આવતીકાલે છે વસંતપંચમી, જાણો કઈ રીતે કરશો માતા સરસ્વતીની પૂજા

મહાસુદ પાંચમ એટલે વસંતપંચમી, આ દિવસથી વસંત પ્રવૃત્ત થાય છે. વસંતનો ઉત્સવ એટલે નિસર્ગનો ઉત્સવ. સતત સુંદર લાગતી આ પ્રકૃતિ આજથી સોળે કળાએ ખીલી ઊઠશે. બીજા અર્થમાં કહીએ તો યૌવન આપણા જીવનની વસંત છે. એ જ રીતે વસંતઋતુ એ સૃષ્ટિનું યૌવન છે.

મહર્ષિ વાલ્મીકિએ પોતે લખેલી રામાયણમાં વસંતઋતુનું અતિ મનમોહક અને અતિ આહલાદક વર્ણન કર્યું છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ ગીતાજીમાં ઋતુના કુસુમાકર: કહીને ઋતુરાજ વસંતને પોતાની વિભૂતિ ગણીને બિરદાવ્યો છે. ભારતના અનેક કવિઓએ પોતાની કવિતામાં વસંતને આલેખી છે. લેખકો પણ વસંતનું વર્ણન કરતા થાકતા જ નથી.

પ્રકૃતિ-નિસર્ગ વસંતઋતુમાં વધુ લોભામણી બને છે. પોતાની અનોખી સુંદરતાથી અને સૌંદર્યથી માનવીને પોતાના તરફ ખંેચે છે. ખરેખર આ નિસર્ગમાં એવો અજબનો જાદુ છે કે માનવ પોતાની અસ્વસ્થ જિંદગી આ પ્રકૃતિથી ખૂબ જ સુંદર બનાવી શકે છે. એથીએ વિશેષ આ વસંતથી માનવ અતિ પ્રફુલ્લિત જોવા મળે છે. પ્રકૃતિ ખીલવાથી પૃથ્વીએ જાણે યૌવન ધારણ કરી લીધું હોય તેવું લાગે. જ્યાં જ્યાં નજર જાય ત્યાં ત્યાં હરિયાળી, અનેક રંગબેરંગી ફૂલોની ગોષ્ઠી, ફૂલગુલાબી ઠંડીની હસતાં હસતાં વિદાય. ખરેખર આ વાતાવરણથી માનવી અતિ પ્રસન્નતા અનુભવે છે.

નિસર્ગ-પ્રકૃતિમાં સરળતા છે. નિષ્પાપતા છે. તેનામાં અહંશન્યતા પણ છે એ પ્રકૃતિ જેવી છે તેવી જ દેખાય છે. તેનામાં દંભનો એક પણ અંશ નથી. નિસર્ગ-પ્રકૃતિ હંમેશાં પ્રભુની નજીક ખૂબ જ છે, કારણ કે દંભ વિના અને અહંશૂન્ય છે તેથી જ પ્રભુએ તેને સ્વીકારી છે. નિસર્ગ-પ્રકૃતિને સમાજનાં એક પણ બંધનો અડતાં નથી. ગમે તેવી પરિસ્થિતિ હોય પણ પ્રકૃતિ તો તેની જ પ્રવૃત્તિમાં મશગૂલ હોય. સરિતા અસ્ખલિત પ્રવાહથી વહેતી રહે છે. વાદળો તેની રીતે ગર્જ્યા કરે છે. સૂર્ય-ચંદ્ર તેની જ રીતે યોગ્ય સમયે ઉદય-અસ્ત પામતા રહે છે.

વસંતપંચમી એટલે નિસર્ગનો ઉત્સવ તો ખરો જ, પણ આ દિવસ વિદ્યા આરંભ કરવા માટે ઉત્તમ ગણાય છે. પ્રાકૃતિક દેવી સરસ્વતી માતાનું વિશેષ પૂજન-અર્ચન કરવાનું ખૂબ જ મહત્વ છે.

મૂળ પ્રકૃતિ, સૃષ્ટિની રચના કરવા માટે દૂર્ગા-રાધા-લક્ષ્મી-સરસ્વતી અને સાવિત્રી એમ પાંચ રૂપમાં વિભાજિત થઈ છે. જેમાં સરસ્વતી દેવી રાધાદેવીના ચહેરામાંથી ઉત્પન્ન થયાં છે. મા સરસ્વતીની દયા અને આશીર્વાદથી મૂર્ખ પણ પંડિત બની જાય છે. અબુધ પણ બુદ્ધિમાન બની જાય છે.

સહુ પ્રથમ ભગવાન શ્રીકૃષ્ણએ સરસ્વતી માતાની પૂજા-આરાધના કરી હતી. સરસ્વતી દેવીએ પોતાના કામરૂપથી શ્રીકૃષ્ણને મોહિત કર્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણ સર્વસ્વ છે તેથી સરસ્વતી દેવીની ઇચ્છા જાણી અને કહ્યું કે હે દેવી મારા જ અંશથી અવતાર લઈ મારા જ રૂપ શ્રી નારાયણની સેવા કરશો. તેમજ મહા સુદ-5ના પવિત્ર દિવસે વિદ્યારંભ કરવા માટે પંડિતો-વિદ્યાર્થીઓ તમારી વિશેષ પૂજા-આરાધના કરીને તમારી પ્રસન્નતા મેળવશે તેવું અભય-વરદાન શ્રીકૃષ્ણએ સરસ્વતીમાતાને આપ્યું. તે દિવસથી સર્વ માનવ-દેવતાગણ-મુનિઓ-સનકાદિક વગેરે માતાની વિશેષ આરાધના કરવા લાગ્યા.

ત્યારબાદ શ્રીં હ્રીં સરસ્વત્યૈ સ્વાહા, આ મૂળ અષ્ટાક્ષરીમંત્રનું ગુરુની આજ્ઞાનુસાર જપ કરવાનું વિધાન છે. આ મંત્ર કલ્પવૃક્ષ સમાન છે. પૂર્વકાળમાં શ્રીહરિ નારાયણે આ મંત્રનો ઉપદેશ આદિકવિ વાલ્મીકિ મુનિને આપ્યો હતો. ત્યારબાદ ભૃગુ મહર્ષિએ સૂર્યગ્રહણ સમયે શુક્રાચાર્યને આ મંત્ર પ્રદાન કર્યો. ચંદ્રગ્રહણ સમયે મરિચીએ ગુરુ બૃહસ્પતિને આ મંત્ર ઉપદેશ કર્યો હતો.

આ રીતે દેવતાઓ ઋષિઓ દ્વારા પરંપરા અનુસાર આ મંત્રનો ઉપદેશ અનેકવિધ લોકોને મળ્યો. આ મંત્રના ચાર લાખ જપ કરવાથી સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સરસ્વતી કવચના પાંચ લાખ જપ કરવાથી વિશ્વવિજેતા અને સર્વસિદ્ધિ, શક્તિ પ્રાપ્ત થાય છે. સરસ્વતી કવચના પાઠ કરનાર વ્યક્તિ એક મહાન કવિ, મહાન લેખક, મહાન વક્તા બનીને ગુરુ બૃહસ્પતિ સમાન દરજ્જો મેળવે છે.

માતા સરસ્વતી નદી બન્યાં તેનો મહામૂલો ઇતિહાસ આ પ્રમાણે છે. એક સમયે ભગવાન શ્રીહરિની આ ત્રણ પત્નીઓ હતી. લક્ષ્મી, સરસ્વતી અને ગંગા. જેમાં ગંગા શ્રીહરિને જોઈને ખૂબ જ પ્રસન્ન થતી હતી. આ સમયે શ્રીલક્ષ્મીજી શાંત રહ્યાં, પરંતુ સરસ્વતી ખૂબ ક્રોધિત થયાં ને શ્રીહરિને કહ્યું તમારે પતિધર્મ અપનાવતાં તમામ પત્નીઓને સરખો ન્યાય આપીને દરેક ઉપર સરખું પ્રસન્ન રહેવું જોઈએ. આમ કહેતાં ત્રણ દેવીઓ અંદર અંદર ઝઘડવા લાગી. એકબીજાને શાપ આપવા લાગી.

ગંગાએ સરસ્વતી દેવીને નદી બની જવા શાપ આપ્યો. તે જ સમયે સરસ્વતીએ પણ ગંગાને નદી બની જવા શાપ આપ્યો ને તેમ પણ કહ્યું આખા સમાજનાં પાપ તારે ઝીલવાં પડશે.

શ્રીહરિ વિષ્ણુ ત્રણેયને શાંત પાડે છે અને સરસ્વતીને કહે છે ભારતવર્ષમાં સરસ્વતી નદીના રૂપમાં રહી બ્રહ્માજીની પત્ની બનો. શ્રીલક્ષ્મી પદ્માવતી નદી બનીને મારી પત્ની બનશે. ગંગા તમે પણ નદી બની શિવની જટામાં વાસ કરો. આ રીતે ત્રણેય દેવીઓ નદી સ્વરૂપમાં આવી અને પામર જીવોના ઉદ્ધાર માટે ભારતવર્ષમાં સ્થિત થઈ તેને પવિત્ર કરે છે.તો આવો સહુ આ પવિત્ર વસંતપંચમીએ આપણા જીવનમાં વસંત ખીલવીને મા જગદંબા સરસ્વતીની ઉપાસના કરી સર્વ સિદ્ધ-સર્વ આશા પ્રાપ્ત કરીએ.

આ દિવસે આરાધકે, વિદ્યાર્થીએ સવારમાં વહેલા ઊઠી પવિત્ર સ્નાન કરી, બાજઠ ઉપર કળશ સ્થાપિત કરીને કળશમાં અથવા તો પુસ્તકમાં માતા સરસ્વતીનું આહવાન કરીને ષોડશોપચારથી પૂજા-અર્ચના કરવામાં આવે છે.

સરસ્વતી દેવીને અતિ પ્રિય એવાં સફેદ વસ્ત્ર પરિધાન કરાવી સફેદ ફૂલોની માળા-સફેદ ગંધ-સફેદ ચંદન અને સફેદ શંખ અર્પણ કરવામાં આવે છે. ખાસ કરીને માતાને પ્રિય એવો પ્રસાદ-માખણ-મલાઈ-દહીં-દૂધ-શેરડી-ગોળ-ચોખા-ઘી વગેરેથી બનાવેલ સફેદ પ્રસાદ ધરવાથી સરસ્વતી માતા ખૂબ જ પ્રસન્ન થાય છે. ત્યારબાદ નીચેના મંત્રથી તેમનું સ્મરણ કરવું.

'સરસ્વતીમ્ શુકલ વર્ણા સસ્મિતાં સુમનોહરામ્| કોટી ચંદ્ર પ્રભામુષ્ટ પુષ્પ શ્રી યુક્ત વિગ્રહમ||
વહિન શુદ્ધાંશુકાધાનાં વીણા પુસ્તકધારિણિમ| રત્નપારેન્દ્ર નિર્માણ નવભાષણ ભૂષિતામ.||
સુપુજીતા સુરગણે બ્રહ્મા વિશ્નુ શિવાદિભી:| વંદે ભક્તાં વંદિતા ચ મુનિન્દ્ર મનુ માનવૈ:||'

વિદ્યા પ્રાપ્ત કરવા માટેના વિશેષ મંત્રો:
ૐ વિદ્યાદેવી સરસ્વતી વરદે કામ રૂપીણી|
વિદ્યારંભ કરીશ્યામી સિદ્ધિરભવતુ મે સદા||
ૐ સરસ્વતીમયા દ્ષ્ટવા વીણા પુસ્તકધારિણી|
હસંવાહનં સંયુક્તા વિદ્યા દાનમ કરોતુ મે||

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.