- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 12-11-2025
વાર- બુધવાર
મેષ - પરિવાર સાથે સમય સારો રહે, માંગલિક પ્રસંગોના આયોજનો માટે સમય આપી શકશો, નવા આયોજનોમાં સફળતા મળશે.
વૃષભ - તમારા પ્રિયજનથી મુલાકાત થાય, અભ્યાસ માટેના નવા આયોજન કરી શકશો, ખાવા પીવામાં કાળજી રાખો.
મિથુન - ધનની સ્થિતિ મજબૂત બનાવવા પ્રયાસ વધારો, ધર્મ પાછળ ખર્ચ થાય, આકસ્મિક લાભની શક્યતા પણ રહે.
કર્ક - માનસિક તણાવ વધે, તમારું ધ્યાન કામમાં સ્થિર કરો, ભાગીદારની સલાહ અવશ્ય લો.
સિંહ - કચેરીઓને લગતા કામમાં વધુ ધ્યાન આપો, પગ કમરને લગતી સમસ્યાઓ થઈ શકે, ધંધા નોકરીમાં વધારે ધ્યાન આપી શકો.
કન્યા - સંબંધો મજબૂત બને, અટકેલા લાભો મેળવવા પ્રયત્ન વધારો, સંતાનો તરફથી લાભ મળે.
તુલા - નોકરી ધંધામાં રાહત થશે, તમારી પ્રતિભામાં વધારો થાય, આકસ્મિક કામમાં વધારો થાય.
વૃશ્ચિક - લોકોને મદદ રૂપ થઈ શકશો, તમારા બનાવેલા નિયમોથી તમને લાભ મળશે, શેર સટ્ટામાં લાભ થાય.
ધન - અરુચિ અને આળસથી દૂર રહો, આર્થિક પ્રગતિ પર ધ્યાન વધારો, લાંબા ગાળાના રોકાણથી લાભ થશે.
મકર - કોઈપણ વિવાદોથી દૂર રહો, શરદી ખાંસી જેવા રોગોથી સાચવવું, વ્યાયામ જેવી પ્રવૃતિ પર ધ્યાન આપી શકો.
કુંભ - અકારણના વિવાદોથી દૂર રહો, લાંબા ગાળાના રોકાણોથી સફળતા મળશે, ઉતાવળે કોઈ નિર્ણય લેવો નહીં.
મીન - તમે ઋણમાંથી મુક્તિ મેળવો, અજાણ્યા લોકોથી સાવધાન લાભની આશા ઠગામણી નીકળે. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

