લો,તાલાલા ગીરની કેસર કેરી આવી ગઇ, જાણો બોક્સનો ભાવ કેટલો છે

ગરમીની સિઝન શરૂ થાય એટલે ફળોનો રાજા કેરી યાદ આવ્યા વગર રહે નહીં. આ એક ફળ એવું છે જે આબાલ વૃદ્ધ સૌને પંસદ હોય છે અને કેરી બજારમાં આવે તેની લોકો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. આ વખતે કમોસમી વરસાદને કારણે ખેડુતોને ચિંતા હતી કે કેરીનો પાક મોડો આવશે. પરંતુ ગુજરાતના તાલાલા ગીરની કેસર કેરી માર્કેટમાં આવી ગઇ છે.

જાણવા મળેલી માહિતી મુજબ ગીર તાલાલાની જે કેરી અત્યારે બજારમાં આવી રહી છે તેના 10 કિલોના બોકસ દીઠ ભાવ લગભગ 1,000થી 1200 રૂપિયા ચાલી રહ્યો છે.

કેરીની આમ તો અનેક જાતો હોય છે, પરંતુ કેસર, હાફુસ, જેવી કેરી લોકોને વધારે પ્રિય છે. તેમાં પણ સૌરાષ્ટ્રની કેસરની તો વાત જ કઇંક ઔર હોય છે. આ વખતે માવઠાને કારણે ખેડુતોને કેરીનો પાક બગડવાની ચિંતા હતી, પરંતુ અમરેલીની સરખામણીએ તાલાલા ગીરમાં કેરીના પાકને નુકશાન ઓછું  થયું હતું. ખેડુતો કહી રહ્યા છે કે આ વખતે કેરીની સિઝન લાંબી ચાલશે.

તાલાલાના ખેડુતોનું કહેવું છે કે આ વખતે કેરીનો પાક 3 તબક્કામાં આવી રહ્યો છે. એ જોતા એવું લાગે છે કે પુષ્કળ પ્રમાણમાં કેરી આવશે, સિવાય કે માવઠું મજા ન બગાડે તો. ખેડુતોનું કહેવું છે કે અત્યારે તો કેસર બધી અલગ અલગ યાર્ડમાં મોકલવામાં આવી રહી છે, પરંતુ તાલાલા  કેરીની હરાજી બજારમાં 18 એપ્રિલે થશે.

જો ખેડુતો જે પ્રમાણે કેરીની પુષ્કળ આવકની વાત કરી રહ્યા છે તે જોતા ડિમાન્ડ સપ્લાયના નિયમ મુજબ કેરીના ભાવો નીચા આવશે.

જાણવા મળેલી વિગત મુજબ જુનાગઢ જિલ્લાના તાલાલા માર્કેટ યાર્ડમાં કેરીની આવકો શરૂ થઇ ગઇ છે અને અત્યારે દરરોજ 3000 બોક્સ કેરીની આવક થઇ રહી છે. ધીમે ધીમે બમ્પર આવક શરૂ થશે અને લોકોને સસ્તી કેસર કેરી ખાવા મળી શકે છે.

માર્ચ મહિનાની શરૂઆતમાં કેસર કેરીના ભાવ લાકડા જેવો હતો. તે વખતે કેરીની આવક સાવ ઓછી હતી એટલે 10 કિલો બોક્સના 2500 રૂપિયાથી 3000 રૂપિયા બોલાઇ ગયા હતા. તાલાલા ગીરને કેસર કેરીને જેમ વલસાડની હાફુસ કેરીની પણ ભારે ડિમાન્ડ રહેતી હોય છે.

સૌરાષ્ટ્ર સિવાય મહારાષ્ટ્રના ગામડાઓમાંથી પણ જુદી જુદી કેરીઓ બજારમાં આવતી થશે<

Top News

સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું

સુરતમાં શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક કાર ચાલક BRTS રૂટ પર કાર ચલાવી રહ્યો...
Gujarat 
સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું

બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થાય તો જે ટોપર વિદ્યાર્થીઓ હોય તેમના પરિવારો ખુશીથી ઉજવણી કરે, મિઠાઇ વ્હેંચે....
Education 
બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ

થાઇલેન્ડના કિંગ કોંગે વિશ્વના સૌથી ઉંચા જીવંત પાણીમાં રહેતા પાડા (GWR) માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પાડો...
Offbeat 
વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ

71 હોસ્પિટલ, 5000 ફાર્મસીના 92 વર્ષના માલિક રોજ ઓફિસ જાય છે; 26,560 કરોડની છે સંપત્તિ

92 વર્ષની ઉંમર અને દરરોજ કામ કરવું, આ સાંભળીને તમને કદાચ વિશ્વાસ નહીં આવે. પણ આ વાસ્તવિકતા છે. તે...
Business 
71 હોસ્પિટલ, 5000 ફાર્મસીના 92 વર્ષના માલિક રોજ ઓફિસ જાય છે;  26,560 કરોડની છે સંપત્તિ
Copyright (c) Khabarchhe All Rights Reserved.