ઉપવાસ ફાયદો કરે છેઃ હિન્દુ ધર્મ અનુસાર મહિને આટલા ઉપવાસ કરી શકાય

હિન્દુ ધર્મમાં ઉપવાસનું ઘણુ મહત્વ છે. હવે વિજ્ઞાન પણ માને છે કે ઉપવાસ કરવાથી શરીર સ્વસ્થ તો રહે જ છે તેની સાથે વ્યક્તિનો વીલ પાવર પણ વધે છે. તો જાણીઓ હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે દર મહિને કયા કયા ઉપવાસ કરી શકાય છે. ઇસ્લામમાં ધર્મનો હાલ રમઝાન ચાલી રહ્યો છે. હિન્દુ ધર્મમાં પણ આ રીતે અધિક માસ કે શ્રાવણ માસ અને નવરાત્રિ કરવાનો મહિમા છે. 

અગિયારસ-એકાદશી વ્રત

હિંદુ કેલેન્ડર પ્રમાણે અગિયારસના દિવસે એકાદશી ઉપવાસ કરવામાં આવે છે. દર મહિને બે એકાદશી વ્રત હોય છે. એક સુદ પક્ષમાં અને બીજું વદ પક્ષમાં. ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે ભક્તો અગિયારસનો ઉપવાસ કરતા હોય છે.

અંગારિકા સંકષ્ટી ચતુર્થી

હિંદુ કેલેન્ડર પ્રમાણે દર મહિને બે ચતુર્થી હોય છે. પૂનમ પછી આવતા વદની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે અને અમાસ પછી આવતા સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે. દર મહિને ચતુર્થી આવતી હોવા છતાં મહા મહિનામાં આવતી અને પોષ મહિનામાં આવતી ચતુર્થી મુખ્ય ચતુર્થીઓમાંની એક છે. ભાદરવા મહિનામાં આવતી અને મહારાષ્ટ્ર-ગુજરાતમાં રંગેચંગે ઉજવાતી ગણેશ ચતુર્થી એમાં ખૂબ જ મહત્વ ધરાવે છે.

પ્રદોષ

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ ઉપવાસ કરવામાં આવે છે. જે મહિનાના સુદ અને વદ એમ બન્ને પક્ષમાં તેરસના દિવસે આવે છે. જો પ્રદોષનો દિવસ સોમવારે આવે તો એને સોમ પ્રદોષ, મંગળવારે આવે તો એને ભૌમ પ્રદોષ અને જ શનિવારે આવે તો એને શનિ પ્રદોષ કહેવાય છે.

માસિક દુર્ગાષ્ટમી

દર મહિનાની સુદ અને વદ આઠમે આ ઉપવાસ કરવામાં આવે છે. માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટૅ એમની આરાધના રુપે આ વ્રત કરવામાં આવે છે. આસો અને શરદ માસના નોરતામાં આવતી આઠમનું મહત્વ બધી આઠમો કરતા ખૂબ જ વધારે છે.

અઠવાડિક ઉપવાસ.
ઘણા મિત્રો તમને મળતા હશે ત્યારે કહેતા હશે કે આજે મારો મંગળવાર છે,આજે મારો શનિવાર છે આજે મારો સોમવાર છે. અઠવાડિક ઉપવાસ રાખવાની પણ પ્રથા હિન્દુ ધર્મમાં છે.

શિવરાત્રિ
ભગવાન શિવને સમર્પિત દિવસ એટલે શિવરાત્રિ જે દર માસે વદ ચૌદસે એટલે કે અમાસ પહેલાનો દિવસ શિવરાત્રિ તરીકે ઉજવાય છે. પણ મહા વદ ચૌદસની શિવરાત્રિ મહા શિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. હરણની રાહ જોતા પારધીની કથા તમને યાદ હશે અને અજાણ્યામાં શિવભક્તિ કરવાથી પણ ભગવાનના પ્રસન્ન થવાની એ કથા દરેકને બાળસહજ રીતે યાદ હશે. કહેવાય છે કે દ્વાપર યુગનો આરંભ શિવરાત્રિના દિવસે જ થયેલો અને પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હોવાનું મનાય છે.

સ્કંદ છઠ્ઠ
આ તહેવાર તમિલ અને તેલુગુ લોકો વડે ઉજવવામાં આવે છે. દર મહિને ઉજવાતી આ તિથિ સુદ પક્ષની છઠ્ઠના આગલા દિવસે એટલે કે પાંચમથી શરુ થાય છે. સુર્યોદય અને સુર્યાસ્ત વચ્ચે સ્કંદ તિથિની શરુઆત થાય છે. આ નિયમ ધર્મ સિંધુ અને નિર્ણયસિંધુથી લેવામાં આવ્યો છે. તમિલ અને તેલુગુ પ્રાંતના ભગવાન મુરુગનના મંદિરમાં ઉજવવામાં આવે છે.

પૂનમ

હિન્દુ માન્યતા પ્રમાણે પૂનમનો દિવસ ભક્તોમાં વિશેષ મહત્વ ધરાવે છે. ઘણા ભક્તો આ દિવસે ઘણા મંદિરોએ દર્શન માટૅ જતા હોય છે. તમે ઘણીવાર સાંભળ્યુ હશે કે " પૂનમ ભરવા ગયા હતા." પૂનમના દિવસે પણ વ્રત રાખવું ફળદાયી છે. પૂનમના દિવસે દાન કરવાની પણ પરંપરા છે. વૈશાખ, કારતક અને મહા મહિનાના પૂનમના દિવસે તીર્થ સ્નાન અને દાન-પૂણ્યનું ઘણું મહત્વ છે.

Top News

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

વૈજ્ઞાનિકોએ એક અદભુત સફળતા હાસંલ કરી છે. યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશનના વૈજ્ઞાનિકોએ સીસા જેવી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવી દીધું છે....
Science 
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

ઓપરેશન સિંદુર પછી ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) રાજીવ ઘઇ ચર્ચામાં છે. પાકિસ્તાનના DGMOએ રાજીવ ઘઇ...
National 
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

સૌરાષ્ટ્રના એક ખેડૂત કોથિંબાની કાયરીનો એવો ગૃહઉદ્યોગ ચલાવે છે જેનાથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતો અને આજના...
Gujarat 
સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.