સાબરમતી આશ્રમની પુનર્વિકાસ યોજનાને એક પરિવારે અટકાવી દીધી! જાણો શા માટે તેઓ ઘર ખાલી કરવા તૈયાર નથી?

સરકાર મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમનો પુનર્વિકાસ કરવાની યોજના બનાવી રહી છે. 250થી વધુ પરિવારો સંમત થયા છે અને સ્થળાંતરિત થયા છે. જોકે, મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, એક ભાડૂઆતે સમગ્ર પ્રોજેક્ટની અંદર અડિંગો જમાવ્યો છે. તેણે પોતાનું ઘર ખાલી કરવાનો ઇનકાર કર્યો છે, જેના કારણે સાબરમતી આશ્રમનો પુનર્વિકાસ કાર્યક્રમ અટકી ગયો છે. આ પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન માર્ચ 2024માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. સરકાર 2027 સુધીમાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખે છે.

સાબરમતી આશ્રમ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલું છે. મહાત્મા ગાંધીને કારણે આ આશ્રમને ખ્યાતિ મળી હતી. 'મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ' હેઠળ કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત રીતે સાબરમતી આશ્રમનો પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. સાબરમતી આશ્રમ પુનર્વિકાસ પ્રોજેક્ટ હેઠળ, જે રૂ. 1,200 કરોડના ખર્ચે 55 એકરમાં અમલમાં મુકાઈ રહ્યો છે, જેમાં આજુબાજુના મોટાભાગના જૂના મકાનો ખાલી કરાવવામાં આવ્યા છે, અને નવીનીકરણનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. ત્યાં બાંધવામાં આવેલી ઝૂંપડીઓનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.

Sabarmati Ashram-Project
indianexpress.com

આ વિસ્તારના ઉત્તર-પશ્ચિમમાં સ્થિત એક ઘરના રહેવાસીઓ ત્યાંથી નીકળવા તૈયાર નથી. સ્વર્ગસ્થ મોહનભાઈ રાઠોડનો પરિવાર આ ઘરમાં રહેતો હતો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સ્થિત, રાઠોડના પત્ની, બાળકો અને સંબંધીઓ ભાડૂઆત તરીકે રહે છે. આ પરિવાર સરકારની પુનર્વસન યોજના સ્વીકારવા તૈયાર નથી, જ્યારે અગાઉથી ત્યાં રહેતા આશરે 250 પરિવારો પહેલાથી જ સ્થળાંતર કરી ચૂક્યા છે.

એક અંગ્રેજી અખબારમાં 11 જૂન, 2025ના રોજ છપાયેલા અહેવાલ મુજબ, આશ્રમ સ્થળ પર સ્થિત ત્રણ મિલકતો, A, B અને C અંગે અમદાવાદની સ્મોલ કોઝ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. મિલકત Bએ ઘર છે જ્યાં રાઠોડ પરિવાર રહે છે, જ્યારે મિલકત A અને C બે પ્લોટ છે.

આ અરજી મોહનભાઈ રાઠોડના પરિવારના સભ્યો દ્વારા દાખલ કરવામાં આવી હતી. રાઠોડ પરિવારે સાબરમતી આશ્રમ સંકુલની અંદર આવેલી ત્રણ મિલકતો, A, B અને C અંગે સ્મોલ કોઝ કોર્ટમાં હાઉસ રેન્ટ પિટિશન (HRP) દાખલ કરી હતી. તેમણે 2014માં આશ્રમ ટ્રસ્ટ વિરુદ્ધ ભાડા હકોનો દાવો કરતી અરજી દાખલ કરી હતી.

Sabarmati Ashram-Project
hindi.newslaundry.com

સ્મોલ કોઝ કોર્ટે 2019માં મિલકત B માટે મનાઈ હુકમ આપ્યો હતો, પરંતુ મિલકત A અને C માટેની અરજી ફગાવી દીધી હતી. આ આદેશને અપીલ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેણે આદેશને સમર્થન આપ્યું હતું. ત્યારપછી, તેઓએ હાઇકોર્ટમાં રિવિઝન પિટિશન દાખલ કરી હતી. અહીં પણ, અપીલ કોર્ટના આદેશને સમર્થન આપતા રિવિઝન અરજી ફગાવી દેવામાં આવી હતી.

રાઠોડ પરિવારનો દાવો છે કે, ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા 1930માં વિવાદમાં રહેલી મિલકતો તેમના દાદાને ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, ટ્રસ્ટે 1977થી ત્રણેય મિલકતો માટે ભાડું ચૂકવ્યું છે. પ્રતિવાદી ટ્રસ્ટે અરજીનો વિરોધ કર્યો હતો, અને કહ્યું હતું કે મિલકત A અને C માટે રાઠોડ પરિવાર દ્વારા રજૂ કરાયેલ ભાડા રસીદો અસલી નથી.

રાઠોડ પરિવાર હાલમાં મિલકત Bમાં રહે છે. જોકે, 256 પરિવારોએ યોજના હેઠળ સ્થળાંતરની ઓફર સ્વીકારી. આમાંથી, 43 પરિવારોએ 4 BHK ફ્લેટ લીધા, 16ને સરકારી આવાસ યોજના હેઠળ ઘર મળ્યા, 24ને નજીકની હાઉસિંગ સોસાયટીમાં ખસેડવામાં આવ્યા, અને 173 પરિવારે રૂ. 60 થી રૂ. 90 લાખ સુધીનું વળતર મળ્યું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવે માત્ર રાઠોડ પરિવારની માલિકીનું રહેણાંક ઘર ખાલી કરવાનું બાકી છે.

About The Author

Related Posts

Top News

મમ્મી-પાપા 10 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ હતા, 8 ધોરણમાં ભણતા પુત્રએ સમજાવ્યા, પણ ન માન્યા, પછી તેણે...

છેતરપિંડી કરનારાઓએ ખુબ ચાલાકીપૂર્વક એક દંપતીને પોતાની વાતોમાં ફસાવી લીધું હતું. તેમણે તેમને આતંકવાદી કાર્યવાહીમાં સંડોવણી હોવાની ધમકી આપી અને...
National 
મમ્મી-પાપા 10 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ હતા, 8 ધોરણમાં ભણતા પુત્રએ સમજાવ્યા, પણ ન માન્યા, પછી તેણે...

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.