લગ્નના 9 માહિનામાં જ પરિણીતાએ બાળકને જન્મ આપતા પતિ બોલ્યો- ‘આ પુત્ર મારો નથી’

લગ્નના હજી 9 મહિના થયા હતા અને એક પરિણીતાએ પુત્રને જન્મ આપી દીધો, જેને કારણે પતિના મનમાં વહેમ ભરાયો. લગ્નના 9 મહિનામાં જ પરિણીતાએ પુત્રને જન્મ આપતા પતિએ 'આ બાળક મારું નથી' કહીને ઝઘડો કરીને માર માર્યો હતો. જેથી પરિણીતાએ પુત્રનું DNA પરીક્ષણ કરાવ્યું, તો તેનો પતિ જ બાળકનો અસલી પિતા હોવાનું સામે આવ્યું હતું. છતા પતિ સહિત સાસરિયાના લોકો એક વાત માનવા તૈયાર નહોતા અને પરિણીતા પર અત્યાચાર કરતા રહ્યા. આ મામલો છે અમદાવાદના ઇસનપુરનો. ચાલો જાણીએ શું છે આખો મામલો.

isanpur-police-station.jpg-2

32 વર્ષીય યુવતી પરિવાર સાથે નિકોલમાં રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ફેબ્રુઆરી 2023માં તેની કંપનીમાં કામ કરતા યુવક સાથે તેના ત્રીજા લગ્ન થયા હતા. લગ્ન બાદ તે નિકોલમાં સાસરે રહેવા જતી રહી હતી. અને લગ્નના 9 મહિના બાદ પરિણીતાએ પુત્રને જન્મ આપ્યો હતો. જેથી પતિ સહિત સાસરિયાના લોકોના મનમાં વહેમ ભરાયો કે આ બાળક કોઇ બીજાનું છે અને આ બાળક અમારું નથીકહીને માર મારતા હતા. જેથી પરિણીતાએ બાળકનું DNA પરીક્ષણ કરાવ્યું હતું. તેના રિપોર્ટમાં પણ બાળક તેના પતિનું જ હોવાનું સામે આવ્યું હતું. છતા સાસરિયાના લોકો માનવા તૈયાર નહોતા અને પતિ સહિત બધા ભેગા મળીને પરિણીતા પર અત્યાચાર કરી રહ્યા હતા.

આ ઉપરાંત પતિ સહિત સાસરિયાના લોકો પરિણીતાને કરિયાવર બાબતે મેણા-ટોણા મારતા અત્યાચાર કરી રહ્યા હતા. તેઓ પરિણીતાને તેના ઘરે મૂકી ગયા હતા. જેથી સમાધાન માટે પરિણીતાના પિતાએ જમાઈ સહિત બધાને બોલાવ્યા હતા, પરંતુ કોઈ સમાધાન ન થયું અને પરિણીતાના પિતાને પણ મા*ર માર્યો હતો. કંટાળીને પરિણીતાએ પતિ, સાસુ, નણંદ અને જેઠ સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.