જિગીશા પટેલ અને બન્નીના કથિત વાયરલ ઓડિયો મામલે ખોડલધામે શું કહ્યું?

સૌરાષ્ટ્રનું પાટીદાર રાજકારણ હમેંશા પ્રભાવશાળી રહ્યું છે. હમણા છેલ્લાં કેટલાંક દિવસોથી સોશિયલ મીડિયા પર જિગીશા પટેલ અને બન્ની ગજેરાની કથિત વાતચીતના વાયરલ થયેલા ઓડિયોએ સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.

સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલને બદનામ કરવાની ચર્ચા આ કથિત ઓડિયોમાં થઇ રહી છે. નરેશ પટેલને બ્લેકમેલ કરવાનો કારસો ઘડવામાં આવી રહ્યો છે. આ વિશે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરીયાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, આ નિંદનીય ઘટના છે અને નરેશ પટેલને બદનામ કરવાનો હીન પ્રયાસ છે. જિગીશા પટેલે નિવેદન આપ્યું છે કે, આ AI દ્વારા બનાવવામાં આવેલો વીડિયો છે. લુણાગરીયાએ કહ્યું કે, તો જિગીશા પટેલે જાતે તપાસ કરવી જોઇએ કે આ ઓડિયો કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યો અને કયા કારણોથી વાયરલ થયો?

About The Author

Related Posts

Top News

મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થવા જઈ રહ્યું છે. વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA બ્લોક, ચોમાસુ...
National 
મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ  રમાઇ હતી. આ દિલ ધડક મેચમાં ભારતીય ટીમને 22...
Sports 
લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા

મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતના રાજકારણમાં ચર્ચામાં છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી લડવા માટે...
Gujarat 
કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા

IT રિટર્ન ભરતી વખતે ધ્યાન રાખજો, AI પકડી રહ્યું છે ફ્રોડ, 200% થશે દંડ

જો તમે તમારા આવકવેરા રિટર્ન (ITR)માં ઓછી આવક બતાવો છો અથવા કોઈપણ સ્ત્રોતમાંથી થયેલી આવક જાહેર ન કરો...
Business 
IT રિટર્ન ભરતી વખતે ધ્યાન રાખજો, AI પકડી રહ્યું છે ફ્રોડ, 200% થશે દંડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.