BMC ચૂંટણી માટે શરદ પવારની NCPએ ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો કોને ટિકિટ આપવામાં આવી છે

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવાર (NCP-SCP)એ સોમવારે આગામી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી. આ યાદીમાં મુંબઈના સાત વોર્ડના ઉમેદવારોનો સમાવેશ થાય છે. અજિત રાવરાણેને વોર્ડ નંબર 43 માટે, સંજય ભીમરાવ કાંબલેને વોર્ડ 140 (SC) માટે, શ્રદ્ધા જાવેદ દેશપાંડેને વોર્ડ નંબર 78 માટે નામાંકિત કરવામાં આવ્યા છે, જે મહિલા જૂથ માટે અનામત હતો. ગણેશ શિંદેને વોર્ડ નંબર 48 માટે, રોહિણી મદન ખાનવિલકરને વોર્ડ નંબર 59 માટે અને મંજુ રવિન્દ્ર જાધવને વોર્ડ નંબર 112 માટે નામાંકિત કરવામાં આવ્યા છે.

Sharad-Pawar-NCP-Candidate-List2
mid-day.com

આ દરમિયાન, શિવસેના (UBT) ના નેતા કિશોરી પેડનેકરે જણાવ્યું હતું કે, તેમને વોર્ડ 199માંથી AB ફોર્મ મળ્યું છે અને તેઓ આવતીકાલે આ વોર્ડમાંથી પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. રવિવારે, DyCM અજિત પવારની આગેવાની હેઠળની NCP15 જાન્યુઆરીએ યોજાનારી BMC ચૂંટણી માટે 37 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં વોર્ડ નં. 3થી મનીષ દુબે, વોર્ડ નં. 48થી સિરિલ પીટર ડિસોઝા, વોર્ડ નં. 62થી અહેમદ ખાન અને અન્ય વોર્ડમાંથી ઘણા નામો શામેલ છે, જેમ કે બબન રામચંદ્ર મદને (વોર્ડ 76), સચિન તાંબે (વોર્ડ 93), અને શ્રીમતી આયેશા શમ્સ ખાન (વોર્ડ 96).

Sharad-Pawar-NCP-Candidate-List1
marathi.abplive.com

આ ત્રણ નામોની જાહેરાતથી સ્પષ્ટ થાય છે કે NCP કુર્લા અને આસપાસના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં નવાબ મલિકના પરિવાર અને રાજકીય પ્રભાવ પર આધાર રાખી રહી છે. વિશ્લેષકો માને છે કે, NCPએ સ્પષ્ટ કરી દીધું છે કે તે દબાણ રાજકારણના નામે તેના જૂના અને પ્રભાવશાળી નેતાઓને બાજુ પર રાખશે નહીં, ભલે તેને આમ કરવા બદલ ટીકાનો સામનો કરવો પડે. પ્રથમ યાદીનો એકંદર સંદેશ એ છે કે NCP BMC ચૂંટણી માટે પોતાનો રાજકીય માર્ગ નક્કી કરવા માંગે છે.

Sharad-Pawar-NCP-Candidate-List4
aninews.in

અહીં તમને બતાવી દઈએ કે, મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC), પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીઓની જાહેરાત કરી છે. મુંબઈમાં 227 વોર્ડ માટે મતદાન 15 જાન્યુઆરીએ થશે અને મતગણતરી 16 જાન્યુઆરીએ કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

અમેરિકાએ આ 21 દેશોની મુસાફરી ન કરવા પોતાના નાગરિકોને સલાહ આપી

અમેરિકાએ ગુરુવારે તેના નાગરિકો માટે એક સત્તાવાર ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રએ અમેરિકન નાગરિકોને આ 21 દેશોની મુસાફરી...
World 
અમેરિકાએ આ 21 દેશોની મુસાફરી ન કરવા પોતાના નાગરિકોને સલાહ આપી

છેલ્લી ઓવરમાં જીતવા 6 રનની જરૂર હતી આ બોલરે એવો જાદૂ કર્યો કે ટીમને જીતાડી દીધી

વિજય હજારે ટ્રોફી 2025-26માં રમાતી દરેક મેચ ભારે ઉત્તેજના અનુભવી રહી છે. 8 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર અને ગોવા વચ્ચેની મેચ...
Sports 
છેલ્લી ઓવરમાં જીતવા 6 રનની જરૂર હતી આ બોલરે એવો જાદૂ કર્યો કે ટીમને જીતાડી દીધી

રાહુલ ગાંધીનો 'હલ્લા બોલ', ભાજપ સરકારની નિષ્ફળતાઓ ગણાવી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશમાં ભાજપ શાસિત રાજ્યોની 'ડબલ એન્જિન' સરકારો પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ...
Politics 
રાહુલ ગાંધીનો 'હલ્લા બોલ', ભાજપ સરકારની નિષ્ફળતાઓ ગણાવી

રાજપીપળામાં મંદિરના મકાનમાંથી 40થી વધુ વાઘના ચામડા અને 100થી વધારે નખ મળ્યા, ગુજરાતની પ્રથમ ઘટના

થોડા સમય અગાઉ ગુજરાતમાં 30 વર્ષ બાદ વાઘ દેખાયો હતો ત્યારે હવે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધર્મેશ્વર...
Gujarat 
રાજપીપળામાં મંદિરના મકાનમાંથી 40થી વધુ વાઘના ચામડા અને 100થી વધારે નખ મળ્યા, ગુજરાતની પ્રથમ ઘટના
Copyright (c) Khabarchhe All Rights Reserved.