આંગણવાડી વર્કર દલિત હતી તો 4 મહિનાથી કોઈએ બાળકોને મોકલ્યા નહોતા, પછી આ રીતે મામલો ઉકેલવો પડ્યો

શર્મિષ્ઠા સેઠી તેના સમુદાયમાં સ્નાતકની ડિગ્રી મેળવનારી પ્રથમ વિદ્યાર્થિની છે અને સરકારી નોકરી મેળવનારી પોતાના ગામની થોડી છોકરીઓમાંથી એક છે, પરંતુ જાતિ ગૌરવનો ઘમંડ એવો છે કે તેનાથી લોકો જાતિથી ઉપર ઊઠીને કઈ જોઈ શકતા નથી. છેલ્લા ચાર મહિનાથી શર્મિષ્ઠાને સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડી રહ્યો હતો કારણ કે તેણે સ્થાનિક આંગણવાડી કેન્દ્રમાં રસોઈયા તરીકે નોકરી પસંદ કરવાની હિંમત કરી હતી. અને શર્મિષ્ઠા દલિત સમુદાયમાંથી આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસના આનંદ મોહન જે.ના અહેવાલ મુજબ, આ સમગ્ર ઘટના ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લાના નૌગાંવમાં બની હતી. 21 વર્ષીય શર્મિષ્ઠા સેઠીને આંગણવાડી કેન્દ્રમાં રસોઈયા તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. તે દલિત સમુદાયની છે, જેના કારણે ગામલોકોએ તેની નિમણૂકનો વિરોધ કર્યો હતો. એવો આરોપ છે કે ગ્રામજનોએ તેમના બાળકોને આંગણવાડીમાં જતા રોક્યા હતા.

14 ફેબ્રુઆરી, શનિવારના રોજ, જિલ્લા વહીવટી અધિકારીઓ અને રાજ્ય મહિલા આયોગના સભ્યએ નૌગાંવની મુલાકાત લીધી અને ગ્રામજનો પાસેથી વચન લીધું કે તેઓ સોમવારથી તેમના બાળકોને આંગણવાડી કેન્દ્રમાં મોકલશે. આંખોમાં આંસુ સાથે શર્મિષ્ઠા યાદ કરે છે કે કેવી રીતે 50-60 ઉચ્ચ જાતિના ગ્રામજનોએ તેને ઘેરી લીધી હતી, જે દિવસે અધિકારીઓ તેમના નોકરીનું કન્ફોર્મેશન આપવા આવ્યા હતા. નવેમ્બરનું બીજું અઠવાડિયું હતું.

શર્મિષ્ઠા કહે છે કે, ‘ગ્રામજનોએ મારા પિતા અને મને બોલાવ્યા અને પૂછ્યું કે મેં નોકરી માટે અરજી કેમ કરી, જ્યારે હું અનુસૂચિત જાતિ સમુદાયની છું. તેણે કહ્યું કે જો તેમના બાળકો મારા હાથે રાંધેલું ભોજન ખાશે, તો તેમના દેવતાઓના પ્રકોપનો સામનો કરવો પડશે. મેં તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, અહીં સુધી કે તેમની સામે રડી પણ પડી, પરંતુ કોઈએ મારી વાત ન સાંભળી.

20 નવેમ્બરના રોજ તેણે સત્તાવાર રીતે રસોઈયા તરીકે કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી, આંગણવાડી કેન્દ્રમાં બાળકોની હાજરી લગભગ શૂન્ય થઈ ગઈ છે. 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને સ્તનપાન કરાવતી માતાઓના માતા-પિતા, જેમને કેન્દ્રમાંથી ઘરે રાશન લેવાનો અધિકાર છે, તેમણે પણ આવવાનું બંધ કરી દીધું હતું.

anganwadi1
thehindu.com

વિડંબના એ છે કે શર્મિષ્ઠા ગામની એકમાત્ર છોકરી હતી જેણે આ આંગણવાડી નોકરી માટે અરજી કરી હતી. આ નોકરીમાં દર મહિને 5,000 રૂપિયાની સેલેરી છે અને 12મા ધોરણની ડિગ્રીની જરૂર છે. શર્મિષ્ઠા સંપૂર્ણ લાયક છે. તે આ પૈસાથી પરિવારને મદદ કરવા માંગે છે અને ભવિષ્યમાં શિક્ષિકા બનવા માંગે છે. શર્મિષ્ઠાના પિતા ચૈતન્ય એક એકર કરતા ઓછી જમીનમાં ખેતી કરે છે અને બીજા લોકોના ખેતરમાં મજૂરી પણ કરે છે. શર્મિષ્ઠાની માતા મીનાતીએ કહ્યું હતું કે, ‘મારી દીકરી શિક્ષિત છે. જો તેને તેની લાયકાતના આધારે નોકરી મળી હોય, તો તેની સાથે ભેદભાવ શા માટે?’

આ મામલો સામે આવતા ઓડિશા રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટીતંત્રની દરમિયાનગીરી કરવી પડી, ત્યારબાદ, કેન્દ્રપાડાના રાજનગર બ્લોક હેઠળના નૌગાંવ ગામના રહેવાસીઓએ, સોમવારથી તેમના બાળકોને આંગણવાડી કેન્દ્રમાં મોકલવા સહમતિ આપી. દલિત રસોઈયાની નિમણૂક બાદ નવેમ્બરથી ગ્રામજનોએ આંગણવાડીનો બહિષ્કાર કર્યો હતો.

anganwadi-worker3
newindianexpress.com

ન્યૂઇન્ડિયન એકસપ્રેસના અહેવાલ મુજબ, શનિવારે કેન્દ્રમાં યોજાયેલી બેઠકમાં 150થી વધુ ગ્રામજનોએ ભાગ લીધો હતો. બુધવારે યોજાયેલી આવી જ બેઠકમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમજાવટ છતા માત્ર બે જ લોકો ઉપસ્થિત રહ્યા હતા તેનાથી આ એક નોંધપાત્ર ફેરફાર હતો.

બેઠકમાં એડિશનલ જિલ્લા મેજિસ્ટ્રેટ નબકૃષ્ણ જેના, સબ-કલેક્ટર અરુણ નાયક, રાજ્ય મહિલા આયોગના સભ્ય કલ્પના મલ્લિક, પોલીસ અધિકારીઓ અને કાર્યકરો સાથે હાજરી આપી હતી. આ ઉપરાંત, બેઠક પછી એક સમુદાય ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં દલિત આંગણવાડી રસોઈયા સરમિષ્ઠા સેઠી (23)એ સમાધાનના સંકેત તરીકે ગ્રામજનોને ભોજન પીરસ્યું હતું.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.