- National
- ઇન્ડિગોના પાયલટે ઈમરજન્સી લેન્ડિંગના સમયે PAN, PAN, PAN કેમ કહ્યું? જાણો ફ્લાઈટના કોડવર્ડ્સનો અર્થ
ઇન્ડિગોના પાયલટે ઈમરજન્સી લેન્ડિંગના સમયે PAN, PAN, PAN કેમ કહ્યું? જાણો ફ્લાઈટના કોડવર્ડ્સનો અર્થ

દિલ્હીથી ગોવા જઇ રહેલી ઇન્ડિગોની વિમાનના એન્જિનમાં સમસ્યા સર્જાયા બાદ, પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલને સંદેશ મોકલ્યો હતો. વિમાનને ડાયવર્ટ કરવામાં આવ્યું અને મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ઇન્ડિગોના પાયલટે ઈમરજન્સી લેન્ડિંગ અગાઉ PAN, PAN, PAN બોલ્યો હતો. આ ઘટના 16 જુલાઈના રોજ બની હતી. વિમાનમાં 191 મુસાફરો સવાર હતા.
ઇન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘16 જુલાઈના રોજ દિલ્હીથી ગોવા જઇ રહેલી ફ્લાઇટ 6E 6271માં ટેક્નિકલ સમસ્યા સર્જાઈ હતી. નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરતા વિમાનને ડાયવર્ટ કરવામાં આવ્યું અને તેની લેન્ડિંગ મુંબઈમાં કરાવવામાં આવી હતી.’ પાયલટે વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ અગાઉ PAN.. PAN.. PAN..નો સંદેશ મોકલ્યો હતો. તેનો અર્થ એ છે ઈમરજન્સી, પરંતુ આ જીવલેણ નથી. આ ફ્રેન્ચ શબ્દ Penne પરથી આવ્યો છે. ચાલો ફ્લાઇટમાં વપરાતા અન્ય ઇમરજન્સી કોડ્સ બાબતે જાણીએ.
MAYDAYનો ઉપયોગ પાઇલટ્સ ત્યારે કરે છે, જ્યારે ઈમરજન્સી જીવલેણ હોય છે. આ ફ્રેન્ચ શબ્દ m'aider પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે- ‘મને બચાવો.’ 12 જૂનના રોજ અમદાવાદમાં વિમાન દુર્ઘટના અગાઉ પણ પાયલટે MAYDAY, MAYDAY, MAYDAY સંદેશ મોકલ્યો હતો. પાયલટ તરફથી 3 વખત MAYDAY સંદેશ મોકલવાનો અર્થ એ છે કે પરિસ્થિતિ તેના નિયંત્રણ બહાર થઈ ચૂકી છે.
ફ્યૂલ ડંપિંગ- જો વધુ ફ્યૂલને કોઈ વિમાનનું સંતુલન કારણે બગડી રહ્યું હોય અથવા પાઇલટને લાગી રહ્યું હોય કે ફ્યૂલ ડમ્પ કરવું જરૂરી છે, તો તે સૌથી પહેલા ATCને તેની સૂચના આપશે. ત્યારબાદ ATC દર 3 મિનિટ પર બધી ફ્લાઇટ્સને આ સંદેશ મોકલશે કે કઈ ફ્લાઇટ, કયા લોકેશન પર અને કેટલી ઊંચાઈ પર ફ્યૂલ ડમ્પ કરી રહી છે. તેના માટે એક નિશ્ચિત ફોર્મેટનો ઉપયોગ કરવામાં આવે છે. Attention all aircraft - fuel dumping in progress over - (location) at (altitude) by (type aircraft) (flight direction). ડમ્પિંગ પૂર્ણ થયા બાદ આજ પ્રકારે, ATC બધા વિમાનોને તેની જાણકારી આપે છે.
7-5-0-0 કોડ પાયલટ ત્યારે મોકલે છે જ્યારે વિમાન હાઇજેક થઈ જાય છે આ કોડ પાયલટ મૌખિક રીતે પણ મોકલે છે અને આ કોડ પ્લેનના ટ્રાન્સપોન્ડરમાં પણ સેટ કરી દે છે. જો પાયલટ આ કોડ મોકલે છે, તો તેનો અર્થ થાય છે- હું હાઇજેક થઈ ગયો છું. મને નવા ડેસ્ટિનેશન પર લઈ જવામાં આવી રહ્યો છે. જો કોઈ વિમાન ATC સાથે સંપર્ક ગુમાવે છે, તો પાઇલટ 7-6-0-0 કોડ પ્લેનના ટ્રાન્સપોન્ડરમાં સેટ કરી દે છે. જે પણ ATC આ કોડ મેળવે છે, તેઓ પ્લેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે.
Related Posts
Top News
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Opinion
