જાણો ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ ક્યા આવેલા છે અને તેનું મહત્ત્વ શું છે

ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. મહાદેવની કૃપા વગર જીવશૃષ્ટિ પર એક પાંદડું પણ હલતું નથી ત્યારે આજે અમે તમને ભારતમાં અલગ-અલગ જગ્યા પર આવેલા 12 જ્યોતિર્લિંગની વિશેષતા અને તેના મહત્ત્વ વિષે માહિતી આપીશું. આ 12 જ્યોતિર્લિંગમાં સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, કેદારનાથ, ભીમાંશંકર, કાશી વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, વૈધનાથ, નાગેશ્વર, રામેશ્વર અને ધ્રુષ્મેશ્વર જ્યોતિર્લિંગનો સમાવેશ થાય છે.

1 સોમનાથ

બાર જ્યોતિર્લિંગમાં સોમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ સૌ પ્રથમ જ્યોતિર્લિંગ ગણાય છે. આ જ્યોતિર્લિંગની સ્થાપના ચંદ્રદેવ દ્વારા કરવામાં આવી હોવાની માન્યતા છે. ચંદ્ર દેવને જ્યારે દક્ષ રાજાએ શ્રાપ આપ્યો હતો ત્યારે તેમને આ જ્યોતિર્લિંગની સ્થાપના કરીને પૂજા કરીને શ્રાપમાંથી મૂક્તી મેળવી હતી. સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આવેલું છે.

2 મલ્લિકાર્જુન

મહાદેવનું આ જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશના કૃષ્ણ નદીના કાંઠે આવેલા શ્રીશૈલ પર્વત પર સ્થિત છે. શ્રીશૈલ પર્વતનું મહત્ત્વ કૈલાશ પર્વત જેટલું જ માનવામાં આવે છે. મલ્લિકાર્જુનના દર્શન કરવાથી મનુષ્યને પાપમાંથી મૂક્તી મળે છે અને મલ્લિકાર્જુનની પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્ય મળે છે.

3 મહાકાલેશ્વર

આ જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છું. બાર જ્યોતિર્લિંગમાંથી માત્ર આ એક જ જ્યોતિર્લિંગ દક્ષિણાભિમુખ છે. આ જ્યોતિર્લિંગની પ્રતિદિન કરવામાં આવતી ભષ્મ આરતી વિશ્વમાં પ્રસિદ્ધ છે. મહાકાલેશ્વરના દર્શન એન પૂજા કરવાથી આયુષ્મમાં વૃદ્ધિ થાય છે અને સંકટોનું નિવારણ થાય છે. મહાકાલેશ્વરને ઉજ્જૈનના રાજા પણ કહેવામાં આવે છે.

4 ઓમકારેશ્વર

મધ્ય પ્રદેશના ઈંદોર શહેરમાં નર્મદા નદીના કિનારે આ જ્યોતિર્લિંગ આવેલું છે. આજુબાજુના પર્વતોમાંથી નર્મદા નદી ઓમ આકારમાં વહે છે તેથી આ જ્યોતિર્લિંગને ઓમકારેશ્વર તરીકે ઓળખવામાં આવે છે.

5 કેદારનાથ

કેદારનાથ ઉત્તરાખંડના સમુદ્ર તરફથી 3584 મીટરની ઉંચાઈએ આવેલું છે. બદ્રીનાથ જતા લોકો પણ રસ્તામાં કેદારનાથના દર્શન કરી શકે છે અને આ સ્થળને મહાદેવનું પ્રિય સ્થળ પણ કહેવામાં આવે છે. કેદારનાથની મહિમા શિવપુરાણમાં પણ રજૂ કરવામાં આવી છે.

6 ભીમાશંકર

ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્‍ટ્રના પુનામાં આવેલા સહ્યાદ્રી પર્વ આવેલું છે. આ જ્યોતિર્લિંગને મોટેશ્વર મહાદેવથી પણ ઓળખવામાં આવે છે. આ જ્યોતિર્લિંગ વિશે એવી પણ માન્‍યતા છે કે, શ્રદ્ધાળુ ભક્‍તિભાવથી સૂર્યોદય ભીમાશંકરના પછી દર્શન કરે તો તેના સાત જન્‍મોના પાપ દૂર થાય છે અને તેના માટે સ્‍વર્ગના દરવાજા ખુલી જાય છે.

7 કાશી વિશ્વનાથ

કાશી વિશ્વનાથ ઉત્તર પ્રદેશના કાશીમાં આવેલું છે. એવું પણ કહેવામાં આવે છે કે જે સમયે પ્રલય આવશે ત્‍યારે મહાદેવ તેમના ત્રિશૂલ પર આ સ્‍થાનને લઇને તેની રક્ષા કરશે અને ત્યારબાદ ફરીથી કાશી વિશ્વનાથને પ્રસ્‍થાપિત કરશે. કાશીને ધાર્મિક સ્થળનું કેન્દ્રબિંદુ પણ કહેવામાં આવે છે.

8 ત્રંબકેશ્વર

ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્‍ટ્રની ગોદાવરી નદીથી થોડે દૂર નાસિકના બ્રહ્માગીરી પર્વત આવેલું છે. બ્રહ્માગીરી પર્વત પરથી ગોદાવરી નદીની શરૂઆત થાય છે. આ સ્થાન પર મહાદેવ ગૌતમ ઋષિ ગોદાવરી નદીના આગ્રહથી બિરાજમાન થયા હતા.

9 વૈધનાથ

વૈધનાથ ઝારખંડના દેવઘર જિલ્લામાં આવેલું છે. વૈધનાથ જ્યોતિર્લિંગ રામાયણ કાળથી હોવાનું કહેવાય છે. પુરાણોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જ્યારે દક્ષ પુત્રી સતીએ યજ્ઞની અગ્નિમ પોતાના દેશનો ત્યાગ કર્યો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી માતા સતીને 52 ટૂકડાઓ કર્યા હતા અને આ સ્થાન હૃદયનો ભાગ પર પડ્યો હતો અને તેટલા માટે તેને વૈધનાથના નામથી ઓળખવામાં આવે છે.

10 નાગેશ્વર જ્યોતિર્લિંગ

ભગવાન શિવને નાગના દેવતા પણ કહેવામાં આવે છે. તેથી તેમને નાગેશ્વર પણ કહેવામાં આવે છે. આ જ્યોતિર્લિંગ ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા યાત્રાધામ દ્વારકાથી થો઼ડે દૂર આવેલું છે. જે ભક્તો આ જ્યોતિર્લિંગના દર્શન કરે છે તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે.

11 રામેશ્વર

રામેશ્વર જ્યોતિર્લિંગ તામિલનાડુ રાજ્યના રામનાથપૂરમમાં આવેલું છું. આ ધામ ચારધામના યાત્રાના પણ સ્થાન ધરાવે છે. માન્યતા અનુસાર રામેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના ભગવાન રામે કરી હોવાથી રામેશ્વર તરીકે વિખ્યાત થયું છે.

12 ઘૃષ્ણેશ્વર

ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્‍ટ્રના ઔરંગાબાદના દૌલતાબાદ નજીક આવેલુ છે. મહાદેવનું આ જ્યોતિર્લિંગ બૌધ સાધુઓ દ્વારા નિર્મિત ઈલોરાની ગૂફાઓની નજીક આવેલું છે. આ જ્યોતિર્લિંગને આત્મશાંતિ માટે પણ પ્રચાર્લિત માનવામાં આવે છે.

Top News

કેન્દ્રના નિયમના ભાજપના નેતાએ જ ધજાગરા ઉડાવ્યા, RTEના વિદ્યાર્થીઓ પાસે ફી લીધી

કોઇ પણ ગરીબમાં ગરીબ પરિવારના સંતાનો પૈસાના અભાવે શિક્ષણથી વંચિત ન રહી જાય તેના માટે કેન્દ્ર સરકારે વર્ષ 2009માં...
Education 
કેન્દ્રના નિયમના ભાજપના નેતાએ જ ધજાગરા ઉડાવ્યા, RTEના વિદ્યાર્થીઓ પાસે ફી લીધી

કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની એક દિવસની મુલાકાત આવ્યા હતા. આણંદમાં કોંગ્રેસના એક પ્રશિક્ષણ કાર્યક્રમનું તેમણે ઉદઘાટન કર્યું. રાહુલ...
Politics 
કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ

આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું

ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેલા ગૌરી ગોપાલ આશ્રમના સ્થાપક, કથાવાચક અને આધ્યાત્મિક સંત અનિરુદ્ધચાર્યના એક નિવેદનને કારણે ઉત્તર પ્રદેશમાં ભડકો...
National 
આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું

ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સંપત્તિના કેન્દ્રીકરણ પર ચિંતા વ્યક્ત કરી છે. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું...
National 
ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'
Copyright (c) Khabarchhe All Rights Reserved.