ભારતમાં Jioની જેમ ઈલેક્ટ્રીક વાહન પણ થઈ જશે સસ્તા, મુકેશ અંબાણીએ કરી આ જાહેરાત

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાની એન્યુઅલ જનરલ મિટિંગમાં સંબોધન આપ્યું હતું. આ બેઠકને જીઓ મીટ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. જેમાં મુકેશ અંબાણીએ ઘણી મોટી જાહેરાતો કરી હતી. આ જાહેરાતોમાં Jio TV+ અને Ji Glass જેવા નવા પ્રોડક્ટ્સ લાવવાની સાથે ભારતમાં બેટરી સ્ટોરેજ પ્લાન્ટમાં 60000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની વાત કરવામાં આવી છે. ઈલેક્ટ્રીક વાહન ભારતમાં આજે એક મોટો મુદ્દો છે અને આ સેગમેન્ટમાં વાહન કંપનીઓ અને સરકાર નજર રાખીને બેઠી છે.

મુકેશ અંબાણીએ કહ્યું છે કે ગયા વર્ષે મેં 2035 સુધીમાં ઝીરો કાર્બન એમિશનની પોતાની 15 વર્ષની યોજના જાહેર કરી હતી. આજે તેને લાગૂ કરવા માટે અમારી રણનીતિ અને રોડમેપજાહેર કરતા મને ઘણી ખુશી થઈ રહી છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી ત્રણ વર્ષની યોજનામાં ચાર ગીગા ફેક્ટરી બનાવવાનું સામેલ છે. તેમણે કહ્યું હતું કે, આગામી ત્રણ વર્ષોમાં આ પહેલ પર 60000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવશે. અને રિલાયન્સ 2030 સુધીમાં ઓછામાં ઓછા 100 ગીગાવોટની સૌર ઉર્જા સ્થાપિત કરશે. જેનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો ગામમાં રૂફટોપ સોલર દ્વારા મોકલવામાં આવશે.

રિલાયન્સની બેઠકમાં કરવામાં આવેલી જાહેરાત પછી હીરોના CEO સોહિંદર ગિલે કહ્યું છે કે આ એક ઘણું મોટું પગલું છે જે ભવિષ્યમાં ઈવી ઉદ્યોગ માટે સ્વચ્છ ઉર્જાની આવશ્યકતાને પૂરી કરશે. આ દિશામાં વિકાસ સંપૂર્ણ રીતે ધંધાના એજન્ડા અને એન્ડ ટુ એન્ડ ક્લિનર મોબિલિટીના મિશન સાથે તાલમેળ બેસે છે. ભવિષ્યમાં ઓટોમોબાઈલ માર્કેટમાં ઈલેક્ટ્રીક વાહનનો દબદબો જોવા મળવાનો છે અને હીરોમાં અમે ભારતને વૈશ્વિક ઈવી હબ બનાવવામાં આવા મોટા બિઝનેસ કંપનીઓની ભાગીદારીની આશા કરીએ છીએ.

ટેસ્લાએ ચીનમાં પોતાનું પહેલુ ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન લોન્ચ કર્યું છે, જે સૌર ઉર્જા હેઠળ વાહનોને ચાર્જ કરવા માટે સક્ષમ હશે. જ્યારે હવે મુકેશ અંબાણી દ્વારા કરવામાં આવેલી જાહેરાતથી ભારતીય ઈલેક્ટ્રીક વાહનોની માંગ અને કિંમતો પર ઘણી અસર પડવાના સંકેત દેખાઈ રહ્યા છે. સોલર પાવર દ્વારા ઉત્પન્ન ઉર્જાને સ્ટોર કરવા માટે કંપની એક કારખાનાની સ્થાપના કરશે. વીજળી સિવાય, રિલાયન્સ લિક્વીડ હાઈડ્રોજનનું પણ ઉત્પાદન કરવા ઈચ્છે છે. જેને ઓટોમોબાઈલમાં ઈંધણ કરીકે વાપરી શકાય, કંપનીની યોજના પ્રમાણે, આ એક ઈંધણ સેલ કારખાનું સ્થાપિત કરશે જે વીજળી પેદા કરવા માટે હવામાંથી ઓક્સિજન અને હાઈડ્રોજનનો ઉપયોગ કરશે.

જો રિલાયન્સ દ્વારા બેટરી પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવે છે તો આ દેશની ઈલેક્ટ્રીક મોબિલિટી માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. દેશમાં વાહનોના વેચાણમાં ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરની ભાગીદારી આશરે 80 ટકા છે, જો ઓછી કિંમત અને સરળતાથી ચાર્જિગ સિસ્ટમ ઉપલબ્ધ કરાવવામાં આવે તો આ સેગમેન્ટમાં ઈલેકટ્રીક મોબિલિટીને અપનાવવાનું સરળ રહેશે.

Top News

શું ટ્રમ્પ ટેરિફના ડરથી આ રોકાણકારોએ 18000 કરોડ ઉપાડી લીધા

અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર તણાવની અસર શેરબજાર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે અને સેન્સેક્સ-નિફ્ટીમાં સતત છઠ્ઠા સપ્તાહે ઘટાડો ચાલુ...
Business 
શું ટ્રમ્પ ટેરિફના ડરથી આ રોકાણકારોએ 18000 કરોડ ઉપાડી લીધા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ 11-8-2025વાર સોમવારઆજની રાશિ - કુંભ ચોઘડિયા, દિવસઅમૃત  06:17 - 07:54કાળ  07:54 - 09:30...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે ખોલ્યો નવો મોરચો! બનાવી વેબસાઇટ અને મિસ્ડ કોલ નંબર જાહેર કર્યો

કોંગ્રેસના સાંસદ અને વિરોધી પક્ષ રાહુલ ગાંધીએ 'મત ચોરી' સામે ઝુંબેશ શરૂ કરી છે. આ માટે, તેમણે...
National 
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે ખોલ્યો નવો મોરચો! બનાવી વેબસાઇટ અને મિસ્ડ કોલ નંબર જાહેર કર્યો

વરસાદ હવે ક્યારે પાછો આવશે? જાણો હવામાન વિભાગની આગાહી

જૂન અને જુલાઇ મહિનામાં ગુજરાતમાં મન મુકીને વરસેલો મેહુલિયો છેલ્લાં કેટલાંક દિવસોથી ગાયબ થઇ ગયો છે. ખેડુતોના મનમાં સવાલ છે...
Gujarat 
વરસાદ હવે ક્યારે પાછો આવશે? જાણો હવામાન વિભાગની આગાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.