જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા છોકરીઓના ધર્માંતરણ કરતો, અલગ-અલગ જાતિ માટે ભાવ નક્કી કર્યા હતા

તાજેતરમાં, લખનઉમાં 12 લોકોને ઇસ્લામથી હિન્દુ ધર્મમાં પાછા લાવવામાં આવ્યા હતા. પીડિતોએ આરોપ લગાવ્યો હતો કે, ઉત્તર પ્રદેશના બલરામપુરના રહેવાસી જમાલુદ્દીન ઉર્ફે 'છાંગુર બાબા'એ પૈસાની લાલચ આપીને તેમનું ધર્માંતરણ કરાવ્યું હતું. ત્યારથી, તે UP ATS અને STF (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)ની નજરમાં આવી ગયો હતો. હવે છાંગુર બાબાની ધરપકડ કરવામાં આવી છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, UP ATSએ ગેરકાયદેસર ધર્માંતરણના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબાની ધરપકડ કરી છે. આ જ કેસમાં અન્ય એક આરોપી નીતુ રોહરા ઉર્ફે નસરીનની પણ ધરપકડ કરવામાં આવી છે. ADGP (કાયદો અને વ્યવસ્થા) અમિતાભ યશે આ કેસ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, UP STFને માહિતી મળી હતી કે, છાંગુર બાબા નામનો વ્યક્તિ બલરામપુર જિલ્લાના ઉટરૌલા શહેરમાં હાજી પીર જલાલુદ્દીનના નામે પોતાને પ્રમોટ કરી રહ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે તે ધર્માંતરણ નેટવર્ક ચલાવી રહ્યો હતો. જે પૈસાની લાલચ આપીને છોકરીઓનું ધર્માંતરણ કરાવતો હતો.

03

રિપોર્ટ મુજબ, પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, ગેંગના સભ્યોએ પોતાના નામે અને વિવિધ સંગઠનોના નામે 40થી વધુ બેંક ખાતા ખોલ્યા હતા. જેમાં 100 કરોડ રૂપિયાથી વધુનો વ્યવહાર કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આ વિદેશી ભંડોળનો ઉપયોગ છોકરીઓને લાલચ આપીને ધર્માંતરણ કરવા માટે કરવામાં આવતો હતો. STFએ જણાવ્યું હતું કે માહિતી મળી છે કે, મોટાભાગનું વિદેશી ભંડોળ ગલ્ફ દેશોમાંથી આવ્યું છે. જેની તપાસ ચાલી રહી છે. ADGPના જણાવ્યા મુજબ, આરોપીઓ લગભગ 40 વખત ઇસ્લામિક દેશોમાં પણ ગયા હતા.

રિપોર્ટ મુજબ, આ ગેંગે કથિત રીતે છોકરીઓની જાતિ અનુસાર દર નક્કી કર્યો હતો. જે તેમને ધર્માંતરણ પછી આપવામાં આવતો હતો.

બ્રાહ્મણ/ક્ષત્રિય/સરદાર છોકરીઓ માટે: રૂ. 15-16 લાખ, પછાત જાતિની છોકરીઓ માટે: રૂ. 10-12 લાખ, અન્ય જાતિઓ માટે: રૂ. 8-10 લાખ.

01

નવેમ્બર 2024માં નોંધાયેલી FIR પછી, UP ATSએ છાંગુર બાબાના પુત્ર મહેબૂબની પણ ધરપકડ કરી હતી. જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા છેલ્લા આઠ મહિનાથી ભૂગર્ભમાં હતો. પીડિતોએ આરોપ લગાવ્યો હતો કે કેટલાકને લવ જેહાદમાં ફસાવીને ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતું, જ્યારે કેટલાકને પૈસાની લાલચ આપીને અથવા વિદેશમાં નોકરી આપવાનું વચન આપીને ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતું.

Top News

શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને...
World 
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

ભારતીય શેરબજારમાં સતત ઘટાડો પોતાનું અસ્તિત્વ હજુ પણ ધરાવે છે. આજે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 720 પોઈન્ટથી વધુ...
Business 
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

બ્રિટનના પ્રવાસે ગયેલા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન...
World  Politics 
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...

અલીગઢ જિલ્લાના એક ગામમાં પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખતી વખતે 11 સોનાના સિક્કા મળી આવતા અફરતફરી મચી ગઈ હતી. લોકો...
National 
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.