'ઘરમાં લગ્ન છે, માના શરીરને ફ્રીઝરમાં મૂકી દો...' એવું કહેનારા પુત્રએ માફી માંગી, આ રીતે કરશે 'પ્રાયશ્ચિત'

ગોરખપુરમાં, જેમણે અંતિમ સંસ્કાર પહેલા ચાર દિવસ સુધી તેમની માતાના શરીરને ફ્રીઝરમાં મૂકી રાખવાનું કહેનારા પુત્રો હવે સામાજિક અપમાનનો સામનો કરી રહ્યા છે. તેમણે પંચાયતમાં તેમના પિતા પાસે માફી માંગી, ત્યારપછી તેમના પિતા ભુઆલે તેમને માફ કરી દીધા. હવે, એક પૂજારીની સલાહને અનુસરીને, પરિવારે તેમની માતાનું લોટનું પૂતળું બનાવીને તેમની માતાના અગ્નિસંસ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

Gorakhpur-Mother
navbharattimes.indiatimes.com

હકીકતમાં, શોભા દેવી (65 વર્ષીય)ના શરીરને તેમના પુત્રએ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટના 20 નવેમ્બરના રોજ ગોરખપુરમાં બની હતી. પુત્રએ ના પાડી એનું કારણ એ હતું કે, તેના પુત્રના લગ્ન હતા. તેણે તેના પિતાને કહ્યું કે, શરીરને ચાર દિવસ માટે ફ્રીઝરમાં મૂકી દો, લગ્ન પછી આવીને અંતિમ સંસ્કાર કરી દઈશું. આ વાતથી પુત્રોની બદનામી થઈ અને તેમને અપમાન સહન કરવું પડ્યું. પુત્રોએ તેમના પિતા, ભૂઆલ (68 વર્ષીય)ની પંચાયતમાં માફી માંગી, ત્યારપછી પિતાએ તેમને માફ કરી દીધા.

Gorakhpur-Mother1
bhaskar.com

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, પિતા ભૂઆલ અને મૃતક શોભા દેવીએ ગામમાંથી ઉછીના પૈસા લઈ અને તેમના પુત્રોને છોડી દઈને તીર્થયાત્રાના બહાને જૌનપુરના એક વૃદ્ધાશ્રમમાં રહેવા ચાલ્યા ગયા હતા. આ સમય દરમિયાન, પુત્રોને તેમના મામાના સંબંધીઓ દ્વારા ઉછેરવામાં આવ્યા હતા, જેના કારણે પરિવારમાં અંતર બન્યું હતું. પુત્રોના વર્તન પાછળ આ અંતર એક મુખ્ય કારણ હોવાનું બહાર આવ્યું હતું, જોકે કેમેરા સામે કોઈ બોલવા તૈયાર નહોતું.

Gorakhpur-Mother2
republicbharat.com

બદનામી અને અપમાનની લાગણી અનુભવ્યા પછી, જ્યારે પિતા તેમના સંબંધીઓ સાથે તેમની માતાના મૃતદેહને દફનાવવા પહોંચ્યા, ત્યારે પુત્રો પણ ત્યાં પહોંચ્યા અને મૃતદેહને દફનાવ્યો. ત્યારપછી ગ્રામ પંચાયત યોજાઈ, જ્યાં પુત્રોએ તેમના પિતાની માફી માંગી. ગુસ્સે ભરાયેલા પિતા ભૂઆલએ તેમને માફ કરી દીધા અને પુત્રોએ તેમને પોતાની સાથે લઈ લીધા.

Gorakhpur-Mother-Son3
amarujala.com

પુત્રોની માફી પછી, મોટા પુત્રના પુત્રના હવે લગ્ન થઇ ગયા છે. અંતિમ સંસ્કાર માટે એક પૂજારીને બોલાવવામાં આવ્યો હતો અને તેમની સલાહ લેવામાં આવી હતી. પૂજારીની સલાહને અનુસરીને, એવું નક્કી કરવામાં આવ્યું કે, શોભા દેવીનું લોટનું પૂતળું બનાવીને અગ્નિસંસ્કાર કરવામાં આવશે.

Gorakhpur-Mother-Son4
amarujala.com

અહીં તમને બતાવી દઈએ કે મૃતકના પતિ ભુઆલ ગુપ્તાને, એક વર્ષ પહેલા તેના મોટા દીકરાએ ઘરમાંથી કાઢી મુક્યા હતા, ત્યારપછી તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જૌનપુર વૃદ્ધાશ્રમમાં આવતા પહેલા, તેઓએ અયોધ્યા અને મથુરાની પણ મુલાકાત લીધી હતી.

About The Author

Top News

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે

ભારત પર 50 ટકા ટેરિફ હોવા છતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ચોખા પર ટેરિફ વધારવાની વાત કરી છે. જો...
World 
ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.