- World
- શેખ હસીનાને સત્તા પરથી ઉથલાવી પાડવાને લઈને બાંગ્લાદેશના પૂર્વ મંત્રીનો મોટો ખુલાસો
શેખ હસીનાને સત્તા પરથી ઉથલાવી પાડવાને લઈને બાંગ્લાદેશના પૂર્વ મંત્રીનો મોટો ખુલાસો
ઓગસ્ટ 2024માં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને સત્તા ઊથલાવી પાડવા પાછળ અમેરિકાના ‘ડીપ સ્ટેટ’નો હાથ હોવાની અફવાઓ લાંબા સમયથી હતી. હવે બાંગ્લાદેશના પૂર્વ મંત્રી અને કટોકટી દરમિયાન મુખ્ય વાટાઘાટકાર રહેલા મોહિબુલ હસન ચૌધરીએ આ વાતની પુષ્ટિ કરવાનો દાવો કર્યો છે. રશિયા ટૂડે (RT) મીડિયા આઉટલેટ સાથેને આપેલા ઈન્ટરવ્યૂમાં ચૌધરીએ આરોપ લગાવ્યો કે જ્યોર્જ સોરોસ, USAID, ક્લિન્ટન પરિવાર અને બાઈડેન પ્રશાસનના એક ગઠબંધને ભંડોળ પૂરું પાડ્યું હતું.
આ ભંડોળનો ઉપયોગ ઉગ્રવાદીઓને પ્રોત્સાહન આપવા અને ઢાકામાં 2024ની સરકારને અસ્થિર કરીને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો. ચૌધરીએ જણાવ્યું હતું કે શેખ હસીનાને સત્તા પરથી ઊથલાવી પાડનારા રમખાણો અચાનક નહોતા થયા, પરંતુ 2018 થી જ આંતરરાષ્ટ્રીય રિપબ્લિકન ઇન્સ્ટિટ્યૂટ (IRI) જેવી અમેરિકન બિન-સરકારી સંસ્થાઓ (NGO) સાથે મળીને કેટલાક પરિવારો (ખાસ કરીને બાઈદેન અને ક્લિન્ટન) સતત તેમની સરકાર વિરુદ્ધ સતત અભિયાન ચલાવી રહ્યા છે.
પૂર્વ મંત્રીએ આરોપ લગાવ્યો કે, નોકરીના ક્વોટામાં સુધારાને લઈને શરૂ થયેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો ‘આ પૈસાથી સાવધાનીપૂર્વક નિયોજીત કરવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો કે આ અવ્યવસ્થા બાદમાં મોટી રમખાણોમાં ફેરવાઈ ગઈ, જેમાં ઇસ્લામિક તત્વોએ ઘૂસણખોરી કરી. ચૌધરીએ ખુલાસો કર્યો કે સરકારી નોકરી ક્વોટાના વિરોધમાં શરૂ થયેલા વિદ્યાર્થી આંદોલનને પહેલાથી ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. અરાજકાતની આ યોજના અગાઉથી બનાવવામાં આવી હતી.
આ પૈસાનો ઉપયોગ રમખાણો ભડકાવવા અને હસીના સરકારને ઘૂંટણિયે પાડવા માટે કરવામાં આવ્યો હતો. USAIDની કરોડો ડોલરબના ભંડોળનો કોઈ હિસાબ નહોતો. આ પૈસાનો ઉપયોગ 'સત્તા પરિવર્તન' ગતિવિધિઓ માટે કરવામાં આવ્યો હતો. ચૌધરીએ નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યૂનુસને પણ કથિત અમેરિકન ષડયંત્રનો હિસ્સો ગણાવ્યા. તેમના મતે, યૂનુસ તે સમયે યુરોપમાં હતા અને બાદમાં તેમને બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ચૌધરીએ એવો પણ દાવો કર્યો હતો કે, ક્લિન્ટન પરિવાર અને વચગાળાના યૂનુસ શાસન વચ્ચે લાંબા સમયથી સંબંધ છે.
તેમણે આરોપ લગાવ્યો કે હસીના સરકારને અસ્થિર કરવા માટે ‘ગુપ્ત NGO’ને ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું હતું અને USAIDના લાખો ડોલરનું ભંડોળ ગાયબ હતું, જેનો ઉપયોગ ‘સરકારને ઉથલાવી પાડવાની ગતિવિધિઓ’ માટે કરવામાં આવ્યો હતો. શેખ હસીના દેશમાંથી ભાગી ગયા બાદ, મુહમ્મદ યૂનુસને વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ચૌધરીએ સમગ્ર ઘટનાને ‘પશ્ચિમી પ્રાયોજિત ઓપરેશન’ ગણાવી જેનો હેતુ હસીનાના લાંબા સમયથી ચાલતા શાસનને ઉથલાવી પાડવા અને ઢાકામાં વધુ મજબુત શાસન સ્થાપિત કરવાનો હતો.

