નેહલ વઢેરાએ બાઉન્ડ્રીની અંદરથી બીજા ફિલ્ડરને ફેંક્યો બૉલ છતા અમ્પાયરે ન આપ્યો આઉટ, મેચમાં ભારે બબાલ

એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025ની છઠ્ઠી મેચ ભારત A અને પાકિસ્તાન A વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ખૂબ જ બબાલ જોવા મળી. પાકિસ્તાન Aના દાવની 10મી ઓવરના પહેલા બૉલ પર માઝ સદાકત મોટો શોટ રમ્યો હતો. બોલ મિડ-વિકેટ અને લોંગ-ઓન વચ્ચે ગયો. દોડતા નેહલ વઢેરાએ બૉલ કેચ કર્યો. જોકે, તે બાઉન્ડ્રીની બહાર જઈ રહ્યો હતો, એટલે તેણે બૉલને અંદર તરફ ફેંકી દીધો. લોંગ-ઓનથી આવી રહેલા નમન ધીરે સરળતાથી કેચ પકડી લીધો.

Catch Controversy
hindustantimes.com

ઓન-ફિલ્ડ અમ્પાયરે નિર્ણય થર્ડ અમ્પાયરને ટ્રાન્સફર કરી દીધો. રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે નેહલ વઢેરાએ બહાર જતા પહેલા બૉલ ઉછાળ્યો હતો. આ કારણે પાકિસ્તાન-Aનો બેટ્સમેન માઝ સદાકત પેવેલિયન જવા લાગ્યો. તે બાઉન્ડ્રી લાઇન પાસે નિર્ણયની રાહ જોઈ રહ્યો હતો. નવો બેટ્સમેન ક્રીઝ પર આવી ગયો હતો અને ક્રીઝ પર માર્ક કરી રહ્યો હતો. ત્યારે જ ત્રીજા અમ્પાયરે સ્ક્રીન પર નોટ આઉટ ડિસ્પ્લે કરી દીધું. માઝ સદાકત ક્રીઝ પર આવી ગયો. બીજી તરફ, ભારતીય ટીમના ખેલાડી ગુસ્સે થઈ ગયા. કેપ્ટન જીતેશ શર્માના નેતૃત્વમાં આખી ટીમે અમ્પાયરને ઘેરી લીધા. ખેલાડીઓ સતત અમ્પાયર સાથે બહેસ કરી રહ્યા હતા. સપોર્ટ સ્ટાફના સભ્યો પણ અમ્પાયર સાથે વાત કરી રહ્યા હતા, નિર્ણય સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અમ્પાયર આખરે પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને બેટ્સમેનને આઉટ ન આપ્યો.

ICCના નવા નિયમ મુજબ, બૉલ ફેંકનાર ખેલાડીએ કેચ પૂર્ણ થાય તે અગાઉ બાઉન્ડ્રીની અંદર આવી જવાનું હોય છે. કેચ લેવામાં આવ્યો ત્યારે નેહલ વાઢેરા બાઉન્ડ્રીની બહાર જ હતો. ભારતીય ટીમને વિકેટ ન મળી, તો પાકિસ્તાનને પણ સિક્સ ન મળ્યો. પાકિસ્તાની ટીમે પણ સિક્સની માગણી કરી હતી, પરંતુ અમ્પાયરે આ માગ પણ નકારી કાઢી હતી. પાકિસ્તાની ટીમને કોઈ રન આપવામાં આવ્યો નહોતો કારણ કે બેટ્સમેનોએ ભાગીને કોઈ રન પૂરા કર્યા નહોતા. આ મેચમાં ભારતીય ટીમને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

About The Author

Related Posts

Top News

આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

લાતવિયા (Latvia), 2024-2025ના આંકડા પ્રમાણે આ દેશમાં આશરે 15-16% વધુ સ્ત્રીઓ છે ( દર 100 પુરુષો પર 115 સ્ત્રીઓ )...
Lifestyle 
આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.