શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું, પછી ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ થયું અને હવે થાઇલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે યુદ્ધ શરૂ થઇ ગયું છે. ગુરુવાર સવારથી થાઇલેન્ડ અને કમ્બોડિયાની સેનાઓ એક-બીજા પર મોટા હુમલા કરી રહી છે. કમ્બોડિયાએ થાઇલેન્ડના સરહદી વિસ્તારોમાં રોકેટ હુમલા કર્યા અને તેના જવાબમાં, થાઇલેન્ડની વાયુસેનાએ કમ્બોડિયા સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા.

આ લડાઈ ઉત્તરી કમ્બોડિયા અને થાઇલેન્ડ સીમા પર થઈ રહી છે. થાઇલેન્ડના સુરીન અને સિસાકેટ રાજ્યો આ યુદ્ધથી પ્રભાવિત થયા છે. કમ્બોડિયા અને થાઇલેન્ડ વચ્ચેના યુદ્ધનું અસલી કારણ આ પ્રદેશ સાથે જોડાયેલો એક એવો વિવાદ છે, જે હિન્દુ ધર્મ સાથે સંબંધિત છે. સૌથી પહેલા એ સમજીએ કે બંને દેશો વચ્ચે અચાનક યુદ્ધ કેમ અને કેવી રીતે શરૂ થયું.

Thai-Cambodian-border
aljazeera.com

ગુરુવારે સવારે થાઇલેન્ડની સીમામાં કંબોડિયન ડ્રોનની ઉપસ્થિતિએ યુદ્ધના તણખાનું કામ કર્યું. ગુરુવારે સવારે લગભગ 7:30 વાગ્યે થાઈલેન્ડના સૈનિકોએ સુરીનમાં 'તા મુએન થોમ' મંદિર ઉપર કંબોડિયન સેનાનું ડ્રોન જોયું. ત્યારબાદ 6 કંબોડિયન સૈનિકોને થાઈલેન્ડના સૈનિક જોવા મળ્યા. આ કંબોડિયન સૈનિકો હથિયારલેસ હતા અને તેમની પાસે ગ્રેનેડ લોન્ચર હતા.

ત્યારબાદ બંને દેશોના સૈનિકો વચ્ચે આ ઉશ્કેરણીજનક પગલાને લઈને બહેસ શરૂ થઈ અને પછી લગભગ 8:30 વાગ્યે કંબોડિયન સૈનિકોએ થાઈલેન્ડના  સૈન્ય ઠેકાણા પર ફાયરિંગ શરૂ કર્યો. થાઈલેન્ડનો આરોપ છે કે લગભગ 9:00 વાગ્યે કંબોડિયન સેનાએ તેમના 'તા મુએન થોમ' મંદિર પર હુમલો કર્યો, ત્યારબાદ પરિસ્થિતિ વધુ વણસી ગઈ. આ ફાયરિંગમાં કેટલાક થાઈલેન્ડના સૈનિકો ઇજાગ્રસ્ત થયા, ત્યારબાદ થાઈલેન્ડે કમ્બોડિયા પર મોટા હુમલા કર્યા. કમ્બોડિયાએ પોયના રોકેટ હુમલાથી માત્ર સુરીન મંદિર જ નહીં, પરંતુ 'સી સા કેટ' રાજ્યમાં ડોન તુઆન મંદિરને પણ તેના રોકેટ હુમલાઓથી નિશાનો બનાવ્યું. થાઈલેન્ડનો દાવો છે કે કંબોડિયન સૈનિકો જાણી જોઈને મંદિરો અને રહેણાંક વિસ્તારોને નિશાનો બનાવી રહ્યા છે.

થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે તોપ-ગોળા ચાલી રહ્યા છે. કમ્બોડિયાનું કહેવું છે કે હુમલો થાઇલેન્ડ તરફથી શરૂ થયો હતો, જ્યારે થાઇલેન્ડનો દાવો છે કે તેની સીમામાં રોકેટ અને તોપોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેના જવાબમાં થાઇલેન્ડે F-16 વિમાનોથી કંબોડિયન સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. હવે તમને આ યુદ્ધનું સાચું કારણ બતાવીએ.

Thai-Cambodian-border2
firstpost.com

યુદ્ધનું કારણ શું છે?

11મી સદીનું પ્રીહ વિહિહર મંદિર થાઇલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે યુદ્ધનું કારણ બન્યું છે, આ મંદિર કમ્બોડિયાના પ્રીહ વિહાર પ્રાંત અને થાઇલેન્ડના સિસાકેટ પ્રાંતની સીમા પર સ્થિત છે. વર્ષ 1962માં, આંતરરાષ્ટ્રીય કોર્ટ એટલે કે ICJએ ચુકાદો આપ્યો કે આ મંદિર કમ્બોડિયાનું છે, પરંતુ બંને દેશો મંદિરની આસપાસની 4.6 ચોરસ કિલોમીટર જમીન પર પોતાનો દાવો કરે છે. થાઇલેન્ડનું કહેવું છે કે આ તેની જમીન છે, જ્યારે કમ્બોડિયા તેને પોતાનો હિસ્સો માને છે. તમને જણાવી દઈએ કે આ મંદિર 11મી સદીમાં ખમેર સમ્રાટ સૂર્યવર્મને ભગવાન શિવ માટે બનાવડાવ્યું હતું, પરંતુ સમય જતા આ મંદિર ન માત્ર શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું, પરંતુ રાષ્ટ્રવાદ, રાજનીતિ અને સૈન્ય તાકતનું અખાડો બની ગયું છે. આજે પણ આ મંદિરમાં શિવલિંગ છે, જે મંદિરનું કેન્દ્ર છે. આ મંદિરમાં ભગવાન શિવના દ્વારપાલ પણ જોઈ શકાય છે, જે ભક્તોની ઇચ્છાઓ ભગવાન શિવ સુધી પહોંચાડવાનું કામ કરે છે.

આ વિવાદ વર્ષ 1907માં શરૂ થયો હતો, જ્યારે તે સમયે કમ્બોડિયા પર શાસન કરતા ફ્રાન્સે એક નકશો બનાવ્યો હતો, જેમાં મંદિરને કમ્બોડિયામાં દર્શાવવામાં આવ્યું હતું. થાઇલેન્ડે ક્યારેય આ નકશો પૂરી રીતે સ્વીકાર્યો નહીં. વર્ષ 2008માં જ્યારે કમ્બોડિયાએ આ મંદિરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવ્યું, ત્યારે વિવાદ વધુ વકર્યો, કારણ કે થાઇલેન્ડે તેનો વિરોધ કર્યો. ત્યારબાદ 2008-2011 સુધી બંને દેશોની સેનાઓ વચ્ચે ઘણી ઘર્ષણ થયા, જેમાં ઘણા લોકો માર્યા ગયા.

તમને જણાવી દઈએ કે, કમ્બોડિયા પાસે એક સારી ઢંગનો ફાઇટર જેટ પણ નથી. હવે તે થાઇલેન્ડના હવાઈ હુમલાનો સામનો કેવી રીતે કરશે તે એક મોટો સવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે જો યુદ્ધ બંધ નહીં થાય, તો ચીન તેમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. ભલે ચીનના સંબંધો કમ્બોડિયા અને થાઈલેન્ડ બંને સાથે સારા છે, પરંતુ ચીનની થાઈલેન્ડ સાથે ઊંડી આર્થિક ભાગીદારી છે. ચીને થાઈલેન્ડને હથિયાર પણ વેચ્યા છે. તો શું હવે ચીન નબળા કમ્બોડિયા પર વિનાશ વેરશે?

About The Author

Related Posts

Top News

ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ નવી દિલ્હીમાં તેમના સ્વર્ગસ્થ પતિ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર માટે...
Entertainment 
ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

કોલ્હાપુરી ચપ્પલને પોતાના હોવાનો દાવો કરીને વિવાદમાં આવેલી ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડાએ ભારતીય કારીગરો સાથે મળીને લિમિટેડ એડિશન સેન્ડલ...
Business 
આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.