RSS કેમ બંધારણમાં 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દો હટાવવા માંગે છે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેએ ગુરુવારે કોંગ્રેસ પાસે માગ કરી હતી કે તે 50 વર્ષ અગાઉ ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા લગાવવામાં આવેલી ઈમરજન્સી માટે માફી માગે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા હોસબાલેએ સંવિધાનની પ્રસ્તાવનામાંથી  2 શબ્દ 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' હટાવવાની જોરદાર હિમાયત કરી. આ શબ્દ ઈમરજન્સી દરમિયાન તત્કાલીન કોંગ્રેસ સરકારે જોડ્યા હતા.

વર્ષ 1975માં લગાવવામાં આવેલી ઈમરજન્સીને યાદ કરતા, હોસબાલેએ કહ્યું કે, એ દરમિયાન હજારો લોકોને જેલમાં નાખવામાં આવ્યા અને યાતનાઓ આપવામાં આવી. ન્યાયપાલિકા અને મીડિયાની આઝાદી પણ છીનવી લેવામાં આવી હતી. હોસબાલેએ કહ્યું કે ઈમરજન્સી દરમિયાન મોટા પ્રમાણમાં બળજબરીથી નસબંધી કરવામાં આવી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, જે લોકો તે સમયે આ બધું કરી રહ્યા હતા અને આજે સંવિધાનની નકલ લઈને ફરી રહ્યા છે. તેમણે અત્યાર સુધી માફી માગી નથી, હવે માફી માગો. તેમણે વધુમાં કહ્યું કે તમારા પૂર્વજોએ આ કર્યું હતું, દેશ પાસે તેના માટે માફી માગવી જોઈએ.

Dattatreya-Hosabale
indianexpress.co

 

ક્યારે અને શા માટે લાગી હતી ઈમરજન્સી?

25 જૂન 1975ના ​​રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લગાવી દીધી હતી. તેનું કારણ અલ્લાહબાદ હાઇકોર્ટનો નિર્ણય હતો, જેમાં તેમની લોકસભા સીટ રદ કરવામાં આવી હતી. આંતરિક અશાંતિનો સંદર્ભ આપતા સરકારે સંવિધાનને સ્થગિત કરી દીધું. RSS, જન સંઘ અને વિપક્ષી નેતાઓ સહિત લાખો લોકોને કોઈ કારણ વિના જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જે.પી. આંદોલનના નેતા જયપ્રકાશ નારાયણથી લઈને સામાન્ય કાર્યકર્તા સુધી બધા પર અત્યાચાર કરવામાં આવ્યો હતો.

ઈમરજન્સીમાં સંજય ગાંધીના નેતૃત્વમાં લાખો પુરુષોની બળજબરીપૂર્વક નસબંધી કરવામાં આવી હતી. ગામે ગામ ટારગેટ આપવામાં આવ્યા હતા, જેણે ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ રહેનારા લોકોને સૌથી વધુ નુકસાન પહોંચાડયું. પ્રેસ પર સેન્સરશીપ લાગી. અખબારોને સરકારના ઈશારે કામ કરવા મજબૂર કરવામાં આવી હતી. કોર્ટની સ્વતંત્રતા પર પણ નજર રાખવામાં આવી હતી.

Dattatreya-Hosabale1
indiatoday.in

 

1976માં 42મા સુધારા દ્વારા ઈમરજન્સી દરમિયાન સંવિધાનની પ્રસ્તાવનામાં સમાજવાદીઅને ધર્મનિરપેક્ષશબ્દ જોડવામાં આવ્યા હતા. RSSનો દાવો છે કે આ શબ્દો બળજબરીથી થોપવામાં આવ્યા હતા અને હવે તેમને હટાવવાનો સમય છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતના નાણામંત્રીએ 4 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, જાણો કોને શું મળ્યું

નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું ₹4,08,053 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે. રાજ્યના આર્થિક વિકાસને વેગ આપવા માટે...
Gujarat 
ગુજરાતના નાણામંત્રીએ 4 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, જાણો કોને શું મળ્યું

શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ...
Charcha Patra 
શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

વિશ્વગુરુ/સુપરપાવરની હોડમાં ન પડતા અને સુખી, શાંતિપૂર્ણ તથા સુરક્ષિત જીવન જીવતા દેશો પણ વિશ્વમાં છે. આ દેશોમાં મુખ્યત્વે નાના અને...
Lifestyle 
વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા રજૂ કરાયેલા રોબો ડોગથી વિવાદ ઉભો થઇ ગયો છે. આ રોબો ડોગ...
Tech and Auto 
જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.