- National
- Physics Wallahએ કાશ્મીરમાં એવી એડ બનાવી કે નોંધાઈ FIR, જાણો શું છે મામલો
Physics Wallahએ કાશ્મીરમાં એવી એડ બનાવી કે નોંધાઈ FIR, જાણો શું છે મામલો
ઓનલાઈન એજ્યુકેશનલ પ્લેટફોર્મ ‘Physics Wallah’ ફરી એકવાર ચર્ચામાં છે. તેનું કારણ છે એક જાહેરાતનો વીડિયો, જે વાયરલ થયા બાદ પોલીસે ‘Physics Wallah’ વિરુદ્ધ FIR દાખલ કરી છે. આ વીડિયો જમ્મુ-કાશ્મીરના બારામૂલાના ગુલમર્ગ વિસ્તારમાં શૂટ કરવામાં આવ્યો છે. જાહેરાતમાં 6 મહિન્દ્રા સ્કોર્પિયોને લીલાછમ મેદાનોમાંથી પસાર થતી બતાવવામાં આવી છે. આરોપ છે કે તેનાથી છોડ અને જડી-બુટીઓને નુકસાન થયું છે.
શું છે આખો મામલો?
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, Physics Wallahની કાશ્મીર બ્રાન્ચે પોતાની પહેલ, ‘તૂફાન’ને પ્રમોટ કરવા માટે એક વીડિયો શૂટ કર્યો હતો. આ વીડિયો ગુલમર્ગ નજીક તંગમાર્ગના બદરકોટ જંગલમાં શૂટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 29 ઓક્ટોબરના રોજ એક મિનિટ, 36 સેકન્ડનો વીડિયો યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો.

વીડિયોમાં નંબર પ્લેટ વિનાની 6 કાળી સ્કોર્પિયો ગાડી જંગલી વિસ્તાર અને લીલા મેદાનોમાંથી પસાર થતી જોવા મળે છે. Physics Wallahના ફેકલ્ટીના લોકો પણ બારામૂલા જિલ્લાના ગુલમર્ગ નજીક તંગમાર્ગના બદરકોટના જંગલોમાં ઓફ રેકોર્ડિંગ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો વાયરલ થતા જ સ્થાનિક લોકોએ સવાલ ઉઠાવ્યા. ખીણની ઇકોલોજીને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
કંપની ખીણની નાજુક ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડી રહી છે. તે વિદ્યાર્થીઓને ‘પર્યાવરણ સંરક્ષણ’ બાબતે કેવી રીતે શીખવી શકે. ત્યારબાદ, પોલીસ હરકતમાં આવી અને આ મામલાની તપાસ શરૂ કરી. અહેવાલો અનુસાર, ગુલમર્ગ ફોરેસ્ટ રેન્જ ઓફિસર ઇફ્તિખાર અહમદ કાદરીની ફરિયાદના આધારે તંગમાર્ગ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. ફરિયાદમાં જણાવાયું હતું કે વાહનોને જંગલ વિસ્તારમાં લીલાછમ ઘાસના મેદાનોમાંથી ઓફ રોડ ચલાવવામાં આવ્યા હતા, જેનાથી જંગલની ઘણી વનસ્પતિઓ અને અન્ય છોડને નુકસાન થયું. આ પ્રકારે ભારતીય વન અધિનિયમ 1927 અને વન સંરક્ષણ અધિનિયમ 1980નું ઉલ્લંઘન થયું છે.

ફરિયાદમાં આગળ જણાવાયું છે કે, ‘યુટ્યુબ પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો, જેમાં રજીસ્ટ્રેશન પ્લેટ વિનાની 6 કાળા સ્કોર્પિયો ગાડી કોઈપણ વન વિભાગના અધિકારીની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે જંગલ વિસ્તારમાં પ્રવેશતી દર્શાવવામાં આવી હતી. બદરકોટ ફોરેસ્ટ બ્લોકના ફિલ્ડ સ્ટાફ દ્વારા ચકાસણી કર્યા બાદ, જાણવા મળ્યું કે આ વીડિયો બદરકોટ ફોરેસ્ટ બ્લોકના જંગલ વિસ્તારમાં શૂટ કરવામાં આવ્યો છે.’ ફરિયાદ બાદ મળ્યા પોલીસે ભારતીય વન અધિનિયમની કલમો હેઠળ શરારત કરવા, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા અને ગુનાહિત અતિક્રમણ સાથે સાથે ભારતીય ફોરેસ્ટ એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો.

