- Politics
- ‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી
બ્રિટનના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન સ્ટારમરના ભાષણનું હિન્દીમાં અનુવાદ કરનારા ટ્રાન્સલેટર થોડી ક્ષણો માટે ગૂચવાઇ ગયા હતા અને અનુવાદ કરતા અટકી ગયા હતા. અનુવાદકે અંગ્રેજી શબ્દનો ઉપયોગ કર્યા બાદ થોડા સમય માટે રોકાઇ ગયા અને માફી માગી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હસતા જવાબ આપ્યો કે, ‘કોઈ વાંધો નહીં, આપણે વચ્ચે-વચ્ચે અંગ્રેજી શબ્દનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ચિંતા ન કરતા.’
આ ટિપ્પણી પર ત્યાં ઉપસ્થિત લોકો હસવા લાગ્યા અને ઔપચારિક કૂટનીતિક માહોલમાં એક સહજતા આવી ગઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિવેદન પર બ્રિટિશ વડાપ્રધાન પણ હસતા જોવા મળ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, 'મને લાગે છે કે આપણે એક-બીજાને ખૂબ સારી રીતે સમજીએ છીએ.' ખૂબ જ જલદી આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ ગયો.
https://twitter.com/ANI/status/1948347051995283663
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ પર વાત કરતા વચ્ચે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કર્યો અને ખાલિસ્તાની સમૂહો અને પશ્ચિમી દેશોને કડક સંદેશ આપતા તેમણે કહ્યું કે, ‘જે લોકો લોકતાંત્રિક સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને લોકતંત્રને નબળું કરે છે તેમને જવાબદાર ઠેરવવું પડશે.’ (Those misusing democratic freedoms to undermine democracy itself must be held to account.)"
તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ પર પોતાનો સંદેશ દુનિયાને પહોંચાડવા માટે અંગ્રેજીમાં વાત કરી હતી. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, બિહારના મધુબનીમાં એક રેલીમાં તેમણે અંગ્રેજીમાં કહ્યું હતું કે, ‘India will identify, track and punish every terrorist and their backers’ (ભારત દરેક આતંકવાદી અને તેના સહયોગીઓની ઓળખ કરશે, તેમને ટ્રેક કરશે અને સજા આપશે). તેમણે બાકીનું ભાષણ હિન્દીમાં પૂરું કર્યું હતું.

