કોઈ 27 તો કોઈ 95 મતથી જીત્યું, બિહારની એ બેઠકો જ્યાં સામાન્ય અંતરથી પરિણામ નક્કી થયું

બિહાર ચૂંટણી પરિણામો આવી ગયા છે. NDA 202 બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવી છે, જ્યારે મહાગઠબંધન 35 બેઠકો પર સમેટાઇ ગયું છે. કેટલાક ઉમેદવારો રેકોર્ડ મતોથી જીત્યા છે, જ્યારે કેટલા એવા પણ છે જે સૌથી ઓછા માર્જિનથી જીત્યા છે.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ઓછા માર્જિનથી જીતનારા ઉમેદવારોમાં સૌથી પહેલું નામ JDUના ઉમેદવાર રામચરણ શાહનું છે. તેમણે સંદેશ બેઠક માત્ર 27 મતોથી જીતી હતી. તેમને 80,598 મતો મળ્યા, જ્યારે RJDના દીપુ સિંહને 80,571 મત મળ્યા. અહીં, જન સૂરાજ પાર્ટી મત કાપનાર સાબિત થઈ. JSPના રાજીવ રંજન રાજનને 6,040 મતો મળ્યા.

bihar-result
results.eci.gov.in

તેવી જ રીતે, અંગિઆંવ બેઠક પરથી BJPના ઉમેદવાર મહેશ પાસવાને માત્ર 95 મતોના માર્જિનથી જીત મેળવી હતી. તેમને 69,412 મતો મળ્યા, જેમણે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિનવાદી)ના ઉમેદવાર શિવ પ્રકાશ રંજનને હરાવ્યા હતા.

બલરામપુર બેઠક પરથી LJP (રામવિલાસ)ના ઉમેદવાર સંગીતા દેવીએ 389 મતોના માર્જિનથી જીત મેળવી, તેમણે AIMIM ઉમેદવાર મોહમ્મદ આદિલ હુસૈનને હરાવ્યા. સંગીતા દેવીને 80,459 મત મળ્યા.

એજ રીતે બખ્તિયારપુર બેઠક પર LJP ઉમેદવાર અરુણ કુમારે 981 મતોથી જીત મેળવી. તેમને 88,520 મતો મળ્યા. RJDના ઉમેદવાર અનિરુદ્ધ કુમારને હરાવ્યા, જેમને 87,539 મતો મળ્યા. RJD ઉમેદવાર કુમાર સર્વજીતે બોધગયા બેઠક પર 881 મતોથી જીત મેળવી, તેમને 100,236 મતો મળ્યા, LJP (રામવિલાસ)ના ઉમેદવાર શ્યામદેવ પાસવાનને હરાવ્યા.

કોંગ્રેસના ઉમેદવાર અભિષેક રંજને ચનપટિયા બેઠક પર 602 મતોથી જીત મેળવી. તેમને 87,538 મતો મળ્યા, તેમને ભાજપના ઉમેદવાર ઉમાકાંત સિંહને હરાવ્યા, જેમને 86,936 મતો મળ્યા હતા. RJD ઉમેદવાર ફૈઝલ રહેમાને ઢાકા બેઠક પર 178 મતોથી જીત મેળવી, તેમને 1,12,727 મતો મળ્યા, જ્યારે ભાજપના પવન કુમાર જયસ્વાલને 1,12,549 મતો મળ્યા.

bihar-result2
results.eci.gov.in

કોંગ્રેસના ઉમેદવાર મનોજ વિશ્વાસે બિહારની ફોર્બ્સગંજ બેઠક પર 221 મતોથી જીત મેળવી, જેમને 1,20,114 મતો મળ્યા, જ્યારે ભાજપના વિદ્યા સાગર કેસરીને 1,19,893 મતો મળ્યા. આ ઉપરાંત, જહાનાબાદ બેઠક પરથી RJDના ઉમેદવાર રાહુલ કુમારે 793 મતથી જીત મેળવી, તેમને 86402 મત મળ્યા, જ્યારે JDUના ઉમેદવાર ચંદેશ્વર પ્રસાદને 85609 મત મળ્યા. નબીનગર બેઠક પણ JDUના ઉમેદવાર ચેતન આનંદે 112 મતથી જીત મેળવી, તેમને 80380 મત મળ્યા, જ્યારે RJDના ઉમેદવાર અમોદ કુમાર સિંહને 80268 મત મળ્યા અને રામગઢ બેઠક પર સતિશ કુમાર યાદવે 30 મતથી જીત મેળવી, તેમને 72689 મત મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવાર અશોક કુમાર સિંહને 72659 મત મળ્યા.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.