જો ભારત સામેની મેચ ધોવાઈ તો પાકિસ્તાનને થશે ફાયદો... આ 3 ટીમો T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારત-પાકિસ્તાન મેચ માટે રસ્તો સાફ થઈ ગયો છે, પરંતુ હવે એક નવું જોખમ મંડરાઈ રહ્યું છે. 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે યોજાનારી આ હાઇ-વોલ્ટેજ મેચમાં વરસાદ વિક્ષેપ પાડે તેવી શક્યતા છે. શ્રીલંકાના હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર સિસ્ટમ બની રહી છે, જેના કારણે કોલંબોમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા વધી રહી છે. રવિવારે સવારે કોલંબોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે, પરંતુ બપોર બાદ પરિસ્થિતિ બદલાઈ શકે છે.

હવામાન આગાહી મુજબ, બપોરથી સાંજ સુધી વાવાઝોડા સાથે વરસાદની 50 થી 70 ટકા શક્યતા છે. સાંજે 7:00 વાગ્યે મેચ શરૂ થવાના નિર્ધારિત સમય પહેલા ભારે વરસાદ પણ પડી શકે છે, જેના કારણે ટોસમાં વિલંબ થઈ શકે છે અને ઓવરની સંખ્યા ઓછી થઈ શકે છે. શ્રીલંકાના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરતા કહ્યું કે, ‘15 ફેબ્રુઆરીની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા ક્ષેત્ર બનવાની સંભાવના છે. અને લોકોને હવામાન અપડેટ્સ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.

india-Vs-Pakistan1
english.bombaysamachar.com

જો મેચ વરસાદને કારણે ધોવાઈ તો શું થશે?

જો મેચ વરસાદને કારણે રદ થાય છે, તો ભારતીય ટીમ સુપર-8માં પહોંચી જશે. પાકિસ્તાનને પણ ફાયદો થશે અને તે સુપર 8 માટે ક્વોલિફાય થઇ જશે. વરસાદને કારણે મેચ રદ થવાની સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન બંનેને એક-એક પોઈન્ટ મળી જશે. જેથી બંને ટીમોને તેમની ત્રણ મેચમાંથી 5-5 પોઈન્ટ થઈ જશે, જેથી તેઓ ગ્રુપ-Aમાંથી સુપર-8માં પહોંચી જશે. ભારત હાલમાં ગ્રુપ-Aમાં ટોપ પર છે, જ્યારે પાકિસ્તાન બીજા ક્રમે છે અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA) ત્રીજા ક્રમે છે.

જો ભારત-પાકિસ્તાન મેચ વરસાદ પડતા મેચ રદ થાય છે, તો અમેરિકા, નામિબિયા અને નેધરલેન્ડ્સ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. અમેરિકા અને નેધરલેન્ડ્સના ત્રણ મેચમાં 2-2 પોઈન્ટ છે. જો તેઓ તેમની બાકીની મેચ જીતી જાય તો પણ તેઓ માત્ર ચાર પોઈન્ટ સુધી પહોંચી શકે છે, જે ભારત અને પાકિસ્તાન કરતા ઓછા છે. બીજી તરફ, નામિબિયાએ તેની બંને મેચ હારી છે અને તેનો 0 પોઈન્ટ છે.

india-Vs-Pakistan2
google.com

જો ભારત-પાકિસ્તાન મેચનો નિર્ણય આવે છે, તો વિજેતા ટીમ સીધી સુપર 8માં પહોંચી જશે હારનારી ટીમ 4 પોઈન્ટ સાથે અમેરિકા અને નેધરલેન્ડ્સ સાથે બરાબરી પર રહેશે, અને ક્વોલિફિકેશનની લડાઈ અંતિમ મેચો સુધી જશે. નોંધનીય છે કે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ગ્રુપ અને સુપર 8 મેચો માટે કોઈ રિઝર્વ ડે નથી. રિઝર્વ ડે ફક્ત સેમિ-ફાઇનલ અને ફાઇનલ માટે છે.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.