- National
- હિન્દી લાદવાના આરોપ વચ્ચે શિવસેના સ્થાપક બાલ ઠાકરેનો જૂનો વીડિયો થયો વાયરલ; 'હું મરાઠી છું પણ...'
હિન્દી લાદવાના આરોપ વચ્ચે શિવસેના સ્થાપક બાલ ઠાકરેનો જૂનો વીડિયો થયો વાયરલ; 'હું મરાઠી છું પણ...'
મહારાષ્ટ્રના લોકો પર હિન્દી લાદવાના આરોપો વચ્ચે શિવસેનાના સ્થાપક સ્વર્ગસ્થ બાલ ઠાકરેનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શિવસેના સ્થાપક બાલ ઠાકરેના ઉત્તરાધિકારી ઉદ્ધવ ઠાકરે અને તેમના ભત્રીજા રાજ ઠાકરેનો આરોપ છે કે, મોદી સરકાર મરાઠી લોકોને તેમની માતૃભાષાનું મહત્વ ઘટાડવા માટે બળજબરીથી હિન્દી શીખવવાનું કાવતરું કરી રહી છે. ભાષા વિવાદ પર બાલ ઠાકરેનું એક સ્પષ્ટ વલણ હતું, જેના પરથી આજે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંને અલગ વલણ અપનાવતા જોવા મળે છે.
તે વીડિયોમાં, શિવસેના સ્થાપક બાલ ઠાકરે કહી રહ્યા છે, 'મહારાષ્ટ્રમાં હું મરાઠી હોઈ શકું છું, પરંતુ ભારતમાં હું હિન્દુ છું.' તેમના ઉત્તરાધિકારીઓ, પુત્ર ઉદ્ધવ ઠાકરે અને ભત્રીજા રાજ ઠાકરે અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના શાસક મહાયુતિ ગઠબંધન વચ્ચે હિન્દી 'લાદવા' સામે રાજ્ય ભાષાની પ્રાધાન્યતાને લઈને ચાલી રહેલા ઝઘડા વચ્ચે આ વીડિયો ફરીથી ઓનલાઈન સામે આવ્યો છે. વીડિયોમાં, ખભા પર કેસરી શાલ લપેટીને બાલ ઠાકરેએ પોતાને 'મરાઠી' અને 'હિન્દુ' ઓળખનો ધ્વજવાહક બનાવ્યો છે. પોતાના નિવેદનમાં તેમણે વધુમાં કહ્યું, 'આપણે ભાષાકીય ઓળખથી ઉપર હિન્દુત્વને સ્વીકારવું જોઈએ.'
https://twitter.com/BattaKashmiri/status/1941511173314339169
બે દાયકાથી અલગ રહેલા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મુંબઈમાં 'વિજય રેલી' માટે ભેગા થયાના અમુક કલાકો પછી, શનિવારે રાત્રે ટ્વિટર પર આ ક્લિપ પોસ્ટ કરવામાં આવી હતી. બંને પિતરાઈ ભાઈઓ રાજ્યને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે હિન્દીને ડિફોલ્ટ ભાષા બનાવવાના આદેશને પાછો ખેંચવા માટે મજબુર કર્યા માટે 'ઉજવણી' કરી રહ્યા હતા. ઉદ્ધવ ઠાકરે, જેઓ તેમના પિતાની રાજકીય વિચારધારાના ઉત્તરાધિકારી તરીકે દેખાવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ખાસ કરીને DyCM એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેના જૂથ સામે જે અલગ થઈને BJPમાં જોડાઈ ગયા હતા, તે શિવસેના (UBT)ની તરફથી એમ પણ કહેવામાં આવ્યું કે, મનસે નેતા રાજ ઠાકરે અને શિવસેના (UBT)ના ઉદ્ધવ ઠાકરે આગામી મુંબઈ નગર નિગમની ચૂંટણીઓ સાથે મળીને લડશે. જ્યારે પિતાના શબ્દોને રિપીટ કરતા, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'ભાઈ રાજ ઠાકરે અને તેઓ BJPને 'લોકો પર બળજબરીથી હિન્દી લાદવા' નહીં દે.'

