ પહોંચતા જ કેટલાક લોકોએ તેમની પાસેથી મળેલા સિક્કા પોલીસને સોંપી દીધા. પોલીસ સ્ટેશનમાં 11 સિક્કા પણ જમા કરાવવામાં આવ્યા, પરંતુ ગામમાં ચર્ચા છે કે, કેટલાક લોકોએ હજુ પણ તેમની પાસે કેટલાક સિક્કા છુપાવી રાખ્યા છે. પોલીસ સાથે પહોંચેલા અધિકારીઓએ બાદમાં સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરી દીધી અને જે કંઈ મળ્યું તે જપ્ત કરીને સીલ કરી દીધું. કહેવામાં આવી રહ્યું છે કે ચાંદીનો એક સિક્કો, સૂરમાં દાની અને એક 250 ગ્રામ ધાતુની ઈંટ જેવી વસ્તુઓ પણ મળી આવી છે.
ઘટના બાદ જ્યારે જપ્ત કરાયેલા સિક્કાઓની તપાસ કરવામાં આવી, ત્યારે તેના પર ઉર્દૂમાં કંઈક લખેલું જોવા મળ્યું. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેટલાક સિક્કાઓ પર કલમા પણ લખેલા હતા. સ્થાનિક રહેવાસી પ્રવીણ તોમરનું કહેવું છે કે સિક્કાઓનું વજન વધારે ભારે નહોતું, પરંતુ તે શુદ્ધ સોનાના લાગતા હતા. કેટલાક લોકો તો કહી રહ્યા છે કે આ સિક્કા મુઘલ કાળ અથવા નવાબ કાળના હોઈ શકે છે. પુરાતત્વ વિભાગને પણ આ બાબતની જાણ કરી દેવામાં આવી છે, જેથી સિક્કાઓની ઐતિહાસિકતા અને કાયદાકીય પ્રક્રિયાને અનુસરી શકાય.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, જેવો જ પહેલી વખત સોનાનો સિક્કો પહેલી વખત જોવા મળ્યો, ત્યાં ઉપસ્થિત લોકોમાં બેચેની વધી ગઈ હતી. લોકો ખોદકામ છોડીને સિક્કા શોધવા લાગ્યા. એક વ્યક્તિએ કહ્યું કે સિક્કા જોયા બાદ તે પોતે પણ ડરી ગયો હતો, પરંતુ સાથે જ લાલચ પણ હતી ક્યાંક આ ખજાનો હોઈ શકે છે અને તે હાથમાંથી સરકી ન જાય. ફૈઝાન નામના યુવકે સ્વીકાર્યું કે લોકોએ અફરાતફરીમાં કેટલાક સિક્કા પોતાના ઘરમાં છુપાવી દીધા. મીડિયા રિપોર્ટ અનુસાર, ખોદકામ મહેશપુરના રહેવાસી મનવીર સિંહના પુત્ર નીરજ દ્વારા કરાવવામાં આવી રહ્યું હતું. તે ગામના જ કેટલાક મજૂરોની મદદથી પાઈપો નાખવાનું કામ કરતો હતો. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ જમીન સરકારી નથી, પરંતુ વસ્તીવાળી જમીન હતી, જેના પર છેલ્લા ઘણા દાયકાઓથી લોકો રહે છે.
પોલીસે હાલમાં ઘટનાસ્થળેથી મળેલા સિક્કાઓને સીલ કરીને સુરક્ષિત રાખ્યા છે અને સમગ્ર મામલાને લઈને પોલીસ સ્ટેશનમાં એક જનરલ ડાયરીમાં નોંધી લીધો છે. ગામના સરપંચ સતીશ કુમારે પણ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, જે કંઈ પણ મળ્યું છે તે કાયદાકીય પ્રક્રિયા હેઠળ સરકારને સોંપવામાં આવશે. ક્વાર્સીના SHOએ જણાવ્યું હતું કે ઘટનાની માહિતી મળતા જ ઘટનાસ્થળ પર પહોંચીને સિક્કા જપ્ત કરવામાં આવ્યા છે. આ મામલે પુરાતત્વ વિભાગનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. જો કોઈ પાસે વધુ સિક્કા હોય તો તે પોતે આવીને જમા કરાવે, અન્યથા કાર્યવાહી કરવામાં આવશે.

